તમારા સ્વાસ્થ્યને સ્વસ્થ રાખે છે સ્વિમિંગ, જાણો બીજા કેટલાક ફાયદાઓ વિશે

સ્વિમિંગ તમારા શરીરને સ્વસ્થ રાખવા માટે અત્યંત અસરકારક વ્યાયામ

image source

સ્વિમિંગ હૃદયને સ્વસ્થ રાખવામાં વિવિધ રીતે મદદ કરે છે

સ્વિમિંગ એક ઓલરાઉન્ડર એક્સરસાઇઝ છે તે તમારા શરીરને તો ઘટાડે જ છે પણ સાથેસાથે તે તમારા સ્નાયુઓને પણ ટોન કરે છે તે તમારા શરીરના અત્યંત મહત્તવના અંગ એવા હૃદયને પણ મજબૂત બનાવે છે.

image source

સ્વિમિંગ એક એરોબેટિક વ્યાયામ છે તે તમારા હૃદયને મજબૂત બનાવવામાં મદદ કરે છે તે હૃદયની કાર્યક્ષમતા વધારે છે જેથી કરીને તે શરીરના વિવિધ અંગો સુધી કાર્યક્ષમ રીતે લોહી પંપ કરી શકે.

બ્લડ પ્રેશરને નીચું લાવે છે સ્વિમિંગનો વ્યાયામ

ઉપર જણાવ્યું તે પ્રમાણે સ્વિમિંગ એક એરોબિક એક્સરસાઇઝ છે. તે તમારા હૃદયને મજબૂત બનાવીને ખુબ જ ઓછી મહેનતે શરીરને વધારે પ્રમાણમાં લોહી પુરુ પાડે છે.

image source

તેના માટે તમારે દિવસના માત્ર ત્રીસ જ મિનિટ સ્વિમિંગ કરવાનું રહે છે. આ એક્સરસાઇઝ તમે અઠવાડિયાના અઢિ કલાક કરશો તો તમારા હૃદયનું સ્વાસ્થ્ય કાયમ માટે જળવાઈ રહેશે.

શરીરમાં લોહીનુ ભ્રમણ સુધારે છે સ્વિમિંગ

સ્વિમિંગથી તમારા હાર્ટ રેટ સુધરે છે અને તેના કારણે તમારા સમગ્ર શરીરને પુરતા પ્રમાણમાં લોહી સતત મળ્યા કરે છે.

image source

અને આ વધેલું લોહીનું સર્ક્યુલેશન શરીરમાં ક્યાંક ખાલી ચડી જવી અથવા તો શરીરનું કોઈ એક અંગ થોડી ક્ષણો માટે સેન્સલેસ થઈ જવાની ફરિયાદ રહેતી હોય તે સદંતર દૂર કરી દે છે.

આ રીતે સ્વિમિંગ તમારા હાર્ટ રેટને સુધારે છે

હૃદય એ શરીરનું અત્યંત મહત્ત્વનો સ્નાયુ છે તમે તેને શરીરના અન્ય સ્નાયુઓની જેમ ટ્રેઇન કરી શકો છો અને મજબૂત બનાવી શકો છો.

image source

તમારું હૃદય તમારા દરેક ધબકારા સાથે વધારેમાં વધારે લોહી પંપ કરે છે, તે ઓર વધારે કાર્યક્ષમ બને છે અને શરીરને લોહી પહોંચાડે છે.

હૃદય જ્યારે આરામથી કામ કરે છે ત્યારે તેને હદય રોગનો હૂમલો થવાનો કે બીજા કોઈ રોગ થવાની શક્યતાઓ ઘટી જાય છે.

અને સ્વિમિંગ એક એવો વ્યાયામ છે જે તમારા હાર્ટ બીટના રેટને એક મિનિટના 40 સુધી નીચે લાવી શકે છે. એક વ્યક્તિનો સામાન્ય હાર્ટ રેટ 60-70 દર મિનિટે હોય છે.

image source

માટે જો તમારે વધારે લાંબુ જીવવું હોય તો તમારા હૃદયના ધબકારા ઓછા કરો. એમ પણ શાસ્ત્રોમાં કહેવાતું આવ્યું છે કે દરેક મનુષ્ય જીવ ગણતરીના શ્વાસ લઈને જન્મ્યો હોય છે.

હવે તમે જ ગણતરી કરો કે તમે એક મિનિટના 40 ધબકારા લઈને લાંબુ જીવશો કે પછી એક મિનિટના 60-70 ધબકારા લઈને ઓછું જીવવાનું પસંદ કરશો.

મેટાબોલિઝમ રેટ વધારે છે સ્વિમિંગ

image source

દીવસમાં માત્ર 30-45 મિનિટ સ્વિમિંગ કરવાથી તમારું મેટાબોલિઝમ બુસ્ટ થાય છે જે એક કલાકના સઘન વ્યાયામ સમાન છે.

અને મેટાબોલીઝમ બૂસ્ટ થવાથી તમારા શરીરની અંદર જામેલા ચરબીના થર પણ બળવા લાગશે અને આ રીતે તમે તમારું વજન સ્વસ્થ રીતે ઘટાડી શકશો.

શ્વાસોચ્છ્વાસને સુધારે છે સ્વિમિંગ

image source

એક સ્વિમર સામાન્ય માણસ કરતાં એક જ શ્વાસમાં વધારે લાંબો અને ઝડપી શ્વાસ લઈ શકે છે.

સ્વિમિંગ શરીરના લઘભગ બધા જ સ્નાયુઓને અસર કરે છે અને તે હાર્ટ રેટને પણ વધારે છે, અને આમ થવાથી તમારા ફેફસા પણ વધારે કાર્યક્ષમતાથી કામ કરે છે.

તમે જેટલું જ વધારે તરશો તેટલું તમારું બ્લડ પ્રેશર તેમજ તમારા હાર્ટ રેટ સુધરશે.

image source

તો હવે વધારે રાહ ન જોવી જો સ્વિમિંગ આવડતું હોય તો આજથી જ શરૂ કરી દો આ વ્યાયામ અને જો ન આવડતું હોય તો આજથી જ શીખવા લાગો.

આ એક્સરસાઇઝ માત્ર તમારા શરીરને જ નહીં પણ મનને પણ પ્રસન્ન રાખશે અને તમારામાં એક પ્રકારનો આત્મવિશ્વાસ જગાવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ