ઇમરાન ખાન છે ગાયબ, તેની આ અજાણી વાતો સાંભળીને તમને પણ લાગશે નવાઇ

વાજતે ગાજતે બોલીવૂડમાં પ્રવેશેલો ઇમરાન ખાન આજે છે બોલીવૂડમાંથી ગાયબ

image source

જાણો તેના જન્મ દીવસ પર તેની જાણી-અજાણી વાતો

ઇમરાન ખાનનો આજે જન્મ દિવસ છે. 13, જાન્યુઆરી 1983માં જન્મેલો ઇમરાન આજે 36 વર્ષનો થયો છે. ઇમરાન ખાન સુપર સ્ટાર, પર્ફેક્શનીસ્ટ આમીર ખાનનો ભાણીયો છે.

તેણે જાને તૂ યા જાને ના ફિલ્મથી બોલીવૂડમાં વાજતે ગાજતે પ્રવેશ કર્યો હતો અને લોકોને પોતાની એક્ટિંગ સ્કીલ તેમજ કૂલ લૂકથી તે આકર્ષવામાં સફળ પણ રહ્યો હતો. પણ હાલ તે ક્યાં છે શું કરી રહ્યો છે તેની કોઈને ખબર નથી.

image source

છેલ્લા ઘણા વર્ષોથી ઇમરાન એક પણ ફિલ્મમાં જોવા નથી મળ્યો. તો વળી તેની અંગત લાઇફ પણ હાલ ડામાડોળ ચાલી રહી છે તેવા સમાચાર મળી રહ્યા છે.

કોઈને તેની પાછળ તેનું ખરાબ સ્વાસ્થ્ય જવાબદાર લાગે છે તો કોઈને તેની પત્ની સાથેના સંબંધ તેના માટે જવાબદાર લાગે છે અને તે જ કારણસર તે પોતાની કેરિયર પર ધ્યાન નથી આપી રહ્યો તેવું જણાઈ રહ્યું છે.

image source

36 વર્ષિય ઇમરાને 2008માં જીનેલિયા ડીસોઝા સાથે ફિલ્મ જાને તૂ યા જાનેનાથી પોતાની બોલીવૂડ કેરિયરની શરૂઆત કરી હતી. જેમાં તેણે ઘણી સફળતા મળી હતી. ખાસ કરીને તેની એક્ટિંગ તેમજ તેનું કેરેક્ટર જે રીતે કૂલ દર્શાવવામાં આવ્યું હતું તે લોકોને ખુબ પસંદ આવ્યું હતું.

image source

ત્યાર બાદ તેણે કિડનેપ, લક, મેરે બ્રધર કી દુલ્હન, આઈ હેટ લવ સ્ટોરીઝ, વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઈ દોબારા, કટ્ટી બટ્ટી જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. પણ તેમાં તેને જોઈએ તેવી સફળતા નહોતી મળી શકી.

તેની છેલ્લી ફિલ્મ 2015માં રિલિઝ થઈ હતી ત્યાર બાદ તેણે કોઈ જ નવો બોલીવૂડ પ્રોજેક્ટ હાથ પર નથી લીધો. થોડા સમય પહેલાં તેની કેટલીક તસ્વીરો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ હતી જેમાં તે નાદુરસ્ત જણાઈ રહ્યો હતો.

image source

તેના ફેન્સનું આ તસ્વીરો જોઈને એવું માનવું હતું કે તેની તબિયત સારી નથી અને લોકોએ તે બાબતે ચિંતા પણ વ્યક્ત કરી હતી.

આ ઉપરાંત તેના અંગત જીવન વિષે વાત કરીએ તો તે પોતાની પત્ની અવંતિકા સાથે પણ ડીવોર્સ લેવા જઈ રહ્યો છે અને માટે પણ ચર્ચામાં છે. છેલ્લા ઘણા સમયથી બન્ને વચ્ચે મતભેદ હોવાની અફવા ફેલાઈ હતી.

image source

જો કે અવંતિકાની માતાએ આ બન્ને વચ્ચેના મતભેદોને માત્ર અફવા જ ગણાવી હતી અને તેમના ડીવોર્સના સમાચારને પણ ખોટા ઠેરવ્યા હતા. જો કે બન્નેના સંબંધ નબળા પડ્યા છે તેવુ તેમણે ચોક્કસ માન્યું હતું.

આ કારણોસર એવી ધારણા બાંધવામાં આવી રહી છે કે તેની પર્સનલ લાઇફમાં ચાલી રહેલી મુશ્કેલીઓના કારણે તે પોતાની કેરિયર પર ધ્યાન નથી આપી રહ્યો.

image source

તમને જણાવી દઈએ કે ઇમરાન ખાનની પત્ની અવિંતિકા અને ઇમરાને લગ્ન પહેલાં આંઠ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા અને છેવટે 2011માં તેમણે લગ્ન કર્યા હતા.

જેમાં બોલીવૂડના ઘણા બધા સ્ટાર્સે હાજરી આપી હતી. લગ્નના ત્રણ વર્ષ બાદ 2014માં તેમને ત્યાં એક દીકરી પણ જન્મી છે.

image source

એક અહેવાલ પ્રમાણે ઇમરાન ખાન છેલ્લા ઘણા સમયથી બેકાર છે તેની કોઈ ફિલ્મ નથી આવી રહી અને કદાચ તેના કારણે જ તેનો સ્વભાવ પણ થોડો ચિડિયો બની ગયો છે તે નાની-નાની વાતે ઉશ્કેરાઈ જાય છે.

એવી પણ માહીતી છે કે તેમની બચત ધીમે ધીમે ખર્ચાઈ ગઈ છે અને અવંતિકાએ આર્થિક રીતે પોતાના પિયર પક્ષ પર નિર્ભર રહેવું પડે છે. તે અને તેની પત્ની અવારનવાર એકબીજા સાથે વિવાદમાં પડે છે અને તેમનું ઘર હવે માત્ર દલીલબાજીથી જ ભરેલું રહે છે.

image source

અવંતિકા હવે આ બધું વધારે સહન કરવા નથી માગતી અને આ બધાની અસર તેની દીકરી ઇમારા પર ખુબ પડી રહી છે. છેવટે એકબીજાના કુટુંબને પણ તે વિષે જાણ થઈ અને તે લોકો પણ કોઈને કોઈ રસ્તો શોધી રહ્યા છે જેથી કરીને જુદા થયા વગરના બીજા કોઈ ઉપાય શોધી શકાય.

છેવટે અવંતિકા પોતાની દીકરીને લઈને બીજે રહેવા જતી રહી છે. જો કે હજુ સુધી તેમણે ડીવોર્સ માટે કેસ ફાઈલ કર્યો હોય તેવા કોઈ ચોક્કસ સમાચાર નથી મળી શક્યા.

image source

પણ આપણા તરફથી ઇમરાન ખાનને જન્મ દિવસની એવી શુભકામના કે તેની પર્સનલ તેમજ પ્રોફેશનલ લાઇફ સુધરે. આવનારું વર્ષ તેના માટે આશાસ્પદ સાબિત થાય અને તે ફરી પોતાના કામ પર પાછો વળી શકે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ