તમે પણ આજે જ આ રીતે કરી લો તમારા એન્ડ્રોઇડ ફોનમાં વોલપેપર સેટ, પછી નજર કરો મોબાઇલ પર

પોતાના એન્ડ્રોઇડ ફોન પર વોલપેપર કેવી રીતે સેટ કરશો?

image source

ઘણીય વાર આપણને પોતાનો ફોટો ફોનના વોલપેપરમા મુકવો ગમતો હોય છે.

પરંતુ શું તમે તમારો કોઈ પસંદગી નો વિડીયો વોલપેપરમાં મુકવા માંગો છો?

આ આર્ટિકલમાં અમે આપણે જણાવશું એક સહેલી તરીકે કે જેની મદદથી તમે કોઈ પણ વીડિયોને તમારી હોમ સ્ક્રીન કે લોક સ્ક્રીન પર સેટ કરી શકશો.

image source

જો ટ્રેન્ડ પ્રમાણે જોવા જઈએ તો અત્યાર ના સમયમાં એન્ડ્રોઇડ સૌતી બેસ્ટ અને પ્રચલિત ઓપરેટિંગ સિસ્ટમ છે.

મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ Linux પર આધારિત છે અને તેને કસ્ટમાઇઝ પણ કરી શકાય છે.

કોઈ બીજા ઓપરેટિંગ સિસ્ટમ ની તુલનામાં આમ એપ્લિકેશનની અવેબિલીટી વધારે હોય છે. જો ગુગલ પ્લે સ્ટોરની જ વાત કરવામાં આવે તો દરેક અલગ – અલગ હેતુ માટેની એપ્લિકેશન તેમે ઉપલબ્ધ હોય છે.

image source

જો કસ્ટમાઈઝેશનની વાત કરવામાં આવે તો એન્ડ્રોઈડમાં લાઈવ વોલપેપર સેટ કરવાની સુવિધા પણ છે પરંતુ યુઝર્સ ફક્ત GIFs ને જ વોલપેપર બનાવી શકે છે.

પરંતુ જો આપ વીડિયોને પોતાના ફોનની વોલપેપર બનાવવા માંગતા હોવ તો તે ફીચર તેમાં સીધી રીતે ઉપલબ્ધ નથી પરંતુ કોઈ થર્ડ પાર્ટી એપ્લિકેશનની મદદથી તેમ કરવું શક્ય છે.

તો આ આર્ટિકલમાં અમે આપણે જણાવશું એક એવી સહેલી તરીકે જેની મદદથી વીડિયોને વોલપેપર તરીકે સેટ કરી શકાશે.

image source

એન્ડ્રોઈડમાં વિડીયો વોલપેપર કેવી રીતે સેટ કરાય?!

એક થર્ડ પાર્ટી એપ છે VideoWall જે ગુગલ પ્લે સ્ટોર પર ખુબ જ પ્રખ્યાત છે. આ એપની મદદથી તમે તમારા મનગમતા વીડિયોને વોલપેપર તરીકે સેટ કરી શકો છો.

ચાલો, સ્ટેપ બાય સ્ટેપ જાણીએ કે વિડીયો વોલપેપર કરી રીતે સેટ કરાય!

image source

સ્ટેપ ૧ – એન્ડ્રોઈડમાં વીડિયાઓને વોલપેપર બનાવવા માટે VideoWall નામની એપ્લાઈસકેશન ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો.

સ્ટેપ ૨ – તમારા ફોનના એપ ડ્રોઅર પર જઈને એપ ખોલો. સૌથી પહેલા આ એપ તમારી પાસે સ્ટોરેજ એક્સેસ પરમિશન માંગશે તો પરમિશન આપ્યા બાદ Continue કરો.

image source

સ્ટેપ ૩ – હવે તમને એપનું મેઈન ઇન્ટરફેસ જોવા મળશે જ્યાં તમારે “Video File” ઓપશન પર ક્લિક કરવાનું રહેશે અને પોતાની પસંદ નો વિડીયો પસંદ કરવાનો રહેશે.

સ્ટેપ ૪ – આગળની સ્ક્રીનમાં, તમને વિડીયો ટ્રિમ કરવાનો ઓપશન જોવા મળશે. જો આપ વીડિયોને ટ્રિમ કરવા માંગો છો તો સ્ક્રીનના નીચેના ભાગમાં આવેલા સ્લાઇડર નો ઉપયોગ કરીને વિડીયો ટ્રિમ અનુકૂળતા પ્રમાણે ટ્રિમ કરી શકો છો.

સ્ટેપ ૫ – તેના બાદ તમને વિડીયો વોલપેપર અપ્લાય કરવાનો ઓપશન દેખાશે. ત્યાં “Apply” બટન પર ક્લિક કરો.

image source

સ્ટેપ ૬ – હોમ બટનને પ્રેસ કરો. હવે તમે વિડીયો વોલપેપર જોઈ શકશો.

તો આ રીતે તમે વિડીયો વોલપેપરને તમારા સ્માર્ટફોનમાં બેકગ્રાઉન્ડ તરીકે સેટ કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ