24 કલાક જાગેલા રહેતા મુંબઇ શહેરની આ ભૂતિયા જગ્યાઓ વિશે તમે ક્યારેય નહિં સાંભળ્યુ હોય…

દીવસ રાત વ્યસ્ત રહેતાં મુંબઈની આ ધોળા દીવસે પણ હાજાગગડાવી નાખે તેવા બિહામણા સ્થળો વિષે તમે ક્યારેય નહીં જાણ્યું હોય!, 24 કલાક જાગેલા રહેતા મુંબઈ શહેરની આ ભુતિયા જગ્યાઓ વિષે તમે ક્યારેય નહીં જાણ્યું હોય

મુંબઈનું નામ આવતાં જ મુંબઈ બહાર રહેતાં લોકોને બોલીવૂડ, ગેટવે ઓફ ઇન્ડિયા, સમુદ્રકીનારો, એસએલવર્લ્ડ, જુહુ-ચોપાટી અને ત્યાંની ઉંચી-ઉંચી ગગનચુંબી ઇમારતો દ્રશ્ય સામે ખડી થઈ જતી હશે. મુંબઈ એ 24×7 દીવસ જાગેલું રહેતું શહેર છે. પણ તમને ખ્યાલ નહીં હોય કે મુંબઈમાં જ કેટલીક એવી જગ્યાઓ આવેલી છે જે ભૂતિયા છે અને જેનો કેટલાક લોકોને અનુભવ પણ થયો છે. બિલ્ડિંગમાં આંટા મારતી સ્ત્રીઓની આત્મા, એક એવો રોડ કે જ્યાં કોઈ જ સુર્યાસ્ત બાદ ફરકવા નથી માગતું. મુંબઈમાં આવી ઘણી બધી જગ્યાઓ છે જે તમને ધોળા દીવસે પણ ધ્રુજાવી મુકે તેવી છે.

પવન હંસ ક્વાર્ટર્સ

image source

આ જગ્યાએ રાત્રી દરમિયાન પસાર થતાં લોકોને કેટલીકવાર આગની જ્વાળાઓમાં ઢંકાયેલી કન્યા જોવા મળી છે. તે ચીસો પાડતી રોડ પરથી દોડી જાય છે અને ક્યાંક અચાનક અદ્રશ્ય પણ થઈ જાય છે. તેની પણ એક જુની વાર્તા છે. અહીં રહેતી એક સલમા નામની છોકરીએ પોતાની જાતને બાળી નાખી હતી અને તેનાથી જ તે મૃત્યુ પામી હતી. આ વાત 1989ની છે. અને કહેવાય છે કે ત્યારની તેની આત્મા આ વિસ્તારમાં ઘૂમ્યા કરે છે. લોકોમાં તેણીનો એટલો ભય ફેલાઈ ગયો હતો કે ત્યાં ઝાડ આગળ એક હનુમાનજીનું મંદીર પણ બનાવવામા આવ્યું છે. જો પ્રત્યક્ષદર્શીઓની વાત માનવામાં આવે તો મુંબઈની આ સૌથી બીહામણી જગ્યાઓમાંની એક છે.

સંજય ગાંધી નેશનલ પાર્ક

image source

સંજય ગાંધી નેશનલ પાર્ક મુંબઈની ઉતરે આવેલું છે. આ એક ખુબ જ હરિયાળો પાર્ક છે. અહીં વાઇલ્ડલાઇફ જેમને ગમતી હોય તેવા લોકો વધારે આવે છે. જો તમને ભૂત-આત્મા-પ્રેતાત્મા વિગેરેની વાતો ખુબ ગમતી હોય તો તમારે આ જગ્યાની મુલાકાત ચોક્કસ લેવી જોઈએ. અહીંની રખેવાળી કરતાં ગાર્ડ્સ પણ આ પાર્કમાં ફરતી વખતે પ્રાર્થના બોલ્યા કરે છે. જો તમે ક્યારેય આ જગ્યાની મુલાકાત લેશો અને કોઈ ગાર્ડ તમને મળી જાય તો અહીંના ભૂત-પ્રેતની વાતો તે તમને ચોક્કસ જણાવશે કે કેવી રીતે રાત્રે તેમને કેટલીકવાર સ્ત્રી-પ્રેતાત્માનો સામનો કરવો પડ્યો છે. અહીં રહેતાં લોકો પણ રાત પડતાં પોતાના ઘરમાં જ પુરાઈ રહેવામાં જ પોતાની ભલાઈ માને છે. તેમને કોઈ જંગલી પ્રાણી કરતાં વધારે ભય તો આ પ્રેતાત્માઓનો લાગે છે.

ગ્રાન્ડ પરાડી ટાવર્સ

image source

ગ્રાન્ડ પરાડી ટાવર્સ લગભગ 27-28 માળની ત્રણ વિશાળ બિલ્ડિંગો છે. અહીં તમને મુંબઈની કેટલીક સાચી હોન્ટેડ સ્ટોરીઝ સાંભળવા મળશે. વાસ્તવમાં આ જગ્યા પર ઘણા બધા લોકોએ બિલ્ડિંગ પરથી કૂદીને આત્મહત્યા કરી છે અને તેના કારણે જ આ અતિ પોશ એવા ગ્રાન્ડ પેરાડી ટાવર્સની શાખ પણ બદનામ થઈ છે. તેમાં એક તો આખું પાંચ સભ્યોનું કુટુંબ હતું. તેમના ફ્લેટ હાલ તો સિલ્ડ કરી દેવામાં આવ્યા છે. લોકોનું એવું માનવું છે કે અહીં લોકોને કોઈ એક અદ્રશ્ય શક્તિ બિલ્ડિંગની રેલિંગ પરથી નીચે નમવા પ્રેરે છે અને તેઓ આત્મહત્યા કરી બેસે છે. આજે પરાડી ટાવર એવા લોકોમાં ખુબ જ લોકપ્રિય છે જેમને આ પ્રકારની પેરાનોર્મલ એક્ટિવિટિઝમાં રસ હોય.

ટાવર ઓફ સાયલેન્સ

image source

આ એક બદનામ થયેલું સ્થળ છે કારણ કે અહીં ઘણી બધી ભૂત-પ્રેતની ઘટનાઓ બની ગઈ છે. આ જગ્યાનો ઉપયોગ પારસી સમાજ દ્વારા કબરસ્તાન તરીકે કરવામાં આવે છે. આ ટાવર્સ પર મૃતકના શવને ધાબા પર મુકી દેવામાં આવે છે જેથી કરીને ગીધ તેને ખાઈ શકે. હવે કોઈ જગ્યાએ આવું થતું હોય તેવું તમે સાંભળો તો તે જગ્યાની રેપ્યુટેશન તો એક ભૂતિયા જગ્યા જેવી જ હોવાની. લોકોને આ જગ્યાએથી પસાર થતાં જ સાજા ગગડી જાય છે. અને માટે જ આ જગ્યાને મુંબઈની હોન્ટેડ પ્લેસીસની યાદીમાં ઉંચુ સ્થાન મળ્યું છે.

મુકેશ મીલ

image source

મુકેશ મીલ મુંબઈના કોલાબામાં સ્થિત છે તેની તરત જ અરબ સાગર શરૂ થઈ જાય છે. મુકેશ મિલ્સ એ દાયકાઓથી બંધ પડેલી કાપડની મીલ છે. 1975માં આ મિલની સ્થાપના થઈ હતી અને થોડાક જ વર્ષોમાં મિલ બંધ પડી ગઈ અને 1982માં ત્યાં એક ભયંકર આગ લાગી હતી અને બસ ત્યારથી જ આ મિલ સાવ જ અવાવરુ પડી છે. દીવસના સમયે પણ આ જગ્યા પર કોઈ એકલું જવાની હિમ્મત નથી કરતું. તમને જણાવી દઈએ કે આ મિલના લોકેશનનો ઘણીવાર બોલીવૂડની ફિલ્મોસ તેમજ સિરિયલોમાં પણ ઉપયોગ થઈ ચુક્યો છે. કહેવાય છે કે કેટલાક એક્ટર્સ તેમજ ક્રૂ મેમ્બરને પણ આ જગ્યાનો ખરાબ અનુભવ થઈ ચુક્યો છે.

ડી સોઝા ચૌલ

image source

માહિમમાં આવેલી આ ડીસોઝા ચૌલની બિહામણી વાત સાંભળી તમને એમ જ લાગશે કે તમે કોઈ હોરર મૂવીની જ વાત સાંભળી રહ્યા હોવ. પણ આ જગ્યામાં થઈ રહેલી ભૂતિયા પ્રવૃત્તિઓના કેટલાક પ્રત્યક્ષદર્શીઓ પણ છે. વાસ્તવમાં વાત કંઈક એમ ઘટી હતી કે દાયકાઓ પહેલાં આ ચાલીમાં રહેતી એક મહિલા કોઈક ગુઢ કારણસર કૂવામાં પડી ગઈ હતી. અને બસ ત્યારથી જ લોકોને તેની આત્મા ભટકતી જોવા મળે છે. હવે તમે આને કોઈની કલ્પના કહી શકો કે પછી હકીકત માનો અહીંના લોકો તો રાત્રે અંધારામાં બહાર નીકળવાનું સાહસ પણ નથી કરતા.

રામ સકિત બિલ્ડિંગ

image source

માહિમમાં આવેલા પેરેટાઇઝ સિનેમાંની પાછળ આવેલી રામ સકિત બિલ્ડિંગમાં આવેલા એક ઘરમાં અવારનવાર લોકોને ભૂત-પ્રેત જોવા મળે છે. ઘણા વર્ષો પહેલાં એક 50 વર્ષ આસપાસની સ્ત્રી કુવામાં કપડાં ધોતાં ધોતાં લપસી પડી હતી. અને તેણીના આ અચાનકના આકસ્મિક મૃત્યુએ એક બિહામણી વાતને જન્મ આપ્યો. કહે છે કે દર અમાસના દિવસે આ કૂવામાંથી તેણીની પ્રેતાત્મા બહાર છે અને સવાર પડતાં જ ગાયબ થઈ જાય છે. જો કે તેના કારણે ક્યારેય કોઈ દુઃખદ ઘટના નથી બની.

સેન્ટ જોહ્ન બાપ્ટીસ્ટ ચર્ચ

image source

આ ચર્ચ અંધેરીના પૂર્વ ભાગમાં આવેલું છે. 1579માં આ સેન્ટ જોહ્ન્સ બાપ્ટીસ્ટ ચર્ચની સ્થાપના કરવામાં આવી હતી. અને 1840માં આ ચર્ચ સાવ જ અવાવરુ બની ગયું હતું. ધીમે ધીમે અહીં કોઈ દુલ્હનની આત્મા ફરતી હોવાની અને લોકોને પજવતી હોવાની વાતો ફેલાવા લાગી. 1977માં આ જગ્યા પરથી આ આત્માના પ્રભાવને દૂર કરવા માટે એક એક્સોર્સીઝમ કરવામાં આવ્યું તે વખતે ત્યાં હાજર રહેલા લોકોએ ઘણી બધી ચીચીયારીઓ, ચીસો અને હાસ્યોને સાંભળ્યા હતા. અને આ વિધિનો ત્યારે અંત આવ્યો જ્યારે ચર્ચના પરિસરમાં આવેલા એક નાનકડા તળાવમાં એક મોટો અવાજ આવ્યો અને તેમાં હાજર બધી જ માછલીઓ મરી ગઈ.

સેન્ટા ક્રુઝ વેસ્ટ

image source

અહીં આવેલી એક બિલ્ડિંગના બીજી માળે કોઈ એક સ્ત્રીએ પતિ સાથે ઝઘડો થતાં આત્મહત્યા કરી લીધી હતી અને તેના મૃત્યુ બાદ કોણ જાણે ક્યાંથી એક કાળો કૂતરો ત્યાં દેખાવા લાગ્યો હતો. અને બસ ત્યારથી જ આ બિલ્ડિંગને લોકો ભૂતિયા બિલ્ડિંગ તરીકે ઓળખવા લાગ્યા. અહીંના લોકો એટલા ભયભીત છે કે લો કો તેણીનું નામ પણ નથી લેતા.

નાસીરવંજ વાડી

image source

નાસીરવંજ વાડી મુંબઈમાં આવેલા માહિમ રેલ્વે સ્ટેશનથી માત્ર એક જ કિલોમિટર દૂર આવેલી છે. આ જગ્યા નાસિર નામના પારસી વૃદ્ધની માલિકિની છે. પણ તેમની જ કેબિનમાં તેમની હત્યા કરી દેવામાં આવી હતી. કહેવાય છે કે તેમને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા અને માટે જ તેમનું મૃત્યુ ખુબ જ દુઃખદ અને પીડાદાયક થયું હતું. તેમના મૃત્યુ બાદ ત્યાં રહેતાં ઘણા બધા લોકોને તે વૃદ્ધ જોવામા આવ્યા હતા. પણ આ વાતે ગંભીર રૂપ ધારણ ત્યારે કર્યું જ્યારે તેમના મૃત્યુ બાદ થોડા જ સમયમાં તે જ મિલકમાં એક પછી એક સાત લોકોના મૃત્યુ થયા. માટે જ અહીં સાંજ પડ્યા બાદ કોઈ પણ આવવાનું પસંદ નથી કરતું. કેહવાય છે કે સાંજ પડ્યા બાદ જે કોઈ પણ આ પ્રોપર્ટીમાંથી પસાર થાય છે તેમને આ વૃદ્ધ કોઈને કોઈ રીતે પજવે છે.

માર્વે અને મડ આઇલેન્ડ રોડ (Madh Island Road)

image source

આ જગ્યાએ કેહવાય છે કે લોકોનો પીછો કોઈ દુલ્હનનું પ્રેત કરે છે. લોકો સાંજ પડતાં આ રસ્તા પરથી નીકળવાનું ટાળે છે. ઘણા બધા લોકોને આ દુલ્હનના પ્રેતનો પરચો અત્યાર સુધીમાં મળી ગયો છે માટે જ લોકો આ જગ્યા પરથી એકલા કે પછી અંધારું થયા બાદ પસાર થવાનું ટાળે છે.

image source

માર્વે અને મડ આઇલેન્ડને કનેક્ટર કરતો મેન્ગ્રુવથી ઘેરાયેલો રોડ છે તો ખુબ જ રળિયામણો તેમ છતાં ત્યાં થતાં અવારનવારના અકસ્માતે તેને બદનામ કરી મુક્યો છે. કહેવાય છે કે આ જગ્યા પર એક અજાણી દુલ્હનની તેની લગ્નની પ્રથમ રાત્રીએ જ ક્રૂર રીતે હત્યા કરવામાં આવી હતી અને તેણીની લાશને આ મેનગ્રુવ્ઝના જંગલમાં નાખી દેવામાં આવી હતી. બસ ત્યારથી જ કેટલાક લોકોને અહીં દુલ્હનના વેશમાં સ્ત્રી દેખાય છે જે વાહનોના ડ્રાઈવરોનો પીછો કરે છે. કેહવાય છે કે તેને માત્ર તમે એક જ રીતે ટાળી શકો અને તે છે તેની આંખમાં સીધું ન જોવું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ