ખોરાકમાં આ રીતે કરી દો ખાંડનો ઉપયોગ ઓછો, થશે અનેક ફાયદાઓ

રીફાઇન્ડ શુગર એટલે કે બજારમાં મળતી પ્રોસેસ્ડ શુગરના વિકલ્પો જાણી તમારા જીવનને સ્વસ્થ બનાવો

image source

જ્યારે તમારા સ્વાસ્થ્યની વાત આવે કે પછી તમારા વજન વધારાની વાત આવે ત્યારે ખાંડ એ મહત્ત્વનો ભાગ ભજવે છે. ખાંડથી સ્વાસ્થ્યને ઘણા બધા નુકસાન થાય છે, જેમાં વજન વધારો, મેદસ્વીતા, દાતનો સડો, ઉચ્ચ રક્તચાપ, હૃદયને લગતાં રોગો અને ઘણા બધી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સમાવેશ થાય છે.

માટે તમારે બને ત્યાં સુધી તમારા ખોરાકમાં ઓછી ખાંડ લેવી જોઈએ ખુબ જ અંકુશીત પ્રમાણમાં ખાંડનો ઉપયોગ કરવો જોઈએ.

image source

પણ જો તમને ગળ્યું ખૂબ પસંદ હોય અને તમે ખાંડને છોડી શકો તેમ ન હોવ તો અમે આજના આ લેખમાં ખાંડના કેટલાક સ્વસ્થ વિકલ્પો લઈને આવ્યા છે જે તમારા શરીરને તેમજ તમારી ગળપણની લાલચને સ્વસ્થ રીતે પૂરી કરશે. તો ચાલો જાણીએ આ વિકલ્પો વિષે.

સ્પ્લેન્ડા સ્પ્લેન્ડા (સુક્રાલોઝ)

image source

આ કૃત્રિમ તત્ત્વ ખાંડ કરતાં 600 ગણું વધારે ગળ્યું હોય છે, પણ તેની સૌથી સારી બાબત એ છે કે તેમાં કોઈ જ કેલરી નથી હોતી. માટે જે લોકો વજન ઘટાડવાનો પ્રયાસ કરતા હોય તેમના માટે તે ઉત્તમ છે અથવા જે લોકોને ડાયાબીટીસની સમસ્યા હોય તેમના માટે પણ તે યોગ્ય છે.

તેને ઉપયોગ કેવી રીતે કરવોઃ

image source

સ્પ્લેન્ડા સ્પ્લેન્ડાની બજારમાં ઘણી બધી વેરાયટીઓ ઉપલબ્ધ છે. સુગર સુક્રાલોઝ નામનું મિશ્રણ પણ મળે છે જે ખાસ કરીને બેકિંગમાં વપરાય છે.

સુક્રાલોઝ એ હૃદય માટે પણ યોગ્ય છે અને તેનો ઉપયોગ તમે રાંધતી વખતે તેમજ કેટલાક પીણા બનાવવામાં પણ કરી શકો છો. તેમ છતાં તમારે તેનો ઉપયોગ મર્યાદીત જ કરવો કારણ કે તે ખાંડ કરતાં અત્યંત વધારે ગળ્યું હોય છે.

મોન્ક ફ્રૂટ એક્સ્ટ્રેક્ટઃ

image source

મોન્ક ફ્રુટ સત્વ એ સાદી ખાંડની સરખામણીએ 150-200 ગણું વધારે ગળ્યું હોય છે. તેમાં કેલરીનુ પ્રમણ પણ ઓછું હોય છે. આ સિવાય તમારે તેને વધારે પ્રમાણમાં વાપરવાની જરૂર પણ નથી પડતી.

જો કે તેને કેટલીક હદે પ્રોસેસ્ડ પણ કરવામાં આવે છે અને તેમાં બીજા સ્વીટનર જેમ કે ખાંડનો પણ ઉપયોગ કરવામાં આવે છે માટે તેને ખરીદતી વખતે તેની ગુણવત્તા વિષે ચકાસવું જરૂરી છે.

કેવી રીતે વાપરવું મોન્ક ફ્રુટ એક્સ્ટ્રેક્ટઃ

image source

તેને તમે સામાન્ય ખાંડની જેમ તમારી ચા, કોફી, શરબત, બેક્ડ વાનગીઓ તેમજ મીઠાઈઓમાં વાપરી શકો છો.

મધઃ

image source

મધ એ એક કુદરતી મીઠાશ આપતું કુદરતી તત્ત્વ છે. તેને મધમાખીઓ ફુલના મધુરસને ચૂંસીને બનાવે છે. કાચા મધમાં ઓછા પ્રમાણમાં પ્રોક્ટોઝ હોય છે અને તે કુદરતનું સૌથી સ્વસ્થ સ્વીટનર એટલે કે મીઠાશ આપતું તત્ત્વ છે. આ ઉપરાંત મધમાં પુષ્કળ પ્રમાણમાં પોષકતત્ત્વો, એન્ટિ-માઇક્રોબીયલ, એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણધર્મો પણ હોય છે.

કેવી રીતે કરવો મધનો ઉપયોગઃ

image source

મધનો ઉપયોગ તમે સ્મુધીઝ, વિવિધ પ્રકારના શેક્સ, જ્યુસ, બેક્ડ વાનગીઓ, સોસ તેમજ સલાડના ડ્રેસીંગ પર કરી શકો છો.

ડેટ ફ્રુટ પેસ્ટ (ખજૂરની પેસ્ટ)

image source

ખજૂરમાં ભરપૂર પ્રમાણમાં પોષકતત્ત્વો હોય છે. તેમાં પુષ્કળ ખનીજતત્ત્વ તેમજ વિટામીન્સ સમાયેલા હોય છે. તેમાં ઘણી બધી કેલરી પણ હોય છે પણ સાથે સાથે તેમાં ફાઇબરનું પ્રમાણ પણ વધારે હોય છે.

અને તેમાં એન્ટિઓક્સિડન્ટ્સ પણ ભરપૂર હોય છે જે શરીરમાં રહેલા મુક્ત કણો સામે લડે છે. ખજૂરની પેસ્ટનો ઉપયોગ તમે ખાંડની જગ્યાએ કરી શકો છો.

કેવી રીતે કરવો ખજૂરની પેસ્ટનો ઉપયોગઃ

image source

ખજૂરની પેસ્ટનો ઉપયોગ કરવા માટે તમારે એક કપ ખજૂરને થોડીવાર માટે હુંફાળા પાણીમાં પલાળી રાખવી અને ત્યાર બાદ તેની પેસ્ટ બનાવી લેવી. આ પેસ્ટને તમારે રેગ્યુલર ખાંડની જગ્યાએ વાપરવી.

આ પેસ્ટને તમે સ્મુધીઝ તેમજ બેક્ડ વાનગીઓમાં વાપરી શકો છો આ ઉપારંત તમે તેનો સલાડમાં તેમજ સોસમાં પણ ઉપયોગ કરીશકો છો. ખજૂર ખાંડ કરતાં પણ વધારે ગળી હોય છે, પણ તેમાં કેલરીનું પ્રમાણ હોવાથી તેનો ઉપયોગ મર્યાદીત કરવો જોઈએ.

કોકોનટ શુગરઃ

image source

આ ખાંડ નાળિયેરમાંથી બનાવવામાં આવે છે અને તેને તો બોલીવૂડની હેલ્થ કોન્શિયલ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી પણ પ્રમોટ કરે છે કારણ કે તે સામાન્ય ખાંડ કરતાં ક્યાંય વધારે પોષણ ધરાવે છે. તેની ગ્લાસેમિક ઇન્ડેક્સ પણ નીચી હોય છે. જો કે ડાયાબીટીક્સે તેનો ઉપયોગ કરતાં પહેલાં ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

image source

કેવી રીતે કરવો કોકોનટ શુગરનો ઉપયોગઃ

કોકોનટ શુગરનો ઉપયોગ તમે વ્હાઇટ શુગરની જેમ જ કરી શકો છો. તેને તમે ઓનલાઈન મંગાવી શકો છો. તે તમને પાઉડરના ફોર્મમાં મળે છે.

સુનેટ (એસલ્ફેમ પોટેશિયમ)

image source

તે એક પ્રકારનું કૃત્રિમ સ્વિટનર છે, પણ તેનાથી તમારા દાતને કોઈ જ નુકસાન નથી થતું કે તે તમારા બ્લડ સુગર લેવલને પણ ઉંચુ નથી કરતું, અને તેની સૌથી સારી વાત એ છે કે તેમાં કોઈ જ કેલરી નથી હોતી.

તેમ છતાં, એ સલાહપૂર્ણ રહેશે કે તેનો ઉપયોગ મર્યાદીત કરવો જેથી કરીને તમારા સ્વાસ્થ્યને નુકસાન ન થાય. અને FDAના નિયમોને અનુસરીને તેને દીવસની અમુક ચોક્કસ માત્રમાં જ લેવું જોઈએ.

તેનો ઉપયોગ કેવી રીતે કરવોઃ

image source

તે ખાંડ કરતાં 200 ગણું વધારો ગળ્યું હોય છે અને માટે તમારી રેગ્યુલર ખાંડ કરતાં તમારે તેનો ઉપયોગ ખુબ જ ઓછા પ્રમાણમાં કરવાનો હોય છે. તેને તમે રોજિંદા વપરાશમાં લઈ શકો છો. રાંધતી વખતે, ઉપરથી ઉમેરતી વખતે ગમે તેમ તેનો વપરાશ કરી શકો છો.

એગેવ નેક્ટરઃ

image source

આ એક લોકપ્રિય વિકલ્પ છે જેનો ઉપયોગ ઘણા બધા હેલ્થ કોન્શિયસ લોકો હાલ કરી રહ્યા છે. એગેવમાં નીમ્ન ગ્લાઇસેમિક ઇન્ડેક્સ હોય છે, પણ તે ઇન્સુલીનને સ્પાઇક કરે છે. તેમાં ફ્રોક્ટસ ઉચ્ચ પ્રમાણમાં હોય છે અને એગેવને મર્યાદિત માત્રામાં લેવું જોઈએ. વધારે પ્રમાણમાં તેનું સેવન કરવાથી તમારું વજન વધી શકે છે.

કેવી રીતે કરવો એગેવનો ઉપયોગઃ

image source

એગેવ ખાંડ કરતાં વધારે મીઠું હોય છે અને તેની શેલ્ફ લાઇફ પણ વધારે હોય છે. તેનો ઉપયોગ તમે લગભગ બધા જ ખોરાકમાં ખાંડની જગ્યાએ કરી શકો છો. એગેવનો સ્વાદ મધ જેવો હોય છે અને સારી વાત એ છે કે તેનો આફ્ટર ટેસ્ટ કડવો નથી હોતો.

સ્ટેવિયા એક્સ્ટ્રેક્ટઃ

image source

સ્ટેવિયા એક્સ્ટ્રેક્ટ એટલે કે આસવને સ્ટેવિયાના પાંદડાંમાંથી લેવામાં આવે છે અને તેમાં પણ કેલરી શૂન્ય હોય છે અને માટે જ તે ડાયાબીટીક પેશન્ટ માટે એક યોગ્ય વિકલ્પ છે. આ ઉપરાંત તે મેદસ્વીતા માટે કારણરૂપ નહીં રહે કે તેનાથી તમારું વજન પણ નહીં વધે.

image source

સ્ટેવિયા તમારા મગજના સ્વાસ્થ્યને પણ સુધારે છે. જો તમે તેની મીઠાશની વાત કરશો તો તે ખાંડ કરતાં ઘણું ગળ્યું હોય છે, માટે તમારે તેને ઓછા પ્રમાણમાં વાપરવું જોઈએ. આ વિકલ્પનું એક નકારાત્મક પાસુ એ છે કે તેનો એક આફ્ટર ટેસ્ટ હોય છે જેનાથી તમારે ટેવાવું પડે છે જો કે તે વધારે અસર નથી કરતો.

તેનો ઉપયોગ કેવી રીતે કરવોઃ

image source

સ્ટેવિયાના પાનમાંથી તેના આસવને કાઢવામાં આવે છે.અને તે માર્કેટમાં ડ્રાઇ સ્વરૂપમાં મળે છે અથવા તો પાઉડર અથવા તો પેલેટના ફોર્મમાં મળે છે. તમે કોઈ પણ નો ઉપયોગ કરી શકો છો.

ખોરાકમાં આ રીતે કરો ખાંડનો ઘટાડો

image source

– ચોકલેટની જગ્યાએ સુકો મેવો ખાવાનું રાખોઃ જો તમને ચોકલેટ, કેન્ડી ખુબ ભાવતી હોય અથવા તો મીઠાઈની દુકાને મળતી મીઠાઈઓ પણ તો તેની જગ્યાએ તમારે ડ્રાઇફ્રુટ મિક્સ મીઠાઈઓ તેમજ ચોકલેટ ખાવા જોઈએ.

– ખાંડ નહીં ખાવા માટે તમારા મગજ તેમજ મનને તૈયાર કરો અને પોતાની મીઠું ખાવાની લાલચ પર કાબુ રાખતા શીખો.

image source

– પેક્ડ ખોરાક ખાતી વખતે હંમેશા લેબલ તપાસોઃ પેક્ડ ફૂડમાં પણ ઘણા બધા પ્રમાણાં છૂપી શર્કરા રહેલી હોય છે માટે પેકેટમાં બંધ થયેલા ખોરાકને ખાતા પહેલાં તેનું કન્ટેન્ટ પણ ચકાસવું જોઈએ. હંમેશા શુગર ફ્રી અથવા તો નો-એડેડ શુગરવાળી પ્રોડક્ટ જ પસંદ કરો.

image source

– વધારે ફ્રૂટ ખાવાનું રાખોઃ ફળોમાં ખાંડ કુદરતી સ્વરૂપે મળે છે જે તમારા શરીરને સ્વસ્થ રાખે છે. આ સિવાય મીઠા ફળો ખાવાથી તમને મીઠું ખાવાનું મન પણ ઓછું થાય છે. આમ કુદરતી રીતે તમે તમારી મીઠુ ખાવાની લાલચને સંતોષી શકો છો. તેને તમે સિરિયલ સાથે, કોર્નફ્લેક્સ કેપછી ઓટ્સ કે પછી સલાડ સાથે પણ ખાઈ શકો છો.

image source

– જ્યારે તમને કંઈક મીઠું ખાવાનું મન થાય ત્યારે તમારે યોગા બાર અથવા તો હેલ્થબાર લેવું જોઈએ જે તમારી મીઠું ખાવાની લાલચને સંતોષશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ