આ કારણે ચામાચીડિયા હંમેશા ઊંધા લટકીને જ રહે છે, ખબર છે તમને?

અહીં આ આર્ટિકલ વાંચનારા પૈકી મોટાભાગના લોકોએ ચામાચીડિયું તો જોયું જ હશે. આ એકમાત્ર સ્તનધારી જીવ છે કે આકાશમાં ઉડી શકે છે.

image source

તેમનું રહેઠાણ મુખ્યત્વે અંધારું હોય તેવી જગ્યાઓ જ હોય છે જેમકે વેરાન મકાન, ગુફાઓ વગેરે..

ચામાચીડિયાની એક ખાસ વિશેષતા એ હોય છે કે તે પોતાના રહેઠાણમાં હમેશા ઊંધા લટકતા હોય છે. ઘણા લોકો માટે આ જિજ્ઞાસાનો વિષય છે કે ચામાચીડિયા સીધા કેમ બેસી શકતા નહીં હોય ? જો કે તેના માટે એક ખાસ કારણ પણ જવાબદાર છે. અને એ શું છે આવો જાણીએ..

image source

અસલમાં ચામાચીડિયાની પાંખો એટલી સક્ષમ નથી હોતી કે તે અન્ય પક્ષીઓની જેમ ચામાચીડિયાનું વજન ઉપાડી તેને જમીન પરથી સીધા ઊંચે ઉડવામાં મદદ કરી શકે. એ ઉપરાંત ચામાચીડિયાના પાછળના પગ પણ નાના અને અવિકસિત જેવા હોય છે જેથી તે દોડીને પણ ઉડી શકવા અસમર્થ છે. ચામાચીડિયા માટે ઉડવા માટેની સૌથી સરળ રીત એ જ રહે છે કે તે ઊંધા લટકીને રહે અને જરૂર પડ્યે પોતાના શરીરને હવામાં પડતું મૂકી ઉડી શકે.

હવે સવાલ એ પણ થાય કે ચામાચીડિયા ભલે ઉડવા માટે ઊંધા લટકીને રહેતા હોય પરંતુ એ રીતે લટકીને પણ તે પડી કેમ નહિ જતા હોય ?

image source

સમાચાર સંસ્થા બીબીસીના રિપોર્ટ પ્રમાણે ચામાચીડિયાના પગની નસો એટલી પરફેક્ટ અને વ્યવસ્થીત હોય છે કે તેના પગના પંજા શરીરનું વજન પકડી શકે એટલી જરૂરી ગ્રીપ મેળવી લે છે જેથી કરીને ચામાચીડિયા ઊંધા લટકીને સુઈ ગયા હોય તો પણ સંતુલન ગુમાવી પડી જતા નથી

આ તો આપણે જાણ્યું ચામાચીડિયાના ઊંધા લટકવાનું કારણ. આવો હવે ચામાચીડિયા વિશે થોડી વધુ રોચક વાતો જાણીએ.

image source

1). ચામાચીડિયુ એકમાત્ર સ્તનધારી જીવ છે જે દિવસમાં અને રાત્રી દરમિયાન પણ ઉડી શકવા સક્ષમ છે.

2). દુનિયાભરમાં ચામાચીડિયાની 1000 થી પણ વધુ પ્રજાતિઓ રહે છે. આ પૈકી અમુક પ્રજાતિના ચામાચીડિયા તો માત્ર લોહી પીવે છે. આ જ કારણ છે કે ચામાચીડિયાને પિશાચ ચામાચીડિયા પણ કહેવામાં આવે છે.

image source

3). વૈજ્ઞાનિકોના સંશોધનો અનુસાર પૃથ્વી પર ચામાચીડિયાનું અસ્તિરવ લગભગ 10 કરોડ વર્ષથી એટલે કે ડાયનાસોરના અસ્તિત્વના સમયથી છે. અને તે હજુ સુધી ઉપસ્થિત છે.

4). ચામાચીડિયાની વિશ્વમાં ભલે 1000 જેટલી પ્રજાતિ હોય પરંતુ તે પૈકી વધુ પડતી પ્રજાતિના ચામાચીડિયા કાળા અથવા ભૂરા રંગના જ હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ