સંતરાની છાલને હવે ભૂલથી પણ ના ફેંકતા, કારણકે હજારો રૂપિયા ખર્ચ કરતા પણ નહિં મળે એવી સુંદરતા

કુદરતી ચમકદાર ત્વચા માટે નારંગીની છાલનો આ ઉપાય અજમાવો

image source

આપણને કૂદરત પાસેથી મળેલી દરેક વસ્તુ ઉપયોગી છે તે પછી ઝાડનું પાન હોય તેનું ફળ હોય જાડનું થડિયું હોય, ફળનો રસ હોય ફળની છાલ હોય કે ફળ વાપર્યા બાદનો ફળનો બીજ હોય.

આપણને કુદરત દ્વારા જે મળ્યું છે તેનો આપણે સંપુર્ણ ઉપયોગ કરવો જોઈએ. એમ પણ કહેવામાં આવ્યું છે કે ફળોના ગર કરતાં વધારે પોષણ તેની છાલમાં રહેલું હોય છે.

image source

તેવી જ રીતે ઓરેન્જ એટલે કે નારંગીની છાલમાં ત્વચાને લાભ પહોંચાડતાં અઢળક તત્ત્વો સમાયેલા છે. માટે નારંગીની ખાધા બાદ ક્યારેય નારંગીની છાલ ફેંકી ન દેવી પણ તેનો ઉપયોગ તમારે તમારા ચહેરાને કાંતિવાન બનાવવા માટે કરવો.

તેમાંથી તમે ફેસ માસ્ક બનાવી શકો છો, ફેસ સ્ક્રબ બનાવી શકો છો અને તે દ્વારા તમારી ઘણી બધી ત્વચાલક્ષી મુશ્કેલીઓને દૂર કરી શકો છો.

image source

સંતરાની છાલમાંથી તમારી જાતે જ બનાવેલો ફેસ પેકનો નિયમિત ઉપયોગ તમારા ચહેરા પરના કાળા ધબ્બા, ખીલના ડાખા, બ્લેક હેડ્સ દૂર કરીને તમને એક ચમકદાર ત્વચા આપે છે.

જો તમે સૌંદર્ય પ્રસાધનો વાપરતા હશો તો ઘણી બધી ફેસ ક્રીમ કે પછી ફેસવોશ કે પછી ફેસપેકમાં નારંગીનો ઉપયોગ કરવામા આવેલો હોય છે કારણ કે તેમાં ભરપુર પ્રમાણમાં વિટામીન સી સમાયેલું હોય છે.

image source

અને આ વિટામીન સી તમારી ત્વચાને સુંદરતા આપે છે. તમારી ત્વચાને સ્વચ્છ બનાવે છે અને તેના પર એક કુદરતી ચમક લાવે છે. આ સાથે તેમાં કેટલીક એન્ટિ બેક્ટેરિયલ પ્રોપર્ટીઝ પણ રહેલી હોય છે જેનાથી તમારી ત્વચા ખીલથી મુક્ત રહે છે.

આ રીતે બનાવો નારંગીની છાલનો ફેસ માસ્ક

image source

નારંગીની છાલનો ફેસ માસ્ક બનાવવા માટે તમારે પ્રથમ તો નારંગીની છાલ ભેગી કરવી અને તેને કેટલાક દિવસ માટે તડકામાં સુકાવા દેવા.

તડકામાં બરાબર સુકાઈ જાય એટલે કે છાલમાં રહેલું પાણી ઉડી જાય એટલે તેને ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરીને તેનો જીણો પાઉડર તૈયાર કરી લેવો.

image source

હવે તમારો નારંગીની છાલનો પાઉડર તૈયાર થઈ ગયો છે તેને તમે કોઈ પણ બીજા સૌંદર્ય વધારતી સામગ્રી સાથે મિક્સ કરીને ઉપયોગમાં લઈ શકો છો.

નારંગીની છાલના પાઉડરનો સ્ક્રબ તરીકે ઉપોયગ

image source

આજે ઘણા બધા એવા ફેસવોશ માર્કેટમાં ઉપલબ્ધ છે કે જે સ્ક્રબ સાથે આવે છે એટલે કે તેમાં એવા નાના નાના કણો આવે છે જે ત્વચાને સાફ કરીને ચહેરા પરની મૃત ચામડીને દૂર કરીન તમારી ત્વચાના જામી ગયેલા પોર્સને ખોલે છે.

તેવું જ કામ નારંગીની છાલનો પાઉડર પણ કરી શકે છે. સ્ક્રબ કરવાનો મુખ્ય ફાયદો એ છે કે તે તમારા ચહેરા પરની ગંદકી દૂર કરે છે અને તમને ચમકતી ત્વચા આપે છે.

image source

પણ નારંગીની છાલનું સ્ક્રબ તૈયાર કરવા માટે તમારે તેને સાવ જ પાઉડર જેવી ન વાટવી પણ તેને થોડી અધકચરી રહેવા દેવી.

હવે આ તૈયાર થયેલા નારંગીના અધકચરા પાઉડરને તમારે તમારા ચહેરા પર સર્ક્યુલર મોશનમાં ઘસવાનું છે. પણ તેને કોરો લેવાની જગ્યાએ જો તેની સાથે મધ પણ લેવામાં આવે તો તેનાથી મોશન પણ ઇઝી રહેશે અને પોષણ પણ મળશે.

image source

જો કેતમારે આ પ્રક્રિયા સાવ જ હળવા હાથે કરવાની છે જો વધારે ભાર આપશો તો ચહેરા પર ખાડા પણ પડી શકે છે.

નારંગીની છાલનોપાઉડર અને એલોવેરા જેલ ફેસપેક

આ ફેસપેક તૈયાર કરવા માટે તમારે એક મોટો ચમચો નારંગીની છાલનો પાઉડર જોઈશે અને તેની પેસ્ટ બનાવવા માટે જરૂર પડે તેટલી એલોવેરા જેલ લેવી.

image source

હવે આ બન્ને સામગ્રીને બરાબર મિક્સ કરી લીધા બાદ તૈયાર થયેલી પેસ્ટને તમારા ચહેરા તેમજ ડોક પર લગાવી લેવી. અને તેને તેમજ 10થી 15 મિનિટ તેમ જ રાખી મુકવું.

ત્યાર બાદ તમારા ચેહરાને ઠંડા પાણી વડે ધોઈ લેવો. આ ઉપાય તમે દર અઠવાડિયે બેથી ત્રણવાર અજમાવી શકો છો. એલોવેરા જેલ એક જાદૂઈ દ્રવ્ય છે જે તમારી ઘણી બધી સૌંદર્ય સમસ્યાઓને દૂર કરે છે.

નારંગીની છાલ અને હળદરનો ફેસપેક

image source

આ પેક તૈયાર કરવા માટે તમારે એક મોટો ચમચો નારંગીનો પાઉડર એક નાની વાટકીમાં લેવો. તેમાં બે ચપટી અથવા તો એક નાની ચમચી હળદર ઉમેરવી.

હવે તેની પેસ્ટ બનાવવા માટે તેમાં ગુલાબજળ ઉમેરવું. જાડી પેસ્ટ તૈયારથઈ જાય એટલે તેને ચહેરા પર બરાબર લગાવી લેવું.
હવે આ ફેસપેકને તમારે તેમ જ 15 મિનિટ માટે રાખવું.

image source

ત્યારબાદ નોર્મલ પાણી વડે ચહેરો ધોઈ લેવો. અહીં તમે ચહેરો ઘસીને ધોઈ શકશો કારણ કે નારંગીનો પાઉડર તમારા ચહેરા પર સ્ક્રબરનું કામ કરશે અને તમારા ચહેરા પરની મૃત ત્વચા દૂર થઈ જશે.

હળદર આપણે જાણીએ છે તેમ ત્વચાને ફાયદાકારક ઘણા બધા તત્ત્વો તેનામાં ધરાવે છે. તે ત્વચાને ગોરી બનાવે છે. તેનામાં પણ એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટી રહેલી હોવાથી ખીલને ત્વચાથી દૂર રાખે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ