આ લોટની રોટલી ખાવાનુ કરી દો શરૂ, અઠવાડિયામાં ઘટી જશે 4 કિલો વજન

ઘઉં નહીં પણ ખાઓ આ લોટની રોટલીઓ અઠવાડિયામાં ઘટી જશે 4 કીલો વજન

image source

આજે સમગ્ર વિશ્વમાં મેદસ્વીતાને એક પ્રકારનો રોગ ગણવામાં આવે છે કારણ કે તેમાંથી જ ઘણી બધી ગંભીર બીમારીઓનો પણ ઉદ્ભવ થતો હોય છે.

આજે વજન ઘટાડવા માટે લોકો કલાકોના કલાકો જીમમાં પસાર કરવા મજબુર બની જાય છે અને સાથ સાથે તેઓ પોતાના ડાયેટમાં પણ ફેરફાર કરતા હોય છે. પણ જો આ પરિવર્તન સમજી વિચારીને કરવામાં ન આવે તો ડાયેટીંગની કોઈ જ અસર શરીર પર દેખાતી નથી.

image source

કેટલાક લોકો તો વજન ઘટાડવા માટે રોટલી ખાવાનું પણ બંધ કરી દે છે. પણ વાસ્તવમાં હકિકત એ છે કે દરેક રાજ્યમાં બનતી અનાજની વિવિધ રોટલીઓ કે રોટલાઓ સ્વાસ્થ્ય માટે અત્યંત લાભપ્રદ છે.

ઘણા લોકોને રોટલી વગર એક દિવસ પણ નથી જતો હોતો તો તેવા લોકોને જણાવી દઈએ કે ઘઉંની રોટલીમાં પુષ્કળ કેલરીઝ હોય છે જે તમારી મેદસ્વીતા પાછળનું મુખ્ય કારણ હોઈ શકે છો. જો તમે તમારું વજન ઘટાડવા માગતા હોવ તો તમે ઘઉં ઉપરાંતનો કોઈ બીજા અનાજમાંથી બનતી રોટલી કે રોટલાનો વિકલ્પ પણ પસંદ કરી શકો છો.

મલ્ટી ગ્રેઈન લોટ

image source

આજે ઘણા બધા લોકો પોતાના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ઘઉંના લોટને છોડીને મલ્ટીગ્રેઇન લોટ પણ અપનાવ્યો છે. પણ મલ્ટીગ્રેન લોટમાં જો એક મુઠ્ઠી ચણાનો લોટ ઉમેરી દેવામાં આવે તો તમારું વજન ઝડપથી ઘટે છે. તમને જણાવી દઈ કે ચણામાં ગ્લાઇસેમિક ઇન્ડેક્સ નીચી હોય છે, જે શરીરમાં કેલરી બર્ન કરવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. તમે તમારા ઘઉંના લોટમાં પણ ચણાનો લોટ ઉમેરી શકો છો અને તેને પણ મલ્ટીગ્રેન લોટ બનાવી શકો છો.

ઘઉંમાં બ્રાન ભેળવીને ખાઓ રોટલી

image source

ઘઉંની રોટલીમાં કાર્બ્સ, આયર્ન, નિયાસિન, વિટામિન બી 6, થાયમિન અને કેલ્શિયમ ભરપૂર હોય છે, જ્યારે તેમાંથી દૂર કરી નાખવામાં આવતું બ્રાન એટલે કે ઘઉંના છોતરા અંદરનો જે સોનેરી ભાગ હોય છે તેમાં પુષ્કળ ફાયબર હોય છે. આ બન્નેને મિક્સ કરીને જો લોટ દળાવીને તેની રોટલી ખાવામાં આવે તો આંતરડાને લગતી ઘણી બધી બિમારીઓમાં તમને મદદ મળી શકે છે.

આ ઉપરાંત તમને કબજિયાત, ઉચ્ચ કોલેસ્ટ્રોલ, ડાયાબીટીસ તેમજ હાઇ બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં પણ મદદ મળે છે. આ પ્રકારના લોટમાં ફાઈબરનું પ્રમાણ વધારે હોવાથી તે લાંબા સમય સુધી પેટને ભરેલું રાખે છે અને તેના કારણે વધારે ખાવાની જરૂર નથી પડતી અને આ રીતે તમે મેદસ્વીતાથી બચી શકો છો.

સત્તુની રોટલી

image source

સત્તુનું સેવન ઉત્તર પશ્ચિમ ભારતમાં આવેલા બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં સૌથી વધાર કરવામાં આવે છે. સત્તુની રોટલીમાં સૌથી સારી બાબત એ છે કે તે સ્વાસ્થ્યને તો લાભ પહોંચાડે જ છે પણ તે ખૂબ સ્વાદિષ્ટ પણ હોય છે. સત્તુમાં પ્રોટીન પુષ્કળ હોય છે જે તમારા પેટને વધારે લાંબો સમય ભરેલું રાખવામાં મદદ કરે છે. આ રીતે તે તમને વજન ઘટાડવામાં મદદ કરે છે. માટે જો તમને હેલ્ધીની સાથે સાથે ટેસ્ટી પણ ખાવું હોય તો તમારા માટે સત્તુની રોટલીનો વિકલ્પ ઉત્તમ છે.

સોયાબીન લોટની રોટલી

image source

સોયા બીન્સમાંથી સોયાનો લોટ બનાવવામાં આવે છે જેમાં અત્યંત ઓછી ચરબી હોય છે. આ લોટમાં વિટામીન્સ તેમજ ખનીજતત્ત્વો ભરપૂર હોય છે. માત્ર તેટલું જ નહીં પણ તેમાં ઓએમેગા – 3 ફેટી એસિડ પણ હોય છે જે વેજિટેરિયન સ્રોતોમાંનું એક છે. સોયા પ્રોટીન એ સ્ત્રીઓ માટે ખુબ લાભપ્રદ માનવામાં આવે છે જે રજોનિવૃત્તિના સમયમાંથી પસાર થઈ રહી હોય. સોયાની બનેલી રોટલી વૃદ્ધ મહિલાઓ માટે પણ ઘણી સારી હોય છે.

જવની રોટલી

image source

જવના લોટમાં ઓગળીજાય તેવું પ્રોટીન હોય છે. આ લોટની રોટલી ખાવાથી પેટ લાંબો સમય સુધી ભરેલું લાગે છે. કારણ કે તેમાં ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે. જવની રોટલી વજન ઘટાડવામાં મદદ કરે છે. જો તમને વારંવાર ભૂખ લાગતી હોય તો તમારે જવની રોટલી ખાવી જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ