જો આ રીતે કરશો આજથી ડાયટિંગ, તો વધેલુ વજન ઉતરી જશે સડસડાટ

પાતળું થવા માટે ડાયટિંગ કઈ રીતે કરાય.

image source

ડાયટિંગ શબ્દ ખૂબ જૂનો છે અને એને ફેશન તરીકે પણ વાપરવામાં આવે છે. વજન ઓછું કરવા માટે ડાયટિંગનો સહારો લેવામાં આવે છે. ડાયટિંગનો મતલબ લગભગ ખાવું પીવું બંધ એવો સમજવામાં આવે છે.

પણ શું ખાવું પીવું બંધ કરવાથી વજન ઓછો થઈ જાય છે? શું એવું ડાયટિંગ કરવું સાચું છે?, ખોટી તરીકેના ડાયટિંગથી નુકસાન થાય છે? આવો જાણીએ.

image source

ખોટી રીતે ડાયટિંગ કરવાથી નુકસાન.

ડાયટિંગને પૂરી રીતે જાણ્યા કે સમજ્યા વગર અપનાવવાનો મતલબ આપના શરીરને નુકસાન પહોચાડવું. સમજ્યા વગર ડાયટિંગ કરવાથી કોઈ પરિણામ મળતું નથી અને શરીરમાં કમજોરી આવી જાય છે એ અલગથી.

image source

ખોટી રીતે ડાયટિંગ કરવાથી કે ભૂખ્યા રહેવાથી થાક, ચક્કર આવવા, સર દર્દ, માંસપેશીમાં દર્દ વગેરે થઈ શકે છે. આની સિવાય હાર્ટ, ફેફસા, લીવર, હાડકાં અને આંતરડી પર પણ અસર પડે છે. અને આ નુકસાનની ભરપાઈ લાંબા સમય સુધી નથી થતી.

ડાયટિંગ કેમ કરાઇ પાતળા થવા માટે.

image source

અસલમાં ડાયટિંગનો મતલબ ખાવા પીવાના સમાનનો સાચી રીતે ઉપયોગ કેમ કરવો એ થાય છે નહીં કે ભૂખ્યા રહેવું. ડાયટિંગ કરવા માટે ભૂખ્યા રહેવું બિલકુલ જરૂરી નથી. ભૂખ્યા રહેવાથી શરીર વધારે ચરબી જમા કરવા લાગે છે અને મેટાબોલીજ્મ ધીમું પડી જાય છે.

ભૂખ્યું રહેવાથી જ્યારે ભૂખ તેજ થાય ત્યારે સામે જે પણ વસ્તુ દેખાય એ પછી એ ભલે કેક, ચિપ્સ, નમકીન, પેસ્ટ્રી વગેરે કાઇપણ હોય એના પર તૂટી પડીએ છીએ અને આખા દિવસની મહેનત પર પાણી ફરી વળે છે. અંતે ભૂખ્યું રહેવું એ ડાયટિંગની સૌથી ખોટી રીત છે.

image source

સાચે ડાયટિંગ કરવી હોય તો ખાવામાં પ્રોટીન, કાર્બોહાયડ્રેટ, વિટામિન, મિનરલ અને ફેટની માત્રાની જાણકારી મેળવીને એને જરૂરિયાત મુજબ ઉમેરીને પોતાનું ડાયેટ એટલે ખાવાનું લેવું જોઈએ. અસલ માં આનું નામ ડાયટિંગ છે.

ડાયટિંગ માટે ક્યારે અને શું ખાવું જોઈએ અને શું ખાવું ના જોઈએ એ જાણી લેવું જોઈએ જેથી તાકાત માટે કેલેરી પણ મળતી રહે અને શરીરમાં કોઈ કમજોરી પણ ના આવે, સાથે શરીરની વધારાની ચરબી પણ ઓછી થઈ જાય.

image source

દિવસમાં દર બે કલાકે કઈક હેલ્ધી ખાવું જોઈએ. જેમાં શેકેલ કે પલાળીને બાફેલ ચણા, બદામ, અખરોટ, તાજા ફળ, સલાડ, ટોંડ મિલ્ક કે એનાથી બનેલ દહીં કે છાસ વગેરે લઈ શકાય છે. કચોરી, સમોસા, પિજ્જા, બર્ગર, નમકીન, ચિપ્સ, વેફર કે અન્ય તળેલી વસ્તુ ના લેવું જોઈએ. પેટ ભરેલું હોવાથી જંકફૂડની ઈચ્છા ઓછી થાય છે.

મીઠી વસ્તુ ઓછામાં ઓછી લેવી. ખાંડમાં કોઈ પ્રકારના વિટામિન કે ખનીજ નથી હોતા. આ ખાલી કેલેરનો સ્ત્રોત છે. બજારમાં મળતા પેકેટ જ્યુસ ના લેવા જોઈએ. એમાં ખાંડનું પ્રમાણ વધારે હોય છે.

image source

પેકેટ ઉપર લખેલૂ જોઈને ખાંડની માત્ર ખબર પડી જાય છે. કોલ્ડડ્રિંક માં ખાંડની માત્ર એટલી વધારે હોય છે કે તમે વિચારી પણ ના શકો. એટલે એના પર તો તરત જ રોક લગાવી દયો.

આઇસ્ક્રીમ, કેક, કુકી, બિસ્કિટ અને બેકરીની મોટા ભાગની આઈટમ મેંદો, ખાંડ અને નુકસાન કારક ફેટની બનેલી હોય છે. જો તમે ક્યારેય ઘરે કેક કે કુકી બનાવી હોય તો તમને ખબર હશે કે એમાં શું શું નાખવાનું હોય છે. એટલે એનાથી દૂરી બનાવી લેવામાજ સમજદારી છે.

image source

ડાયટિંગ ની સાથે દિનચર્યા પણ સુધારી લેવી જોઈએ જેથી પરિણામ જલ્દી મળે.

પાતળું થવા માટે ડાયટિંગ સાથે બીજું શું શું કરવું જોઈએ.

દિવસે સૂવું

image source

દિવસે સુવાનું બંધ કરી દયો. જો દિવસે સુવાની આદત છે તો એને ઓછી કરી દયો. 20 – 25 મિનિટ જપકી લેવામાં કોઈ ખરાબ વાત નથી. પણ ખાવાનું ખાઈને તરત ના સૂવું જોઈએ. દિવસમાં 2 કે 3 ક્લાક સુવાથી પેટ નીકળી આવે છે.

રાત્રે સૂવું

image source

રાત્રે પણ ખાવાનું ખાઈને તરત સૂવું ના જોઈએ. ખાવામાં અને સુવામાં વચ્ચે બે કલાકનો સમય રાખો. બની શકે તો થોડું ચાલી લ્યો. બહારના જઈ શકો તો ઘરમાં જ જેટલું ચાલી શકો એટલું ચાલો. ખાવાનું ખાઈને 5 – 10 મિનિટ વજ્રાસન કરવાથી પણ લાભ થાય છે.

મોડા સુધી જગવાનુ હોય તો શું ખાવું.

image source

મોડા સુધી જગવાનુ હોય તો ડ્રાય ફ્રૂટ, સફરજન, ટોંડ દૂધ વગેરે લઈ શકો છો પણ ચિપ્સ કે તળેલું સ્નેક્સ વગેરેથી દૂર રહો.

ભૂખ અને ક્રેવિંગ ( ખાવાની જબરદસ્ત ઈચ્છા)

image source

જ્યારે ભૂખ લાગે ત્યારે ખાવ, ક્રેવિંગ થાય ત્યારે નહિ. ભૂખ અને ક્રેવિંગ માં ફર્ક હોય છે. અગર વજન વધારે છે તો ક્રેવિંગને સમજીને એના પર કંટ્રોલ કરવાની કોશિશ કરો. કેમકે એ આદતને કારણે હોય છે નહિ કે ભૂખને કારણે. વધારે જંકફૂડ ખાવાથી આદત પડી જાય છે પછી એની ક્રેવિંગ શરૂ થઈ જાય છે.

નાસ્તો

image source

સવારે નાસ્તો જરૂર કરવો. નાસ્તો ના કરવાથી મેટાબોલીજ્મ ધીમું પડી જાય છે અને કેલરી સારી રીતે બળતી નથી. નાસ્તો ના કરવા વાળાનો વજન વધારે વધી જાય છે. સવારે પોસ્ટીક નાસ્તો કરવાથી બહારના જંકફૂડથી બચી શકાય છે.

કસરત

image source

ડાયટિંગની સાથે હળવી કસરત જરૂર કરવી જોઈએ. ચાલવું, દોડવું, તરવું, ડાન્સ, ગેમ વગેરે જેમાં તમને મજા આવતી હોય એને દિનચર્યાનો હિસ્સો બનાવીને નિયમિત શારીરિક કસરત કરવી જોઈએ. એનાથી મેટાબોલીજ્મ સરખું રહે છે અને કેલરી બળવા ની સ્પીડ તેજ થાય છે. એનાથી ડાયટિંગનો ફાયદો ડબલ થઈ જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ