ઘરે બનાવેલુ આ હેર કંડિશનર અને હેર પેક તમારા ડ્રાય હેરને કરી દેશે એકદમ સ્મૂધ+સિલ્કી

ડ્રાય હેરને સ્મુધ એન્ડ સિલ્કી બનાવતા કન્ડીશ્નર અને હેરપેક ઘરે જ બનાવો

image source

શિયાળો આવતાં જ ત્વચા રુક્ષ થઈ જવાની સાથે સાથે વાળ રુક્ષ થવાની ફરિયાદ માત્ર યુવતિઓને જ નહીં પણ યુવકોને પણ સતાવતી રહેતી હોય છે.

તમે તમારા વાળમાં ભલે નિયમિત તેલ નાખતા હોવ વિવિધ જાતના મસાજ કરાવતા હોવ તેમ છતાં તમારા વાળ શિયાળા દરમિયાન રુક્ષ જ રહેતા હોય અને તેના માટે તમે વિવિધ શેમ્પુનો પણ ઉપયોગ કર્યો હોય પણ તમારી સમસ્યા ત્યાંને ત્યાં જ રહી હોય તો ચિંતિત થવાની જરૂર નથી.

image source

કારણ કે આજે અમે તમારા માટે લાવ્યા છે કેટલાક હેમમેડ અને અસરકારક કન્ડીશ્નર્સની રેસીપી. જે તમારા વાળની રુક્ષતા તો દૂર કરશે જ પણ તેને સુંદર અને આકર્ષક પણ બનાવશે.

જાસૂદના ફૂલનો હેર પેક

image source

તેના માટે તમારે લાલ જાસૂદના ફૂલ અથવા તો તેના પાંદડા લઈ તેની પેસ્ટ તૈયાર કરી લેવી. હવે તેને ચાળી લેવું અને તેને એક એર ટાઇટ ડબ્બામાં ભરી લેવું.

હવે જ્યારે જ્યારે પણ તમે વાળ ધુઓ ત્યારે તમારે આ ફુલની જેલને તમારા માથા તેમજ વાળ પર મસાજ કરી લગાવી લેવી. તેના દસ મિનિટ બાદ વાળ ધોઈ લેવા.

એલેવેરા જેલ હેર પેક

image source

એલોવેરા જેલ તમારા વાળ માટે ઉત્તમ કન્ડીશ્નરનું કામ કરે છે. તેમજ તે તમારા વાળમાં કોઈ પણ જાતની ગંધ પણ નથી છોડતું.

એલેવેરા જેલ તમારા માથા અને વાળને મોઇશ્ચરાઇઝ કરે છે. આ જેલનો ઉપયોગ તમારે માથુ ધોઈ લીધા બાદ કરવો અને તે તેમજ પાંચ-દસ મિનિટ રાખ્યા બાદ હુંફાળા પાણી વડે વાળ ધોઈ લેવો.

image source

તમારા વાળની રુક્ષતા દૂર થઈ જશે અને તે શાઇની અને સ્ટ્રોંગ બનશે.

દહીંનો હેર પેક

વાળ માટે કોઈ પણ પ્રકારના દૂધના ઉત્પાદનો ખુબ જ લાભપ્રદ રહે છે. દહીં પણ તમારા વાળ પર જાણે જાદૂ જ કરી દે છે.

image source

આ હેર પેક બનાવવા માટે તમારે મેથીના દાણા અને દહીંની જરૂર પડશે. તેના માટે તમારે એકમોટો ચમચો મેથીના દાણાને એક રાત પલાળી રાખવા.

ત્યાર બાદ બીજા દીવસે તે દાણાને બે મોટા ચમચા દહીં સાથે વાટીને તેની પેસ્ટ તૈયાર કરી લેવી.

હવે આ તૈયાર થયેલી પેસ્ટને તમારે તમારા વાળ પર લગાવી લેવી. હવે તેને તેમજ એક કલાક સુધી રાખવું.

image source

હવે તેને માઇલ્ડ શેમ્પુ અથવા તો તમારી પાસે જે શેમ્પુ હોય તેને ડાઇલ્યુટ કરીને ધોઈ લેવા.

મેથી તમારા વાળને સુંદર રીતે કન્ડીશન કરશે અને તમારા વાળને અદ્ભુત રીતે ચમકીલા બનાવશે તેમજ તે તમારા માથાની ચામડીમાં જો કોઈ ઇન્ફેક્શન થયું હશે તો તેને પણ દૂર કરશે.

જ્યારે દહીં તમારા વાળમાં રહેલી રુક્ષતાને દૂર કરશે. અને તમારા વાળને ઘેરા અને મજબૂત બનાવશે.

હળદર-મીઠો લીમડો અને મહેંદીનો હેર પેક

image source

તેના માટે તમારે એક વાટકીમાં મીઠા લીંમડાનો પાઉડર, મહેંદીનો પાઉડર અને હળદર ઉમેરવા અને સાથે સાથે જીન્જેલી તેલ પણ ઉમેરવું.

હંમેશા માથુ ધોતા પહેલાં આ મિશ્રણનું માથામાં મસાજ કરવાથી તમારા વાળ રુક્ષ નહીં રહે કે તેમાં ડેન્ડ્રફ પણ નહીં થાય અને તમારા વાળ મૂળિયાથી મજબૂત બનશે.

એવોકાડો હેર પેક

image source

એક પાકેલા એવોકાડોનો માવો લેવો તેને એક ચમચી લીંબુના રસ સાથે મિક્સ કરવું સાથે સાથે એસેન્શિયલ ઓઇલના બે-ત્રણ ટીપાં પણ ઉમેરવા.

આ તૈયાર થયેલુ મિશ્રણ તમારા માટે કોઈ સ્પાથી કમ નહીં રહે. તે તમને સ્મુધ સિલ્કી અને આકર્ષક વાળ આપશે.

image source

આ સિવાય તેમાં સમાયેલા વિટામિન્સ તેમજ અન્ય પોષક તત્ત્વો તમારા વાળના ગ્રોથને પણ વધારશે. તેમજ તમારા વાળને જે નુકાસન થયું હશે તેને પણ દૂર કરશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ