આ ગુજરાતણનો પ્રભુદેવાને મળ્યો ફુલ સપોર્ટ, નહિં તો આજે હોત સાવ કંગાળ

પ્રભુ દેવાની બર્થ ડે

image source

બોલીવુડ જગતના માઈકલ જેક્સન કહેવાતા પ્રભુદેવા આ વર્ષે ૪૭ વર્ષના થવા ગયા છે. ૩ એપ્રિલ, ૨૦૨૦ના રોજ જન્મદિન ઉજવ્યો છે. પ્રભુદેવાનો જન્મ કર્ણાટકના મૈસુર શહેરમાં તા.૩ એપ્રિલ, ૧૯૭૩ના રોજ થયો હતો. આમ તો પ્રભુદેવાની લાઈફ હાલમાં ઘણી સારી રીતે ચાલી રહી છે. પરંતુ પ્રભુદેવાના જીવનનો કેટલોક સમય તકલીફપૂર્ણ વીત્યો હતો.

પ્રભુદેવાના ખરાબ સમયમાં તેઓની હસતી-રમતી ફેમીલી લાઈફ ઉજ્જડ થઈ ગઈ હતી. તેમજ પ્રભુદેવા તે સમયે ફક્ત ફેમીલી લાઈફ તો ખરાબ થઈ જ હતી ઉપરાંત તેઓ આર્થિક રીતે પણ પાયમાલ થઈ ગયા હતા. પ્રભુદેવાની જીંદગીમાં આટલી બધી મુસીબતોનું કારણ પ્રભુદેવાનું સાઉથની પ્રસિદ્ધ એક્ટ્રેસ નયનતારા સાથેના લવ અફેરના કારણે પ્રભુદેવાની જિંદગી વેર-વિખેર થઈ ગઈ હતી.

image source

એક સમયમાં ગુજરાત રાજ્યના જામનગર શહેરમાં અભ્યાસ કરેલ એક્ટ્રેસ નયનતારા પ્રભુદેવા સાથે બે કારણોના લીધે ચર્ચાનું કેન્દ્ર બની હતી. સાઉથ ફિલ્મોના સુપર સ્ટાર અને ડાન્સના માઈકલ જેક્સન કહેવાતા પ્રભુદેવા સાથે મેરેજ કરવા માટે અભિનેત્રી નયનતારાએ પોતાનું ધર્મ પરિવર્તન કર્યો હતો અભિનેત્રી મૂળ ઈસાઈ ધર્મની છે પરંતુ તેણે ધર્મ પરિવર્તન કરીને પ્રભુદેવા સાથે લગ્ન કરવા માટે હિંદુ ધર્મ અપનાવ્યો છે. ત્યાર પછી જયારે શાહરૂખ ખાન અને રોહિત શેટ્ટી નિર્દેશિત ફિલ્મ ‘ચેન્નઈ એક્સપ્રેસમાં આઈટમ સોંગ કરવાની ના પાડી દીધી. જેના લીધે નયનતારા ચર્ચાનો વિષય બની ગઈ. આમ અભિનેત્રી નયનતારાના કારણે પ્રભુદેવાનો હસતો રમતો સંસાર ઉજ્જડ થઈ ગયો હતો.

સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની બ્લોકબસ્ટર ફિલ્મ ‘ચંદ્રમુખી’માં મુખ્ય પાત્ર ભજવનાર અભિનેત્રી નયનતારાએ પ્રભુદેવા સાથે મેરેજ કરવાના ઉદ્દેશથી ઈસાઈ ધર્મ છોડીને હિંદુ ધર્મ અપનાવ્યો. નયનતારાનો જન્મ બેંગલુરુમાં એક રૂઢીચુસ્ત ખ્રિસ્તી પરિવારમાં થયો હતો. નયનતારાનું અસલી નામ ડાયના મરીયન કુરિયન છે. નયનતારાના પિતા કુરિયન કોદીયાત્તુ એક એરફોર્સ અધિકારી હતા જેના લીધે નયનતારાને ભારતના અલગ અલગ શહેરોમાં રહીને પણ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. નયનતારાના માતા ઓમાના કુરિયન હાઉસવાઈફ છે.

image source

વર્ષ ૨૦૦૮માં પ્રભુદેવા અને નયનતારાએ એકબીજાને ડેટ કરવાનું શરુ કર્યું. બંનેના ડેટ કર્યાના બે વર્ષ પછી પ્રભુદેવાની પત્ની લતાએ ફેમીલી કોર્ટમાં પ્રભુદેવા સામે પીટીશન દાખલ કરી દીધી કે પ્રભુદેવા નયનતારા સાથે લીવ ઈન રિલેશનશિપમાં રહી રહ્યા છે. ત્યાર પછી પ્રભુદેવાની પત્ની લતાએ પોતાના ઘરસંસારને બચાવવા માટે ધમકી પણ આપી દીધી કે જો પ્રભુદેવા નયનતારા સાથે મેરેજ કરશે તો તેઓ ભૂખ હડતાલ પર ઉતરી જશે. પ્રભુદેવાની પત્ની લતાને કેટલાક મહિલા સંગઠનોનો પણ સાથ મળ્યો જેમણે નયનતારા પર આરોપ લગાવ્યો કે, નયનતારા તમિલ કલ્ચરને બદનામ કરી રહી છે આમ કહીને નયનતારાના પુતળાનું પણ દહન કરવામાં આવ્યું હતું.

image source

પ્રભુદેવાએ નયનતારા સાથેના લવ અફેરના કારણે પોતાના ૧૬ વર્ષ લાંબા લગ્ન જીવનનો અંત કરવાનું નક્કી કર્યું અને જુલાઈ, ૨૦૧૧માં પ્રભુદેવાએ પત્ની લતાને છૂટાછેડા આપી દીધા. હા જો કે, પ્રભુદેવાના પત્ની સાથે છૂટાછેડા થયાના એક જ વર્ષમાં નયનતારાએ પણ કહી દીધું કે તેણે પ્રભુદેવા સાથેના બધા જ સંબંધોનો અંત કરી દીધો છે.

image source

અભિનેત્રી નયનતારા માટે થઈને પ્રભુદેવાને પોતાની પત્ની લતાને છૂટાછેડા આપવા એટલા ભારે પડ્યા કે તેઓ પાયમાલ થવાના આરે આવી ગયા હતા. પ્રભુદેવાને પત્ની લતાને છૂટાછેડા પછી ભરણપોષણ માટે દસ લાખ રૂપિયા, પોતાની ૨૦ થી ૨૫ કરોડની કીમત ધરાવતી સંપતિ પણ આપી દેવી પડી હતી. ઉપરાંત બે કાર અને બીજી જે અન્ય સંપત્તિઓ હતી તે પણ આપી દેવી પડી હતી. પ્રભુદેવા અને પત્ની લતાને ત્રણ દીકરાઓ સંતાનરૂપમાં છે. જેમાંથી એક દીકરાને વર્ષ ૨૦૦૮માં કેન્સર થઈ જવાના કારણે મૃત્યુ થઈ ગયું હતું.

નયનતારાએ જયારે ફિલ્મ ‘ચેન્નઈ એક્સપ્રેસ’માં આઈટમ સોંગ કરવાની ના પાડી ત્યારે મીડિયામાં એવી પણ ચર્ચા થઈ કે નયનતારાએ ફિલ્મ ‘ચેન્નઈ એક્સપ્રેસ’માં શાહરૂખ ખાન કે રોહિત શેટ્ટીના કારણે નહી પરંતુ આ ફિલ્મમાં પ્રભુદેવા હોવાથી નયનતારાએ ફિલ્મ ‘ચેન્નઈ એક્સપ્રેસ’ આઈટમ સોંગ કરવાની ના પાડી દીધી હતી.

image source

નયનતારાએ વર્ષ ૨૦૦૩માં રીલીઝ થયેલ મલયાલમ ફિલ્મ ‘મનાસીનાક્કરે’થી ફિલ્મ દુનિયામાં ડેબ્યુ કર્યું હતું. ત્યાર પછી વર્ષ ૨૦૦૪માં ફિલ્મ ‘વિસ્મયથુંમ્બાથું’માં જોવા મળી હતી. ત્યાર પછી વર્ષ ૨૦૦૫માં ફિલ્મ ‘આયા’માં નયનતારા ખુબ પ્રશંસનીય કામ કર્યું હતું. ફિલ્મ ‘આયા’ કર્યા પછી નયનતારાએ ક્યારેય પાછળ ફરીને જોયું નથી.

નયનતારાની સાઉથના સુપરસ્ટાર એવા રજનીકાંત સાથેની ફિલ્મ ‘ચંદ્રમુખી’ તેના કરિયરની સુપરહિટ ફિલ્મ બની ગઈ હતી. આ ફિલ્મ પાછળથી હિંદી ભાષામાં ‘ભૂલભુલૈયા’ના નામથી બનાવવામાં આવી હતી.

image source

નયનતારા જયારે વર્ષ ૨૦૦૯માં કેરળમાં આવેલ ઓટ્ટાપાલ્મ નજીક આવેલ કિલીકાવું અમ્માન મંદિરમાં તેણે સાડીને બદલે સલવાર-કમીઝ પહેરી પહોચી હતી જ્યાં નયનતારાને મંદિરમાં પ્રવેશ કરતા અટકાવી દેવામાં આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ