ભૂખથી તરફડિયા મારી રહેલા જાનવરોને બચાવવા ઓસ્ટ્રેલિયન સરકારે અપનાવી આ ટેકનિક, જોઇ લો તસવીરો

ભૂખથી તરફડિયા મારી રહેલા જાનવરોને બચાવવા ઓસ્ટ્રેલિયન સરકારનો નવો નૂસખો – જુઓ તસ્વીરો

ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી ભીષણ આગે સમગ્ર જગતને હચમચાવી મુક્યું છે અને પૃથ્વીની સંભાળ માટે વિચાર કરતાં મૂકી દીધા છે. હાલ પણ ઓસ્ટ્રેલિયામાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો નથી. જો કે વરસાદ આવતા ઘણી રાહત મળી છે. અને કૂદરતની કૃપાથી બળેલા જંગલોમાં પણ વનસ્પતિ પુનઃ ઉગવા લાગી છે. બળી ગેયલા વૃક્ષો પર નવી કૂંપણો ફૂટવા લાગી છે.

image source

પણ આ આગમાં લગભગ 50 કરોડ પ્રાણીઓ બળીને અથવા તો ધૂમાડાથી રુંધાઈને મૃત્યુ પામ્યા છે, પણ બચી ગયેલા પ્રાણીઓને બચાવવા માટે ઓસ્ટ્રેલિયન સરકાર ખૂબ મહેનત કરી રહી છે. અહીંની ફાયર બ્રીગેટ તેમજ સ્થાનિક લોકો પ્રાણીઓને બચાવવાનો ભરપૂર પ્રયાસ કરી રહ્યા છે.

image source

આગળ જણાવ્યું તે પ્રમાણે આ આગમાં કરોડો પ્રાણીઓ મૃત્યુ પામ્યા છે પણ જે બચી ગયા છે તેમને નવજીવન આપવાનું કામ હાલ પુરજોશમાં ચાલી રહ્યું છે, હાલ આ બચી ગયેલા પ્રાણીઓ માટે મુખ્ય સમસ્યા ખોરાકની છે કે તેમના માટે બળેલા જંગલોમાં ખોરાક ઉપલબ્ધ નથી અને માટે તેઓ આગમાં ન મર્યા તો ભૂખથી મરી જશે તેવા સંજોગો ઉભા થયા છે.

image source

અને માટે જ આ બચી ગયેલા પ્રાણીઓના જીવને બચાવવા માટે ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સની સરકારે હેલિકોપ્ટર દ્વારા જાનવરો માટે ખોરાક ફેંકી રહી છે અને આ રીતે તેમણે તેમને બચાવવાનું બીડુ ઝડપ્યું છે. અને સરકાર દ્વારા હેલીકોપ્ટરમાંથી ગાજર અને શક્કરિયા ફેંકવામાં આવી રહ્યા છે.

આ તસ્વીરમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે બીચારા ખોરાક માટે તલસી રહેલા પ્રાણીઓ ગાજર ખાઈ રહ્યા છે.

image source

ઓસ્ટ્રેલિયન સરકારના એમપીએ પોતાના ટ્વીટર અકાઉન્ટ પર એક તસ્વીર શેર કરી છે જેમાં આગથી ત્રસ્ત એક પ્રાણી હેલીકોપ્ટરથી ફેંકવામાં આવેલા ગાજરને ખાઈ રહ્યું છે.

આ તસ્વીરમા તમે જોઈ રહ્યા છો કે કર્મચારીઓ ગાજરથી ભરેલા અસંખ્ય ખોખાઓ હેલીકોપ્ટર પર ચડાવી રહ્યા છે.

image source

ઓસ્ટ્રેલિયાના જંગલોમાં જોવા મળતા વાલાબીઇઝ પ્રાણી આગથી ત્રસ્ત થઈ ગયા છે કારણ કે બળી ગયેલા જંગલોમાં તેમના અસ્તિત્વને ટકાવી રાખવા પુરતો પણ ખોરાક નથી બચ્યો અને હવે તેઓ માત્ર માનવજાતિની દયા પર જ નિર્ભર છે.

image source

આ તસ્વિર તમને વિચારવા મજબૂર કરી મુકે તેવી છે. અહીં તમે જોઈ શકો છો કે એક તસ્વીરમાં હરિયાળા જંગલ વચ્ચે થઈને સુંદર મજાનો રસ્તો પસાર થઈ રહ્યો છે. અને તેની બાજુની તસ્વીરમાં તમે તે જ રસ્તાને ભસ્મિભૂત થઈ ગયેલા જંગલો વચ્ચેથી પસાર થતો જોઈ શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ