અમિતાભે શેર કરેલી આ પોસ્ટ વાંચી લીધી અનેક લોકોએ, જાણો એવુ તો શું લખ્યુ છે પોસ્ટમાં કે વાંચતાની સાથે જ બધા થઇ જાય છે ભાવુક

પોલેન્ડમાં પિતાને મળ્યું સમ્માન, ભાવુક થઈ અમિતાભએ શેર આ પોસ્ટ

બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન આજકાલ પોલેન્ડમાં છે. હિમાચલના ઠંડા પ્રદેશમાં શૂટિંગ કરતાં અમિતાભ બચ્ચનએ અચાનક રવિવારે ટ્વિટર પર કેટલીક તસવીરો શેર કરી હતી. પરંતુ તેમણે તે સમયે તેઓ ક્યાં ગયા છે તેના વિશે માહિતી આપી ન હતી. આ ટ્વીટ કર્યા પછી તેમણે ફરી એક ટ્વીટ કરી અને કેટલીક તસવીરો શેર કરી જેમાં તેમણે પોલેન્ડ શહેરના ફોટા શેર કર્યા છે અને ત્યાં જવાનું કારણ પણ તેમના ફોલોવર્સને જણાવ્યું છે.

image source

બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનએ હાલ યૂરોપના પોલેન્ડ શહેરની કેટલીક તસવીરો શેર કરી રહ્યા છે. તેમણે ટ્વિટર પર પોલેન્ડ શહેરની અને પોતાની તસવીરો શેર કરી ભાવુક મેસેજ શેર કર્યો છે.

અમિતાભના પિતા અને ભારતના મહાન કવિ હરિવંશ રાય બચ્ચનનું પોલેન્ડમાં સન્માન કરવામાં આવ્યું છે. અમિતાભએ પોલેન્ડ એરપોર્ટના પણ કેટલાક ફોટા શેર કર્યા હતા અને લખ્યું હતું કે, ‘આ વિદેશનો એવો દેશ છે જે પૂજ્ય બાબુજીનું સન્માન કરવા જઈ રહ્યો છે. એક દીકરા માટે આનાથી વધુ કોઈ ભાગ્યશાળી કોઈ વાત હોઈ શકે નહીં.

image source

આ ફોટા શેર કર્યાના થોડા સમય પછી તેમણે યુરોપના સૌથી જૂના ચર્ચનાં ફોટા શેર કર્યા છે. તેમાં ચર્ચની અંદરના સુંદર આર્ટ વર્ક ઉપરાંત હરિવંશ રાય બચ્ચનને શ્રદ્ધાંજલિ આપતા ફોટોગ્રાફ્સનો સમાવેશ થાય છે

image source

તેમણે પોલેન્ડના લોકો અને બિશપનો આભાર માનતા લખ્યું છે કે, ‘પોલેન્ડમાં બાબુજી માટે પ્રાર્થના કરવી … હૃદય માટે ભાવનાત્મક ક્ષણ છે … તેમની આત્માને શાંતિ મળશે.. બિશપ અને પોલેન્ડના લોકોનો આભાર, આટલા મોટા સન્માન માટે.

image source

મહત્વપૂર્ણ છે કે અમિતાભ બચ્ચને તેમના અપકમિંગ પ્રોજેક્ટની શૂટિંગ માટે સ્લોવાકિયામાં હતા. તેમણે ત્યાંની તસવીરો પણ શેર કરી હતી. વર્કફ્રંટ પર અમિતાભ બચ્ચન ટુંક સમયમાં બ્રહ્માસ્ત્ર ફિલ્મમાં જોવા મળશે. આ ઉપરાંત વર્ષ 2020માં તેમની અન્ય કેટલીક ફિલ્મો પણ આવશે. જેમાં ગુલાબો સિતાબો, ચેહરે, ઝુંડનો સમાવેશ થાય છે. જેમાંથી ચેહરે ફિલ્મ આગામી વર્ષે 20ના રોજ રિલીઝ થશે.

image source

આ ફિલ્મમાં બિગ બી સાથે ઇમરાન હાશ્મી, અન્નુ કપૂર, રિયા ચક્રવર્તી અને ક્રિસ્ટલ ડિસોઝા પણ મહત્વની ભૂમિકા ભજવશે. બોલિવૂડ ઉપરાંત બીગ બી સાઉથની 3 ફિલ્મોમાં પણ જોવા મળશે. અમિતાભ બચ્ચનએ તાજેતરમાં જ કોન બનેગા કરોડપતિનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. અમિતાભ બચ્ચન ફિલ્મોમાં એક્ટિવ રહેવાની સાથે સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ