શું તમારા વાળ ખરવા પાછળ ખરેખર આ કારણ છે જવાબદાર? જો ‘હા’ તો હવેથી રાખો ખાસ ધ્યાન

શું તમારા વાળ ખરવા પાછળ ક્યાંક તમારી બર્થ કંટ્રોલ પીલ તો જવાબદાર નથી ને ?

image source

ઘણા દાયકાઓથી બર્થ કંટ્રોલની એક રીત તરીકે કોન્ટ્રાસેપ્ટિવ ઓરલ પિલ્સ આજે દરેક મહિલાઓ કે જેઓ ગર્ભવતિ ન થવા માગતી હોય તેમના માટે સરળ વિકલ્પ સાબિત થઈ છે. તેને લેવાથી તેઓ ગર્ભ થતો અટકાવી શકે છે અને સાથે સાથે પોતાના માસિક ચક્રને પણ નિયમિત રાખી શકે છે.

પણ આ પ્રકારની ગર્ભનિરોધક ગોળીઓનું સેવન કેટલીક આડઅસરો પણ લઈને આવે છે. જેમાંની એક સામાન્ય અસર વાળનું ખરવું પણ છે. હવે અમે તમને એ જણાવીશું કે તમે તમારા વાળને નુકસાન થતું અટકાવવા માટે શું કરી શકો છો.

image source

પણ તે પહેલાં તમારે એ જાણવું જોઈએ કે ગર્ભ નિરોધક ગોળીઓ તમારા વાળના ગ્રોથ તેમજ તેના લોસ પર કેવી રીતે અસર કરી શકે છે.

બર્થ કંટ્રોલ પીલ્સ તમારા હોર્મોન્સ પર સીધી જ અસરક કરે છે, અને આ રીતે તમારા હોર્મોન્સમાં જ્યારે ફેરફાર થાય ત્યારે તેની સીધી જ અસર તમારી ચામડી તેમજ તમારા વાળ પર થાય છે. તમે જે કોઈ ગર્ભ નિરોધક દવા લેતા હોવ તેના પર પણ આ બધી આડઅસરો નિર્ભર કરે છે.

image source

તમારા એન્ટ્રોડન્સ હોર્મોન્સમાં વધારો થતાં તેની અસર તમારા વાળ પર થાય છે અને તમારા વાળ પાતળા થવા લાગે છે. અને આ રીતે ધીમે ધીમે તમારા વાળ ઉતરવા લાગે છે. જો તમારા શરીરમાં એન્ડ્રોજન્સ હોર્મોનનું સ્તર પહેલેથી જ વધારે હોય તો તે તમારા વાળ પર હકારાત્મક અસર પણ કરી શકે છે પણ ફરી આ બધું તમે કઈ ગોળી લઈ રહ્યા છો તેના પર આધારિત છે. આ બાબતનો બીજો એક ફાયદો એ છે કે જો તમારા ચહેરા પર કે શરીર પર વધારે વાળ ઉગતા હોય તો તેમાં પણ ઘટાડો થાય છે.

image source

આમ છતાં તમારા જીનેટીક મેકઅપ પર જ બધું આધારિત હોય છે. જો તમે સેન્સીટીવ હેર ફોલીકલ્સ ધરાવતા હોવ તો એન્ડ્રોજેનીક ગર્ભ નિરોધક ગોળીની અસર તમારા હેર ગ્રોથ પર નકારાત્મક થઈ શકે છે.

માટે જો ભવિષ્યમાં એટલે કે તમે ચાલીસી વટાવો ત્યાર બાદ તમારા માથામાં ટાલ પડવાની શરૂ થવાની હોય તો તે લક્ષણો તમને વહેલા દેખાવ લાગે છે. અને તેથી વિરુદ્ધ પણ ઘટી શકે છે જેમ કે જો તમે ઓએસ્ટ્રોજેનિક પિલ્સ લેતા હોવ તો બની શકે કે તે તમારા હેર ગ્રોથને સુધારી શકે તેને ઘેરા બનાવી શકે.

image source

ગર્ભ નિરોધક ગોળીઓ શરૂ – બંધ કે પછી બદલવાથી તેની તમારા વાળ પર આ રીતે અસર થઈ શકે છે.

જો તમે તમારી ગર્ભ નિરોધક ગોળીઓ લેવાની આદતમાં જરા સરખો પણ ફેરફાર કરો છો જેમ કે તેને લેવાની બંધ કરો, અથવા તો તેને લેવાની શરૂ કરો અથવા તો તમે ગર્ભ નિરોધક ગોળીની બ્રાન્ડ બદલો તો તેની સીધી જ અસર તમારા વાળ પર થાય છે. બની શકે કે તમારા વાળ પહેલાં કરતાં વધારે ખરવા લાગે.

image source

તમારા શરીરમા એવા ઘણા બધા હોર્મોન્સ છે જે તમારા વાળના ગ્રોથને અસર કરે છે, પણ જ્યારે તમારામાંનું ઓઇસ્ટ્રોજેનનું સ્તર નીચું આવે છે ત્યારે ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનું પ્રમાણ વધે છે. જે ડીટીએચમાં પરિવર્તિત થાય છે જેને તમે ડીહાઇડ્રોટેસ્ટોસ્ટેરોન પણ કહી શકો છો.

જે તમારી ખોપરીમાંના હેર ફોલીકલ્સને નિર્જિવ કરી દે છે. આમ તમારા વાળ પહેલા કરતા વધારે ખરવા લાગે છે. આવા સંજોગોમાં તમારે તમારા ડોક્ટરની સલાહ લેવી જોઈએ. જો કે ડોક્ટર્સ એવું પણ કહેશે કે આ સમસ્યા લાંબો સમયે નહીં રહે.

image source

તમારા વાળનો ગ્રોથ ત્રણ ચરણોમાં થાય છેઃ એનાજેન એક એક્ટિવ ગ્રોથ ફેઝ છે, કેટાજેન એક પરિવર્તનશીલ સ્ટેજ છે જ્યાં વાળ વધાવાનું બંધ થઈ જાય છે. અને ટેલોજેન એ રેસ્ટિંગ ફેઝ છે જ્યારે 100 દિવસ સુધી તમારા વાળમાં કોઈ જ વધારો નથી થતો.

પણ જ્યારે તમે ગર્ભ નિરોધક ગોળી લો છો જેમાં એન્ડ્રોજેન્સનું પ્રમાણ વધારે હોય ત્યારે તે ગોનાડોટ્રોપીન્સનું શરીરમાં સ્તર ઘટાડે છે જે તમારા હેર ગ્રોથના ફેઝ પર અસર કરે છે અને તે બદલાય છે માટે તમારા વાળ ખરવાના તો ચાલુ જ રહે છે પણ તે વધતા અટકી જાય છે. જો કે આ પિરિયડ સાવ જ ટેમ્પરરી હોય છે.

આ અસરને તમે કેવી રીતે દૂર કરી શકો છો

image source

તમારા વાળ ખરવા પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોય છે, દવા, વારસાગત, માનસિક તાણ થાઇરોઇડનું સ્તર વિગેરે વિગેરે. સામાન્ય રીતે જ્યારે તમે ગર્ભ નિરોધક ગોળી લેવાની શરૂ કરો છો તે દરમિયાન જ તેની અસર રહે છે અને ધીમે ધીમે બધું નોર્મલ થઈ જાય છે.

સૌ પ્રથમ તો તમારે એ જોવું જોઈએ કે તમારા શરીરમાં આયર્ન, વિટામીન બી અને થાઇરોઇડની સમસ્યા તો નથી ને ? જો હોય તો તેના સ્તરને સૌ પ્રથમ તો મેઇન્ટેન કરવું જોઈએ. આ ઉપરાંત જો તમારા શરીરમાંનું ડીએચટી સ્તર ઉંચુ હોય તો તમે અલગ હોર્મોનલ ટ્રીટમેન્ટ દ્વારા તેને સુધારી શકો છો.

image source

હેર ફોલની સમસ્યાને દૂર કરવા માટે સૌથી સામાન્ય જો કોઈ ટ્રીટમેન્ટ હોય તો તે છે માઇનોક્સીડીલનો ઉપયોગ અને મેસોથેરાપી અને પીઆરપી.

એવી ગર્ભ નિરોધક ગોળીઓ કે જેમાં ઓએસ્ટ્રોજનનું પ્રમાણ વધારે હોય અને એન્ટિ-એન્ડ્રોજેનિક ગુણધર્મો ધરાવતી હોય તે તમારા હેરગ્રોથને વધારે છે. તેનો ઉપયોગ ક્યારેક ક્યારેક હેરલોસની સમસ્યાને દૂર કરવા માટે પણ થાય છે. પણ તે કોઈ કાયમી ઉપાય નથી અને ના છૂટકે જ તેનો ઉપયોગ કરી શકાય.

image source

અને ડોક્ટર દ્વારા તેની ભાગ્યે જ સલાહ આપવામાં આવે છે. અને તમારે પોતે તો જાતે કોઈ દવા લેવી જ ન જોઈએ કારણ કે એક સમસ્યા સુધારતા બીજી પણ ઉભી થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ