ભારત બંધને કારણે ભારતીય રેલવેએ રદ કરી દીધી અનેક ટ્રેનો, તો વળી ઘણી ટ્રેનોના બદલી નાંખ્યા રૂટ, જોઇ લો આ લિસ્ટ

ભારતીય રેલવે પર ભારત બંધની ગંભીર અસર, આટલી ટ્રેનો રદ અને આટલીના રૂટ બદલ્યાં

હાલમાં ખેડૂતો પોતાની માંગણી સાથે ટટ્ટાર ઉભા છે અને સરકારને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેન્દ્રના નવા કૃષિ કાયદાઓની વિરુદ્ધ ખેડૂત આંદોલન ચલાવી રહ્યા છે. આ આંદોલનમાં પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ સહિત અનેક રાજ્યોના ખેડૂતો સામેલ થયા છે. એ જ અરસામાં ખેડૂતોએ આજે 8 ડિસેમ્બરે ભારત બંધ નું એલાન આપ્યું છે.

image source

ખેડૂતોના વિરોધ પ્રદર્શનને જોતાં ભારતીય રેલવેએ કેટલીક ટ્રેનોને રદ કરી દીધી છે તો કેટલાકના રૂટ ડાઇવર્ટ કરી દીધા છે. બીજી તરફ, કેટલીક ટ્રેનોને આંશિક કરી રદ પણ કરી દેવામાં આવી છે. તો તમારે આ વિશે ખાસ જાણી લેવું જોઈએ કે કઈ ટ્રેન શરૂ છે અને કઈ બંધ છે. કારણ કે તમને પણ બહાર જતાં હોય તો મુશ્કેલી પડી શકે છે.

image source

વિગતે વાત કરવામાં આવે તો રેલવેએ અજમેરથી અમૃતસર જનારી ટ્રેન નંબર 09613 સ્પેશલ એક્સપ્રેસ ટ્રેન 8 ડિસેમ્બરે રદ કરી દીધી છે. બીજી તરફ, અમૃતસરથી અજમેર પરત ફરનારી ટ્રેન નંબર 09612 સ્પેશલ એક્સપ્રેસ ટ્રેન 9 ડિસેમ્બરે રદ રહેશે. રેલવેએ જણાવ્યું કે ડિબ્રૂગઢથી અમૃતસર જનારી ટ્રેન નંબર 05211 સ્પેશલ એક્સપ્રેસ ટ્રેન 8 ડિસેમ્બરે અને ડિબ્રૂગઢથી પરત ફરનારી ટ્રેન નંબર 05212 સ્પેશલ એક્સપ્રેસ ટ્રેન 10 ડિસેમ્બરે રદ રહેશે. આ ઉપરાંત અમૃતસર-જયનગર એક્સપ્રેસ (04650) ટ્રેન 8 ડિસેમ્બરે ડ્રાઇવર્ટ કરી દેવામાં આવી છે. તો આ સાથે જ બીજી ઘણી ટ્રેન આશિંક રીતે રદ પણ કરવામાં આવી છે. તો અહીં જુઓ એવી ટ્રેનોનું લિસ્ટ કે જે આંશિક રીતે રદ રહેશે

  • નાંદેડ-અમૃતસર એક્સપ્રેસ (02715) સ્પેશલ ટ્રેન 8 ડિસેમ્બરે નવી દિલ્હીમાં જ ટર્મિનેટ થઈ જશે.
  • 10 ડિસેમ્બરે અમૃતસર-નાંદેડ એક્સપ્રેસ (02716) નવી દિલ્હીથી જ શરૂ થશે.
  • બાંદ્રા ટર્મિનસ-અમૃતસર એક્સપ્રેસ (02925) સ્પેશલ ટ્રેન 8 ડિસેમ્બરે ચંદીગઢમાં જ ટર્મિનેટ થઈ જશે.
  • અમૃતસર-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ (02926) સ્પેશલ ટ્રેન 10 ડિસેમ્બરે ચંદીગઢથી જ શરુ થશે.
  • જયનગર-અમૃતસર એક્સપ્રેસ (04651) સ્પેશલ ટ્રેન 8 ડિસેમ્બરે અંબાલાથી ટર્મિનેટ થઈ જશે.
  • અમૃતસર-જયનગર એક્સપ્રેસ (04652) સ્પેશલ ટ્રેન 9 ડિસેમ્બરે અંબાલાથી જ શરૂ થશે.
  • કોલકાતા-અમૃતસર એક્સપ્રેસ (02357) સ્પેશલ ટ્રેન 8 ડિસેમ્બરે અંબાલામાં જ ટર્મિનેટ થઈ જશે.
  • અમૃતસર-કોલકાતા એક્સપ્રેસ (02358) સ્પેશલ ટ્રેન 10 ડિસેમ્બરે અંબાલાથી જ શરૂ થશે.
  • કોરબા-અમૃતસર એક્સપ્રેસ (08237) સ્પેશલ ટ્રેન 8 ડિસેમ્બરે અંબાલામાં જ ટર્મિનટ થઈ જશે.
  • અમૃતસર-કોરબા એક્સપ્રેસ (08238) સ્પેશલ ટ્રેન 10 ડિસેમ્બરે અંબાલાથી જ શરૂ થશે.
  • ડિબ્રૂગઢ-અમૃતસર એક્સપ્રેસ (05933) સ્પેશલ ટ્રેન 8 ડિસેમ્બરે અંબાલામાં જ ટર્મિનેટ થઈ જશે.
  • અમૃતસર-ડિબ્રૂગઢ એક્સપ્રેસ (05934) સ્પેશલ ટ્રેન 11 ડિસેમ્બરે અંબાલાથી જ શરૂ થશે.
image source

ઉલ્લેખનીય છે કે કૃષિ કાયદા રદ કરાવવા મુદ્દે છેલ્લા 12 દિવસથી દિલ્હીની સરહદોએ સરકાર સામે જંગે ચડેલા ખેડૂતો દ્વારા આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. સોમવારે સાંજે સિંધુ બોર્ડર ઉપર ખેડૂત નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરીને આ મુદ્દે વિગતો આપી હતી. ખેડૂત નેતા નિર્ભયસિંહ ધુડિકે જણાવ્યું હતું કે, સવારે 11 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી શાંતિપૂર્ણ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે.

image source

આટલો સમયગાળો એટલે પસંદ કરવામાં આવ્યો છે જેથી સામાન્ય નાગરિકોને મુશ્કેલી ન પડે અને અગવડ ન પડે. આ દરમિયાન શાકભાજી અને દૂધની સેવાઓને પણ અસર થવાની ચીમકી પહેલાં પણ ઉચ્ચારવામાં આવી હતી. બીજી તરફ ઇમર્જન્સી સેવાઓ અને લગ્ન કે અન્ય પ્રસંગનાં વાહનોને કોઈ અગવડ ન પડે તેની પણ સંપૂર્ણ તકેદારી રાખવાનું જણાવવામાં આવ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ