જાણો રોજ બદામ અને અખરોટ ખાવાથી કઇ-કઇ બીમારીઓ થાય છે દૂર

બદામ અને અખરોટ ક્યારે ખાવથી વધુ ફાયદો કરે

image source

સારી તબિયત કોને ન ગમે અને બિમારીઓનુ નામ સાંભળીને એકાએક બેચેની લાગવા માંડે.સારી તબિયત માટે જરૂરી છે સારુ ખાવુ-પીવુ. અને સારુ ખાવા-પીવા માટે જરૂરી છે સારુ અને સાફ ખોરાકનું સેવન કરવુ. ડોક્ટરો અને આપણા ઘરના વડિલો ઘણીવાર મુઠ્ઠી ભરીને સૂકોમેવો ખાવાનુ કહેતા હોય છે.

image source

જેમાં બદામ, કાજૂ, પિસ્તા, અખરોટ જેવા સૂકામેવાનો સમાવેશ થાય છે.આ સૂકોમેવો માત્ર શરીરને જરૂરી પોષકતત્વો જ નહી પણ આપણી તબિયત સુધારવામાં પણ મદદ કરે છે. જ્યારે વાત સૂકામેવાની આવે ત્યારે સૌથી પહેલા મગજમાં બદામ અને અખરોટ યાદ આવે. બદામ લોકોની પહેલી પસંદ છે અને લોકો જ્યારે એને મન થાય ત્યારે ખાઈ શકે છે. ઘણી જાહેરાતોમાં બદામને ગમે ત્યારે ખાઈ શકીએ એવું બતાવે છે.

image source

બધા સૂકામેવામાં ખાસ કરીને બદામમાં પ્રોટીન,ચરબી અને રેસાઓ વધુ પ્રમાણમાં હોય છે. એટલું જ નહી બદામમાં ચરબીઓ જેમકે ઓમેગા-3, મોનો પોલીઅનસેચ્યુરેટેડ્ ચરબી જે આપણા શરીર માટે ખુબ સારું હોય છે.

તમે બદામના ફાયદાઓ વિશે તો ખુબ સાંભળ્યુ જ હશે પણ શું આપ જાણો છો કે બદામ ક્યારે અને કયા સમયે ખાવી જોઇએ જેથી આપણને તેનો વધુ ફાયદો મળે. જ્યારે વાત બદામ અને અખરોટની આવે તો એ ખાવા માટે કોઇ નક્કી સમય નથી હોતો. ઘણીવાર આ સૂકામેવાઓ સાચા સમય પર ખાવાથી આપણે એનો વધારે ફાયદો મેળવી શકીએ છીએ.

image source

કઈ પરિસ્થિતિમાં અને કયારે ખાવું

1. હ્રદય સ્વાસ્થ્ય માટે

જો તમે તમારા હ્રદયને તંદુરસ્ત રાખવા માટે બદામ ખાઓ છો તો તમે દિવસમાં ગમે ત્યારે પણ કોઇ પણ સમયે ખાઈ શકો છો. પરંતુ તમારે કેટલીક સૂચનાઓ અનુસરવી પડે જેમકે મર્યાદિત માત્રાનું સેવન વગેરે…

નોંધ:- શરીરમાં જ્યારે આ ચાર તકલીફો થાય ત્યારે ભૂલથી પણ બદામ ન ખાવી જોઇએ નહિતર તબિયત સુધરે નહી બગડે છે.

image source

2. અંગબળનું પ્રદર્શનને વધારવા માટે

જો તમારે તમારું અંગબળ પ્રદર્શન વધુ સારું બનાવવુ હોય તો બદામ ખાઓ અને દરેક કસરત પછી મુઠ્ઠી ભરીને બદામ ખાવી જ જોઇએ. જો તમે સવારે કસરત કરો તો ફક્ત સવારે જ બદામ ખાવી જોઇએ અને જો તમે સાંજે કસરત કરો તો ફક્ત સાંજે જ બદામ ખાવી જોઇએ.

image source

3. વજન નિયંત્રણ માટે

જો તમે વજન વધારવા કે ઘટાડવા માટે બદામ ખાઓ છો તો તમારે એને માટે ખાસ બદામ ખાવાની જરૂર નથી. તમે કોઇપણ સમયે બદામ અથવા અખરોટ ખાઇ શકો છો. જો તમને જમ્યા પછી ભૂખ લાગે તો તમે બદામ અને અખરોટને તમારો નાસ્તો બનાવી શકો છો. એ તમારું પેટ ભરેલું રાખશે અને તમને સંતોષ અનુભવાશે.

• નોંધ:- કાચી નહી પણ રાત્રે પલાળીને બદામ ખાવી જેનાથી તમારામાં પોષકતત્વો વધી જશે અને આ પાંચ ફાયદાઓ મળશે.

image source

4. સૂતા પહેલા બદામ ફાયદાકારક

જો આપણે વાત કરીએ સાંજે બદામ ખાવાની તો એ તમારા શરીર માટે થોડા ચમત્કારી ફાયદાઓ આપી શકે. રાત્રે બદામ ખાવાથી ઘણા ફાયદાઓ મળે છે જેમ કે,

• બદામમાં મેગ્નેશિયમની ભરપૂર માત્રા હોય છે જે ઉંઘ અને તેની ગુણવત્તાને સારી બનાવવામાં કામ આવે.

• મેગ્નેશિયમને લીધે રાત્રે બદામ ખાવાથી બ્લડ સુગર નિયંત્રણમાં રહે છે.

image source

• ડાયાબિટિસના દર્દીઓએ રાત્રે થોડી બદામ ખાઈને જ સૂવુ જોઇએ.

• રાત્રે બદામને પલાળીને રાખવાથી અને સવારે ઉઠીને ખાવાથી શરીરને ગજબ ફાયદાઓ મળે.

• બદામ ભૂરી છાલને કારણે ઘણાં લોકો એને પચાવી શકતા નથી એટલે એને ખાલી પેટે ખાવાથી બચવુ જોઇએ.

image source

• તમે દૂધના એક ગ્લાસની સાથે બદામને મિશ્ર કરીને બદામ શેક પણ પી શકો છો.

• બદામની છાલમાં રેસાઓ વધુ માત્રામાં હોય છે.તેથી તેને છાલ સાથે જ ખાવી જોઇએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ