ભારતના એવા ૨૯ ગામ, જ્યાં છેલ્લા પ વર્ષથી એક પણ ગુન્હો નોંધાયો નથી, કોઈએ કોર્ટ કે પોલીસ સ્ટેશનનાં પગથિયાં નથી ચડ્યા…

ભગવાન મહાવીરના બતાવેલા રસ્તે ચાલે છે અહીંના લોકો; પંચના નિર્ણયથી છેલ્લાં પાંચ વર્ષમાં એક પણ ગુન્હોં નથી નોંધાયો.

આ એક એવી બાબત છે કે જો આપ જાણશો તો પણ તેની ખરાઈ કરવા વિચારશો. જી હા, આપણાં દેશમાં એવા એક કે બે ગામ નહીં પરંતુ પૂરા ઓગણત્રીસ ગામ છે જે સંપૂર્ણપણે ગુન્હા મુક્ત છે. ત્યાં છેલ્લાં પાંચ વર્ષમાં એક પણ વાદ – વિવાદ કે ચોરી અને અન્ય ગુનાખોરીના કેસ નોંધાયા નથી.

 

View this post on Instagram

 

A post shared by Jain foundation (@jains_foundation) on

ભગવાન મહાવીરના બતાવેલા રસ્તે ચાલે છે અહીંના લોકો

બૂંદી જિલ્લામાં આ ગામ આવેલાં છે, જ્યાં તેઓ અહીંસા પરમો ધર્મ નીતિ પર ચાલે છે. ૨૦૧૪ના વર્ષથી, આ ગામોમાં અગાઉ લડાઈ, ઝઘડા અને વાદ – વિવાદ ખૂબ થતાં. પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં એવી કોઈ જ ફરિયાદ ત્યાંની સ્થાનિક કોઈ કોર્ટમાં નોંધાઈ નથી. બાકી કંઈ એવું હોય તો આ ગામોમાં, લોકો સાથે મળીને બેસીને ત્યાંના વિવાદો સાંભળી ત્યાં તેનો ન્યાય અને ઉકેલ લાવે છે.

ડાબી થાણેના પાંચ, તાલેડાનું એક, ગેંડોલીના આઠ, ઇંન્દ્રગઢના બે કાપરેનનું એક દેઈખેડાના ત્રાઆણ, લાખેરીના ત્રણ, નમાનાનું એક અને કરવરના પાંચ ગામડાંઓ છે. જ્યાં પાંચ વર્ષથી એક પણ કાનૂની કાર્યવાહી થઈ જ નથી.

આ ગામો અપરાધ મુક્ત છે, તેના કારણો

ગામને ચોરે થાય છે ન્યાય

આ ગામોના રહેવાસીઓ માને છે કે અમારા અહીંના સ્થાનિક સ્તરના કાયદાકીય પ્રશ્નો અને સમસ્યઓનું નિવારણ અંદરોઅંદર જ પતી જાય તો સમય અને નાણાં બંનેનો ખર્ચ બચી જાય છે. તેઓ ગામના વચ્ચે આવેલ ચોરા પર બેસીને પંચ નીમી લે છે અને નિર્ણયો ત્યાં જ પતાવી લે છે.

તેઓ કહે છે આ આપણી ભારતીય સદીઓ જૂની પરંપરાને અપનાવી છે. તેનાથી સંબંધોમાં કોઈ કડવાશ નથી રહેતી અને ભાઈચારો જળવાઈ રહે છે.

૪૦૦ની વસ્તીવાળું ગામ છે તમાકુ મુક્ત

જજાવરન માતાજીને માનનારા ઝોંપડાં ગામના લોકો સદીઓથી મહાવીર ભગવાનના બતાવેલા રસ્તે ચાલે છે. ત્યાંના લોકો સદીઓથી હુક્કા, બીડી, સિગરેટ, તમાકુ, ગુટાખા વેંચવાનું તો દૂર તેનો સ્પર્શ કરવો પણ દેવીય અપરાધ અને પાપ માને છે. આ ગામની વસતી માત્ર ૪૦૦ લોકો જેટલી છે. ત્યાં કોઈ જ તમાકુનું સેવન નથી કરતા. મહેમાન પણ કોઈ આવેને તો આ ગમમાં પ્રવેશીને તેઓ જાતેજ તમાકુ ખવાનું બંધ કરી દે છે.

તમાકુથી થાય છે કષ્ટ

અહીંના સ્થાનિક લોકો માને છે કે તમાકુંનું જો ખવાઈ જાય ભૂલથી તો પણ દેવીના પ્રતાપની શક્તિ એવી છે કે શરીરને કોઈને કોઈ રીતે કષ્ઠ પડે છે. તેઓ માને છે આ રીતે જાણે દેવી શ્રાપ આપે છે.

માંસ – શરાબનું વેંચાણ મહાવીર જયંતિના દિવસે બંધ

અહીં મહાવીર જયંતિનું ખૂબ મહત્વ છે. ત્યારે આખા જિલ્લામાં માંસ અને શરાબના વેંચાણમાં એક દિવસનો પ્રતિબંધ હોય છે. આ ત્યાંના સ્થાનિક પંચનો નિર્ણય છે. જો કોઈ વેંચે તો પણ તેને સમજાવીને ન પડાય છે. અહીં લોકો સ્વયં શિસ્તથી જાતે જ આ તહેવારે દૂકાનો બંધ રાખે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ