આ એક્ટ્ર્રેસે શેર કર્યો તેનો બાળપણનો ફોટો, જોઇને તમે પણ નહિં ઓળખી શકો કોણ છે

સારા અલી ખાને કરી બાળપણની ક્યૂટ ફોટો શેર, સોશિયલ મીડિયા પર થઈ રહી છે વાયરલ.

image source

સેફ અલી ખાન અને અમૃતા સિંહની લાડલી દીકરી સારા અલી ખાન સોશિયલ મીડિયામાં ખુબજ એક્ટિવ રહે છે, અને એ પોતાની પર્સનલ લાઈફ પણ અહીંયા શેર કરતી હોય છે. એવામાં હાલ તેણીએ પોતાના બાળપણના કેટલાક ક્યૂટ ફોટો પણ શેર કર્યા છે.

image source

હાલમાં તેણીએ એક ફોટો શેર કર્યો હતો. જેમાં એણે ગુલાબી રંગનું ફ્રોક પહેરેલું છે. આ ફોટો ખૂબ જૂનો છે જેમાં તે વિડીયોગ્રાફી કેમેરા પાસે ઉભી રહેલી નજર આવે છે, અને એ ખુબજ ક્યૂટ દેખાય છે.

આવા બાળપણના ફોટા એ અવાર નવાર શેર કરતી રહે છે. ઇન્સ્ટાગ્રામમાં ફોટો શેર કર્યો હતો અને સાથે કેપ્શન માં લખ્યું હતું કે “loved the sun, for many Suns.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

થોડા સમય પહેલા ભાઈ ઇબ્રાહિમ અલી ખાન સાથેનો ફોટો પણ શેર કર્યો હતો. એ ફોટો પણ ખૂબ વાયરલ થયો હતો.

જાણવી દઈએ કે સારા અલી ખાને 2020ની શરૂઆત ખૂબ જોરદાર કરી હતી. સારાએ નવા વર્ષનું વેકેશન માલદીવમાં તેના પરિવાર સાથે મનાવ્યું હતું. એ દરમિયાન ભાઈ ઇબ્રાહિમ અલી ખાન અને માતા અમૃતા સિંહ સાથે ઘણા ફોટા તેણે શેર કર્યા હતા.

image source

સારાને બાળપણના ફોટા શેર કરવા ખૂબ ગમે છે. તે બાળપણ ના ઘણા ફોટા શેર કરે છે ક્યારેક પિતા સેફ અલી ખાન સાથે તો ક્યારેક માતા અમૃતા સિંહ સાથે તો ક્યારેક ભાઈ ઇબ્રાહિમ અલી ખાન સાથેના ફોટા શેર કરતી જ રહે છે.

સારાને બાળકો સાથે પણ ખૂબ ગમે છે. તેને તૈમુર સાથે પણ ખૂબ જ વધારે સારું બોન્ડિંગ છે. અને તૈમુર સાથેના પણ ઘણી વાર ફોટા સારા અલી ખાન શેર કરે છે.

image source

સારા અલી ખાનની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો હાલમાં જ તેની આવવા વાળી ફિલ્મ ‘કુલી નંબર 1’ થી તેનું અને વરુણ ધવનનું પોસ્ટર રિલીઝ થયું હતું. આ પોસ્ટરમાં બન્ને લગ્નના પોશાકમાં નજર આવે છે. વરુણ ધવને સારા અલીને ગોદમાં ઉઠાવી છે.

બન્ને સાથે ખૂબ જ સુંદર લાગે છે. ડેવિડ ધવનની આ 45 મી ફિલ્મ છે. ડેવિડે પહેલી કુલી નંબર 1 ગોવિંદા અને કરિશ્મા કપૂર સાથે બનાવી હતી. એ ફિલ્મ લોકોએ ખૂબ વખાણી હતી.

image source

અત્યારે ડેવિડ ફરી તેની સિકવલ પર કામ કરે છે જેમાં સારા અલી મુખ્ય રોલ અદા કરી રહી છે. અને વરુણ ધવન પણ તેની સાથે લીડ એક્ટ્રેસ તરીકે કામ કરી રહ્યો છે.

image source

આ સિવાય સારા અલી ખાન ઈમ્તિયાઝ અલી ખાનની લવ આજ કલ કામ કરી રહી છે. આ ફિલ્મ માં તેની સાથે કાર્તિક આર્યન મુખ્ય રોલ માં કામ કરી રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ