પોલીસવાળાએ સામાન્ય માણસની લારીમાંથી કરી આવી ચોરી, ઘટના સીસીટીવીમાં કેદ થતા સસ્પેન્ડ, વિડીયો જોઇને તમે પણ બોલી ઉઠશો OMG

બઠિંડા પછી પંજાબ પોલીસને હવે ફતેહગઢ સાહિબમાં પણ શરમસાર થવુ પડ્યું છે. આ વખતે, વિભાગના કર્મચારીએ એવી કરતુત કરી ચારે તરફ થુ થુ થઈ રહ્યું છે. આ વખતે એક હવાલદાર ચોરી કરતા પકડાયો છે. આ ઘટના ફતેહગઢ સાહિબમાં પ્રકાશમાં આવી છે. અહીંના પોલીસ કર્મચારીએ રોડ પર ઉભેલી એક લારીમાંથી બે વાર 4 ઇંડા ચોરી કર્યા હતા.

રેકડીવાળો તેને પકડે ત્યાં સુધીમાં તે ઓટોમાં બેસીને ભાગી ગયો. પરંતુ હવાલદારની આ કરતુત કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો એસએસપી અમનીત કૌંડલ પાસે પહોંચતાંની સાથે જ તેણે તુરંત જ તહસીલ ગાર્ડમાં પોસ્ટ કરાયેલા કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધો હતો. તે જ સમયે હવાલદાર સામે ખાતાકીય તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, છિંદાર નામનો વ્યક્તિ જ્યોતિ સ્વરૂપના વળાંક પર ઇંડા પૂરા પાડે છે. તે હંમેશની જેમ તેની રેકડી લઈને બહાર નિકળ્યો હતો. ગુરુવારે તે રસ્તાની બાજુના રેકડી ઉભી રાખીને અને ઇંડા સપ્લાય કરવા ગયો. આ સમય દરમિયાન, ત્યાં ઉભેલા એક હવાલદારે ચાર ઇંડા ચોરીને ખિસ્સામાં ના્કયા અને ઓટોમાં બેસીને ભાગી ગયો.

પરંતુ ત્યાં ઉભેલા એક વ્યક્તિએ આ ઘટનાને કેમેરામાં કેદ કરી લીધી. રેકડીવાળાના જણાવ્યા અનુસાર, તેની ટ્રેમાંથી ચાર ઇંડા ગુમ થયા હતા. તેને લોકોએ પણ હવાલદાર દ્વારા ઇંડાની ચોરી કરવાનું કહ્યું હતું. એસએસપી કૌંડલે હવાલદારને સસ્પેન્ડ કરવાની પુષ્ટિ કરતા કહ્યું કે આવા કર્મચારીઓને કોઈપણ કિંમતે બચાવવામાં નહી આવે.

SHO એ શાકભાજીની લારીને લાત મારી હતી

image source

આ પહેલા પંજાબ પોલીસની છબી ત્યારે ખરડાઈ જ્યારે કોગિડ દિશાનિર્દેશોનું પાલન કરાવતી વખતે ફગવાના સિટીના એસએચઓ નવદીપસિંહે લાત મારીને શાકભાજીની ટોપલી ફેકી દીધી હતી. એસએચઓ નવદીપસિંહને ડીજીપી દિનકર ગુપ્તાએ સસ્પેન્ડ કર્યા હતા.

image source

આ ઉપરાંત બટાલામાં થાણા સિવિલ લાઇનના એએસઆઇ રાજકુમાર ડેરા બાબા નાનક રોડ પર ગોકુવાલ ગામ સ્થિત બ્લોક પર નશો કરી લોકોને ગાળો આપી હતી અને ડીજીપી પંજાબ વિશે પણ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હચો. આ કેસની માહિતી મળતાની સાથે જ એસએસપી બટાલા રછપાલસિંહે તપાસ સિવિલ લાઇનના એસએચઓને સોંપી હતી અને એએસઆઈને સસ્પેન્ડ કર્યા હતા.

image source

તો બીજી તરફ પંજાબના બઠિંડા જિલ્લાના પોલીસ સ્ટેશન નથણા હેઠળના એક ગામમાં CIA સ્ટાફના એક ASIને લોકોએ એક મહિલા સાથે વાંધાજનક સ્થિતિમાં ઝડપ્યા હતા. પોલીસે ઘટના સ્થળે જ આરોપી એએસઆઈની ધરપકડ કરી લીધી હતી અને વિભાગે કાર્યવાહી કરી તેને સસ્પેન્ડ કર્યો હતો. જોકે આરોપીએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, તેમ છતાં વિભાગ આવા કર્મચારીઓને માફ કરવા તૈયાર નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!