જ્યારે ભારે નુકશાન વેઠીને પૈસાની તંગીનો શિકાર બન્યા હતા આ બોલીવુડ સેલેબ્સ

બોલીવુડમાં સ્ટાર્સ એક ફિલ્મમાં એટલું કમાઈ લે છે કે એક સામાન્ય માણસ પોતાની આખી જિંદગીમાં પણ ન કમાઈ શકે, પણ આટલા પૈસા કમાયા પછી પણ બૉલીવુડ સ્ટાર્સની હાલત રોડ પર આવવા જેવી થઈ જાય તો એ વિચારવા જેવી વાત છે. અભિનેતા રાજ કપુરથી લઈને અમિતાભ બચ્ચન સુધી એકે ઘણા બોલિવુડના કલાકારો છે જે પોતાની એક મોટી કમાણી ખોઈ ચુક્યા છે. આજે અમે તમને એ સેલેબ્સ વિશે જણાવીશું જેમને મોટા પ્રમાણમાં પૈસા ખોવાની વાત કહી છે.

અમિતાભ બચ્ચન

image source

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન પાસે આજના સમયમાં કોઈ જ વસ્તુની કમી નથી પણ એમની જિંદગીમાં એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે એમની હાલત રોડ પર આવી જવાય એવી થઈ ગઈ હતી.વર્ષ 2000માં બિગ બીએ પોતાના બ્લોગમાં લખ્યું હતું કે દુનિયા નવા વર્ષનું જશન મનાવી રહી છે અને હું મારી બરબાદીનું જશન મનાવી રહ્યો છું. તમનર જણાવી દઈએ કે એ દરમિયાન અમિતાભ પાસે ન તો કોઈ ફિલ્મ હતી ના પૈસા અને એમની એબીએલસી કંપની પણ ડૂબી ગઈ હતી. એટલે સુધી કે અમિતાભ ઘણા લીગલ કેસમાં પણ ફસાઈ ગયા હતા. એ સાથે જ ટેક્સ ડિપાર્ટમેન્ટ પણ રિકવરી માટે અમિતાભને એમનું ઘર આપવાની વાત કહી. પણ એના થોડા વર્ષો પછી અમિતાભને કોન બનેગા કરોડપતિ મળતા જ એમની જિંદગી ફરી એકવાર પાટા પર આવી ગઈ.

શાહરુખ ખાન.

image source

બોલિવુડના બાદશાહ શાહરુખ ખાનને પણ ફાઇનાન્સ પ્રોબ્લમનો સામનો કરવો પડ્યો હતો. આ વાત એ દિવસોની છે જ્યારે વર્ષ 2010માં શાહરુખની સૌથી મોટી ફ્લોપ ફિલ્મ રાવન પર એમને ઘણા પૈસા લગાવ્યા હતા. એ પછી શાહરૂખે જાતે માન્યું હતું કે રાવન ફિલ્મ પૈસા અને સમયની મોટી બરબાદી હતી.

ગોવિંદા

image source

આ લિસ્ટમાં સુપરસ્ટાર ગોવિંદાનું નામ પણ સામેલ છે. લાંબા સમય સુધી ફિલ્મ ન મળવાના કારણે ગોવિંદા કંગાલ થતા ગયા પણ પાર્ટનર જેવી બ્લોકબસ્ટર ફિલ્મ મળ્યા પછી ગોવિંદાની બધી મુસીબત સોલ્વ થઈ ગઈ. ગોવિંદાએ એક વાતચીતમાં કહ્યું હતું કે છેલ્લા 14 15 વર્ષોમાં એમને ઘણા પૈસા ઇન્ડસ્ટ્રીમાં લગાવ્યા હતા અને ઉધોગમાં એમને લગભગ 16 કરોડ રૂપિયાનું નુકશાન થયું હતું.

રાજ કપૂર.

image source

બોલિવુડના શોમેન રાજ કપૂરે ફિલ્મ મેરા નામ જોકરને બનાવવા માટે બેન્ક પાસે મોટી રકમની લોન લીધી હતી. પણ આ ફિલ્મ બોલીવુડની મોટી ફ્લોપ સાબિત થઈ અને રાજ કપૂરના બધા પૈસા ડૂબી ગયા.

જેકી શ્રોફ.

image source

બોલિવુડના જગ્ગુ દાદા આજે પણ ફિલ્મોમાં દેખાય છે પણ તેમ છતાં જેકી શ્રોફ આર્થિક તંગીમાંથી પસાર થઈ રહ્યા હતા. તમને જણાવી દઈએ કે એમને પ્રોડ્યુસર સાજીદ નડિયાદવાળા પાસે એક મોટી રકમ ઉધાર લીધી હતી. આ મેટરને લઈને સાજીદ કોર્ટમાં જવાના હતા પણ સલમાને જેકીની મદદ કરી અને સાજીદને કોર્ટ જવાથી રોક્યા એ પછી જેકીએ પોતાનો એક ફ્લેટ વેચીને સાજીદની બધી રકમ એમને પરત કરી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!