જો ધ્યાનમાં રાખશો આ બાબત, તો નહિં બનવુ પડે ડાયાબિટીસના રોગનુ ભોગ…

સ્ત્રીઓ અને માનસિક થાક આપતી નોકરી કરતા લોકોને ડાયાબીટીસનું જોખમ વધારે !

image source

ભારતમાં ડાયાબીટીસના દર્દીઓનો ઉત્તરોત્તર વધાર થઈ રહ્યો છે. તેમાં નાનાથી લઈને જુવાન, આધેડ અને વૃદ્ધ લોકોનો પણ સમાવેશ થાય છે.

ડાયાબીટીસ શરીરમાંના લોહીમાં શર્કરાનું પ્રમાણ અસામાન્ય થાય છે. જેને કંટ્રોલ કરવા માટે સતત ઇન્સુલીનનાં ઇન્જેક્શન કે પછી ડોઝ લેવા પડે છે.ડાયાબીટીસ થવા પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોઈ શકે છે.

image source

વારસાગતબિમારી, લાઇફસ્ટાઇલ અને અન્ય કારણો, પણ તાજેતરમાં કરવામાં આવેલા એક અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે જે લોકો માનસિક તાણવાળા વાતાવરણમાં રહેતા હોય અને માનસિક શ્રમ લેતા હોય તેવા તેમજ સ્ત્રીઓ કે જે માનસિક તાણ વચ્ચે ઘર ચલાવતી હોય તેને ડાયાબીટીસનું જોખમ વધારે રહે છે.

આવા કામોમાં શિક્ષણ, શેર માર્કેટ, પરિવાર સાથેના જટીલ વ્યવહારોમાં માનસિક તાણ રહે છે જે મગજને થકવી નાખે છે અને આવા કામ કરતાં લોકોને ટાઇપ ટુ ડાયાબીટીસ થવાનું જોખમ વધારે રહે છે અને તેના કારણે અન્ય ગંભીર બીમારીઓ જેમ કે હાર્ટ એટેક, હૃદય રોગ, અંધત્વ અને કીડની ફેઈલ થવાની પણ સમસ્યા ઉભી થઈ શકે છે.

image source

આ ઉપરાંત મેદસ્વીતા અવ્યવસ્થિત ખોરાક, ખોટો અથવા વધારે પડતો વાયાયામ, સ્મોકિંગ કરતી વ્યક્તિને પણ ટાઇપ ટુ ડાયાબીટીસ થાય છે.

આ અભ્યાસ 70000 સ્ત્રીઓ પર સતત 22 વર્ષ સુધી કરવામાં આવ્યો હતો. જેમાંની 75 ટકા સ્ત્રીઓ શિક્ષણના કામમાં રોકાયેલી હતી અને તેમાંની 24 ટકા સ્ત્રીઓ પોતાના કામના કારણે માનસિક રીતેથાકી જતી હતી.

image source

આ અભ્યાસને અંતે એ જાણવા મળ્યું કે જે સ્ત્રીઓ પોતાના કામથી માનસિક રીતે થાકી જતી હતી તેમને અન્ય સ્ત્રીઓ કરતાં 21 ટકા વધારે ટાઇપ –2 ડાયાબીટીસનું જોખમ રહેલું હતું.

આ અભ્યાસમાં ભાગ લેનાર વ્યક્તિની ઉંમર, તેમની શારીરિક પ્રવૃત્તિઓના સ્તર, તેમની ખાવાની આદતો, તેમની ધુમ્રપાનની ટેવ, તેમનું બ્લડ પ્રેશર, તેમના કુટુંબનો ડાયાબિટીસનો ઇતિહાસ અને BMIને ધ્યાનમાં રાખવામાં આવ્યા હતા.

image source

આ અભ્યાસ દ્વારા ડાયાબીટીસ પાછળનું એક નવું કારણ પણ જાણવા મળ્યું છે ડાયાબીટસ માત્ર વારસાગત કે લાઇફસ્ટાઇલ કે પછી ધુમ્રપાન સિવાય પણ બીજા કારણસર થઈ શકે છે એટલે કે સતત માનસિક તાણમાં રહેવાથી પણ તમને ડાયાબીટીસ થઈ શકે છે.

આ સમસ્યા સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે જો કામના સ્થળે અને ઘરે પણ સ્ત્રીઓને સપોર્ટ મળે તો તેઓ પોતાની માનસિક તાણને હળવી કરી શકે છે.

image source

જો તમે પણ આ પ્રકારની નોકરી કરતા હોવ અથવા તો સતત માનસિક તાણના વાતાવરણમાં રહેતા હોવ તો પોતાની જાતને પ્રસન્ન રાખવાનો રસ્તો શોધો. કારણ કે તમે કંઈ તમારી જોબ અચાનક તો છોડી નથી શકતાં. પણ તમે તમારીજાતને માનસિક તાણથી દૂર રહેવા માટે થોડો ઘણો પ્રયાસ તો કરી શકો છો.

માનસિક તાણને ઓછી કરવા માટે ઉત્તમોત્તમ ઉપાય સવારના પહોરની તાજી હવામાં એક અરધા કલાકની વોક અથવા તો અરધા કલાકનો હળવો વ્યાયામ અથવા તો અરધા કલાકનો યોગાઅભ્યાસ.

image source

અને જો તે કંઈ નહીં તો પરિવાર સાથે રોજ માત્ર અરધો કલાક જ પ્રસન્નચિતે પસાર કરવાથી અથવા બાળકો સાથે રાત્રીના સમયે જમી પરવારીને કેરમ રમવું, અથવા તો સાઇકલ ચલાવવી, અથવા તો ચેસ રમવાથી પણ તમારા મગજને હળવું કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ