વાંચી લો આ ટિપ્સ, જે તમને રસોડામાં થતી ઇજામાંથી અપાવશે રાહત…

રસોડામાં થતી ઇજામાં રાહત આપતા ઘરેલુ ઉપાય.

image source

ગૃહિણીનો મોટા ભાગનો સમય રસોડામાં પસાર થાય છે.રસોઈ બનાવવી એ એક કળા છે પરંતુ આગ સાથે રમત કરવાની કળા પણ છે કારણ કે રસોઈ બનાવતી વખતે રસોઈ કરનાર સતત અગ્નિની નજીક હોય છે.

ઉપરાંત રસોઈ બનાવતી વખતે શાક સમારવા માટે છરી નો ઉપયોગ કરવામાં આવે છે.રસોડામાં કાતર પણ વિશેષ વાપરવામાં આવે છે.

image source

ઘણી વખત સાણસી પણ યોગ્ય ન હોય તો ઉપાડેલાં ગરમ વાસણો પણ હાથમાંથી છટકવાનો ભય રહે છે ,અને જો છટકે તો વાગવાનું અને દાઝી જવાનું જોખમ પણ રહેલું છે.

રસોડામાં કામ કરતી વખતે નાની-મોટી ઇજા થતી રહેતી હોય છે.ક્યારેક હાથમાં વાગી જાય છે, ક્યારેક ગરમ તેલથી દાઝી જવાય છે.રસોઈ બનાવતા શીખટી વખતે પણ એટલી ચોકસાઈ ન હોવાથી વાગવાની કે દાઝી જવાની બીક રહે છે.

image source

ઉપરાંત રસોડામાં ઘણા બેક્ટેરિયા પણ હોય છે જે ઇજાગ્રસ્ત જગ્યા પર લાગી જાય તો ઇન્ફેક્શન થવાનો ભય પણ રહે છે. પણ આવે સમયે રસોડામાં રહેલી ચીજવસ્તુઓ દવા તરીકે પણ કામમાં લાગે છે એવી જાણકારી હોય તો તકલીફમાં તરત રાહત મેળવી શકાય છે.

કેટલાક એવા ઉપાયોની જાણકારી મેળવીએ જેમાં રસોડાની જ ચીજવસ્તુઓથી થયેલી ઇજા ઉપર તાત્કાલિક પ્રાથમિક ઉપચાર તરીકે કેટલાક ઘરેલુ નુસખા અપનાવવાથી રાહત મળે છે.

છરી,કાતર કે કોઈ વાસણથી પહેલી ઇજા

image source

રસોઈ કરતા કરતા ઘણી વખત છરી વાગી જાય છે કાતર વાગી જાય છે કે સ્ટીલના કોઈ વાસણ થી પણ ચામડીમાં ઘા લાગે છે ત્યારે સૌ પ્રથમ તો પડેલા ઘાને ચોખ્ખા પાણીથી ધોઈને લોહી બંધ કરવા માટે સાફ કપડું તેની પર દબાવી દેવું જોઈએ જેથી ધામાંથી નીકળતું લોહી વહેતું બંધ થાય.

જોગા ઊંધો પડ્યો હોય તો તેમાંથી ખૂબ લોહી વહે છે જે તાત્કાલિક બંધ કરવામાં આવે તો ઘણી ગંભીર સમસ્યા સર્જાઇ શકે છે.વહેતુ લોહી બંધ કરીને વાગ્યા પર એન્ટી સેપ્ટીક ક્રીમ અથવા એન્ટીબેક્ટેરિયલ ક્રીમ લગાડવું.

image source

બેન્ડેડ પણ લગાડી શકાય છે.ધા કેટલો ઉંડો છે તેના પર આધાર રહે છે.વધુ પડતું વાગ્યું હોય તો તરત જ ડોક્ટરની સલાહ લેવી.ઘણા લોકોને લોહી બંધ કરવા માટે રૂ બાળીને ઇજા ઉપર લગાવે છે.

ઘા ઉપર હળદર પણ લગાડવામાં આવે છે.જો કે ડોક્ટરની સલાહ પ્રમાણે ધનુરનું ઈંજેક્શન પણ લેવું જરૂરી છે .

image source

ક્યારેક એવું પણ બને છે કે રસોઈમાં મસાલાનો ઉપયોગ કરતી વખતે આંખમાં મરચું કે અન્ય કોઈ ચીજ ઉડે છે જેને કારણે આંખમાં અતિશય બળતરા થાય છે.

આવે વખતે પહેલા નળ નીચે હાથ ખૂબ ચોખખા ધોઈ નાખવા.ત્યાર બાદ આંખમાં ઠંડા પાણીની ખૂબ છાલક મારી આંખ પણ ધોવી.

image source

વધુ પડતી બળતરા થતી હોય તો એક વાસણમાં ચોખ્ખું પાણી ભરી તેમાં આંખ ડૂબે તે રીતે આંખો ખોલ બંધ, ખોલ બંધ કરીને પણ ધોવાનો પ્રયત્ન કરવો.આંખમાં ચોંટેલો પદાર્થ નીકળી જાય તો આંખની બળતરામાં રાહત મળે છે.

આંખમાં વિશેષ ઉપચારના ભાગરૂપે ગુલાબ જળ ના ટીપા પણ નાખી શકાય છે.પાપણ ઉપર ઠંડા દૂધ ના પોતા પણ મૂકી શકાય છે.આંખો ઉપર અને આંખની આજુબાજુ ના ભાગમાં દેશી ઘી પણ લગાડી શકાય.

image source

ખાસ ઉલ્લેખનીય છે કે ડોક્ટરની સલાહ વગર કોઈપણ પ્રકારના આંખના ટીપાં આંખોમાં નાખવાથી નહીં.

રસોડામાં રસોઈ બનાવતી વખતે દાઝી જવાનું પણ વારંવાર બનતું હોય છે.સામાન્ય દાઝ્યા ઉપર ઠંડું પાણી નાખી શકાય છે .ગરમ તેલથી દાઝ્યા હોઇએ તો બળતરા નું પ્રમાણ વિશેષ હોય છે.

દાઝેલા ભાગ પર દસ મિનિટ સુધી ઠંડુ પાણી નાખતા રહેવું.તેનાથી બળતરામાં રાહત મળે છે.ઉપરાંત ચામડીના નીચેના પડ વિશેષ માંથી બચી જાય છે

image source

દાઝ્યા ઉપર એલોવેરા પણ લગાવી શકાય છેવધુ પડતા દાઝેલા ભાગ પર એન્ટિસેપ્ટિક ક્રીમ પણ લગાડી શકાય અથવા કોપરેલ દેશી ધી ઉપરાંત દિવેલનો ઉપયોગ પણ કરી શકાય છે.દાઝ્યા ઉપર બાંધેલા લોટની પોટલી મુકવાથી પણ રાહત મળે છે.

રોટલી, પુરી કે કુકરની સીટીમાંથી નીકળતી વરાળથી કે અન્ય કોઈપણ જાતની વરાળથી દાઝી જવાય એવું હોય તો શેની બળતરા અતિશય માત્રામાં તેજ અને અસહ્ય હોય છે એટલું જ નહીં વરાળથી દાઝી જવાની બળતરા પણ લાંબો સમય રહે છે

image source

વરાળથી દાઝેલી ભાગ પર પણ સતત ઠંડું પાણી રેડતા રહેવું શક્ય હોય તો ભારેલો ભાગ ઠંડા પાણીમાં બોળી રાખોતેની ઉપર પણ ઠંડી મલાઇ ,દેશી ઘી કે કોપરેલ કે દિવેલ લગાડી શકાય છે.

દાઝેલા ભાગ પર કાચા બટાકાને છીણીને લગાડી શકાય.તુલસીના પાંદડા નો રસ પણ દાઝેલા ભાગ પર લગાડવાથી દાઝ્યાના ડાઘ થી બચી શકાય છે

દાઝેલા ભાગ પર મધ સાથે ત્રિફળા ચૂર્ણ મેળવીને લગાડવાથી પણ આરામ મળે છેબટાકા ની જેમજ દાઝેલા ભાગ પર ગાજર પણ લગાડી શકાય છે.

image source

દાઝેલા હિસ્સા ઉપર બરફ લગાડવો નહીં. બરફ લગાડવાથી ફોડલાં પડવાની સંભાવનાઓ રહે છે.

દાઝેલા ભાગ પર રૂ લગાવવું નહીં.રૂ ચામડીમાં ચોંટી જવાથી નુકસાન થાય છે.

વધુ પડતી માત્રામાં વ્યક્તિ દાઝી ગઇ હોય અને તેને હોસ્પિટલ ખસેડી પડે એમ હોય તો તેને પાણી આપવાનું ટાળવુંતેને બદલે તેને ઓ આર એસ નું દ્રાવણ પીવડાવવુંગંભીર રીતે દાઝી ગયેલી વ્યક્તિ ના આંતરડા યોગ્ય રીતે કામ કરતા નથી માટે પાણી શ્વાસનળીમાં ફસાઈ શકે છે અને તે જીવલેણ સાબિત થાય છે.

image source

દાઝ્યા પર ઘરેલુ ઉપાય મુજબ મલાઈ અને મલમ લગાડી શકાય છે પરંતુ એક સંશોધન મુજબ મલાઈ અને મલમ થી ઇન્ફેક્શન થવાની શક્યતા રહેલી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ