આપણે લોકો જેને વર્ષોથી અંધવિશ્વાસ માનતા આવ્યા છીએ તેની પાછળ શું છે સત્ય હકીકત જાણો

આપણે જે વર્ષોથી અંધવિશ્વાસ માનતા આવ્યા છીએ તેની પાછળની સત્ય હકીકત જાણો.

image source

ભારત એક એવો દેશ છે જેમાં અંધવિશ્વાસને વધારે માનવામાં આવે છે. પછી એ કોઈ સારી બાબત નથી એ જાણવા છતાં લોકો આવી અંધશ્રદ્ધામાં વધારે માને છે. ખાસ કરીને સ્ત્રીઓ તેમાં વધારે વિશ્વાસ રાખતી હોય છે. તમને જણાવી દઈએ કે દરેક અંધવિશ્વાસને માનવા પાછળ કોઈને કોઈ કારણ જરૂર હોય છે.

image source

આજે આવીજ ભારતમાં ચાલતી આવતી અંધશ્રદ્ધાઓ વિશે જણાવીશું જેને જાણીને તમને અંધવિશ્વાસ પાછળની સત્ય હકીકત જાણવા મળશે.

1) બિલાડીનો રસ્તો કાપવો.

image source

ભારતમાં બિલાડી રસ્તો કાપે એટલે નક્કી કઈક અપશુકન થશે એવી એક અંધશ્રદ્ધા છે. અને સૌથી મોટું અંધવિશ્વાસ એ છે કે આપણા લોકો માને છે કે જો કોઈ બિલાડી રસ્તો કાપે છે તો ત્યાં રોકાઇ જવું જોઈએ અથવા તો પરત ફરી જવું જોઈએ. આવું એટલા માટે માનવામાં આવે છે કે આપણને એવું લાગે છે કે તે રસ્તાને પસાર કરવાથી આપણી સાથે કોઈ અનર્થ બની શકે છે.

આ છે સત્ય હકીકત

image source

હકીકતમાં વાત એવી છે કે પહેલાના જમાનામાં વધારે વાહનો હતા નહીં અને બસો ચાલતી નહોતી. તો એ સમયમાં આવવા-જવા માટે ઘોડા ગાડીનો ઉપયોગ કરવામાં આવતો હતો. કોઈ સમયે જો રાત્રિના બિલાડી રસ્તામાં આવી જાય તો તેને જોઈને ઘોડો ડરી જતો હતો. કારણકે બિલાડી ની આંખો રાત્રિના સમયમાં ચમકતી હોય છે.

તેવામાં ઘોડા ગાડીનો સંતુલન બગડી જતું હતું અને તેના લીધે તે ગાડીમાં બેઠેલા લોકોને ઇજા થતી હતી. પરંતુ હવે સમય બદલાઈ ચુક્યો છે પરંતુ લોકોની માન્યતાઓ આજે પણ ત્યાં જ અટકી છે.

2) લીંબુ મરચા લગાવવા

image source

શું તમે જાણો છો કે દુકાનદાર પોતાની દુકાનના મુખ્ય દ્વાર પર કે કોઈ વ્યક્તિ પોતાના ઘરના દ્વાર પર લીંબુ અને લીલું મરચું શા માટે લગાવે છે? લોકોનું માનવું છે કે અલક્ષ્‍મી નામની એક દેવી છે જે મોટા મોટા વેપારીઓ ના ઘરે ખરાબ કિસ્મત લઈને આવે છે અને તેને ભગાડવા માટે તેઓ આવું કરે છે. જેથી જ્યારે અલક્ષ્‍મી તેમનો ધંધો બગાડવા માટે આવે તો બહારથી જ લીંબુ અને મરચાના ખાઈને પ્રસન્ન થઈને પરત ફરી જાય છે અને તેમનું કોઈ નુકસાન થતું નથી.

આ છે સત્ય હકીકત

image source

આવું તો ફક્ત લોકોનું માનવું છે પરંતુ હકીકતમાં જે દોરાથી લીંબુ મરચા બાંધવામાં આવે છે, તે દોરો લીંબુ માંથી નીકળતા એસિડ ને ગ્રહણ કરી લે છે અને તેમાંથી નીકળતી સ્મેલ ને કારણે જીવ જંતુઓ દુકાનમાં આવતા નથી. આ મરચા અને લીંબુ એક કિટનાશકનું પણ કામ કરે છે. જેથી ઘરના કે દુકાનના મુખ્ય દ્વાર પર લીંબુ અને મરચા બાંધવામાં આવતા હતા. પણ આજે પણ લોકો અલક્ષ્મી વાળી અંધશ્રદ્ધાના કારણે બાંધે છે.

3) પીપળાના વૃક્ષની પૂજા

image source

તમે પીપળાના વૃક્ષની પૂજા થતી ઘણી વખત જોઈ હશે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે પીપળાના વૃક્ષની પૂજા શા માટે કરવામાં આવે છે? લોકોની માન્યતા એવી છેકે પીપળાના વૃક્ષની પૂજા કરવાથી પોતાના પતિની ઉંમર વધે છે.

હકીકત કઈક આવી છે.

બધા જ વૃક્ષો ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ છોડતા હોય છે. પરંતુ પીપળાનું વૃક્ષ એકમાત્ર એવું છે જે રાતના સમયે પણ આપણને શુદ્ધ ઓક્સીજન આપે છે. ફક્ત આટલું જ નહીં પરંતુ પીપળાના વૃક્ષ માંથી ઘણા પ્રકારની આયુર્વેદિક દવાઓ પણ બનાવવામાં આવે છે. એટલા માટે પીપળાનું વૃક્ષ એક ખાસ છે, જેથી લોકો તેની પૂજા કરે છે.

4) દહીં અને ખાંડનો સંબંધ

image source

ઘરેથી બહાર નિકળતા પહેલા દહીં અને ખાંડ ખાવા ખુબ જ શુભ માનવામાં આવે છે. લોકોનું માનવું છે કે તમે જે કંઈ પણ કામ માટે જઈ રહ્યા છો તેમાં સફળતા મળે છે.

હકીકત કઈક આવી છે.

તમને જણાવી દઈએ કે આવું કાંઈ હોતું નથી પરંતુ હકીકતમાં દહીં અને ખાંડ આપણા પેટમાં થતી ગરબડને અટકાવે છે.

5) જમતી વખતે થાળી ફરતે પાણીથી ચકરડું કરવું.

image source

લગભગ આપણે બધા એ જોયું હશેકે આપણા વડવાઓ જમતી વખતે થાળી ફરતે પાણીનું ચકરડું કરે છે. કેમકે એ લોકો માને છે કે સૌથી પહેલા ખાવાનું ભગવાનને ધરી ને ખાવું જોઈએ જે હાલમાં પણ ઘણાં લોકો કરે છે.

સત્ય હકીકત કઈક આમ છે.

image source

પહેલાના સમયમાં ઘર ગાર માટીના હતા અને જમતી વખતે થાળીમાં કીડી કે અન્ય જીવજંતુ થાળીમાં ના જાય એટલે પાણીનું ચકરડું કરતા પણ હવે તો આપણે ડાઇનિંગ ટેબલમાં જમીએ છીએ અથવાતો ટાઇલ્સ વાળા ઘરમાં રહીએ છીએ એટલે પાણીનું ચકરડું કરવું જરૂરી નથી પણ હજુ પણ લોકો આ માન્યતાને ચલાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ