આંખ અને હૃદયની બીમારી દૂર કરી ત્વચાને સુંદર બનાવે છે કીવી, જાણો તેના લાભ વિશે…

આંખ અને હૃદયની બીમારી દૂર કરી ત્વચાને સુંદર બનાવે છે કીવી, જાણો તેના લાભ વિશે

image source

બહારથી ચીકુ અને અંદરથી ગ્રીન રંગનું કીવી છેલ્લા કેટલાક વર્ષોથી દરેક રાજ્યમાં મળતુ ફળ થઈ ગયું છે. કીવીનો ઉપરનો ભાગ રેશાવાળો હોય છે. આ ફળ ચાઈનીઝ ફ્રૂટ તરીકે પણ ઓળખાય છે.

કીવી સ્વાદિષ્ટ ફળ હોવાથી નાના મોટા સૌ કોઈને પ્રિય છે. કીવી શિયાળામાં વધારે જોવા મળે છે. કારણ કે આ ફળ ઠંડા વાતાવરણમાં થાય છે.

image source

કીવી ખાવાથી શરીરને પણ અનેક લાભ થાય છે. આ લાભથી મોટા ભાગના લોકો અજાણ હોય છે. તેથી જ તેઓ શિયાળામાં મળતા આ ફળને ખાવાનું ટાળે છે અને તેના લાભથી વંચિત રહી જાય છે.

કીવીથી થતા લાભની વાત કરીએ તો તેમાં જે તત્વો હોય છે તે હૃદયને સ્વસ્થ રાખે છે તેનાથી હૃદયની બીમારી થતી નથી.

image source

તેનું સેવન કરવાથી હાર્ટ એટેટ, સ્ટ્રોક આવવાનું જોખમ ઘટી જાય છે.કીવીમાં પોટેશિયમ પણ હોય છે બીપીને કંટ્રોલ કરે છે.

કીવીનું સેવન કરવાથી શરીરમાં સોડિયમની ઊણપ રહેતી નથી. કીવીમાં લ્યુટિન હોય છે જે ત્વચાના ટીશ્યૂને સ્વસ્થ રાખે છે.

image source

આ ઉપરાંત એવા પણ કેટલાક લાભ છે જેના વિશે જાણી તમે આજથી જ કીવી ખાવાની કરશો શરૂઆત.

આંખોને થતા લાભ

image source

સામાન્ય રીતે વધતી ઉમરએ આંખનું તેજ ઘટવા લાગે છે. પરંતુ કીવી ખાવાથી વધતી ઉંમરએ થતી આંખ સંબંધિત બીમારી થવાની શક્યતા ઘટી જાય છે.

કીવી વિટામિન એ અને એંટીઓક્સિડેંટથી ભરપુર હોય છે, જે આંખનું તેજ વધારવામાં મદદ કરે છે.

કબજિયાતથી મુક્તિ

image source

કીવીમાં ફાઈબર સૌથી વધારે માત્રામાં હોય છે જેના કારણે તેને ખાવાથી કબજિયાતથી છુટકારો મળી જાય છે.આ ઉપરાંત જે લોકો ઇરિટેબલ બોલેસ સિન્ડ્રોમથી પીડિત હોય તેમણે પણ આ ફળ ખાવું જોઈએ.

તેને ખાવાથી પેટનો દુખાવો, કબજિયાત સહિતની પેટ સંબંધિત બધી બીમારીઓથી છુટકારો મેળવી શકાય છે.

અનિંદ્રા દૂર કરે

image source

કીવીમાં એવા તત્વો હોય છે જે સ્લીપિંગ ડિસઓર્ડરનો ઉપચાર કરવામાં મદદ કરે છે.

જો તમે પણ અનિદ્રાના શિકાર હોય અથવા તો તમને પણ પૂરતી ઊંઘ ન થતી હોય તો શિયાળામાં કીવી જરૂર ખાજો. રોજ રાત્રે જમ્યા બાદ 2 કીવીનું સેવન કરવું.આમ કરવાથી સારી ઊંઘ આવશે.

પાચનતંત્ર થશે મજબૂત

 

image source

કીવીમાં એક્ટિનીડેન એંઝાઇમ હોય છે, જે પ્રોટીનને પચાવવામાં મદદ કરે છે. કીવીના નિયમિત સેવનથી પાચનતંત્ર પણ મજબૂત થાય છે. જમ્યા બાદ કીવી ખાવાથી ખોરાક સારી રીતે પચે છે અને શરીરમાં વધારાની ચરબી પણ જામતી નથી.

સ્ટ્રેસ ઘટે છે

image source

કીવીમાં પ્રચુર માત્રામાં વિટામિન એ, વિટામિન બી6, વિટામિન બી12, કેલ્સિયમ, પોટેસિયમ, મેગ્નેશિયમ અને આયરન જેવા તત્વો હોય છે.

એટલે કે આ એક ફળ ખાવાથી શરીરમાં રહેલી પોષકતત્વોની ઊણપ દૂર થઈ જાય છે અને શરીર સ્ટ્રેસ ફ્રી થાય છે. કીવી ખાવાથી રક્ત પરિભ્રમણ પણ સુધરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ