માંસપેશીઓમાં થતુ દર્દ બની શકે છે ઘાતક, જાણો તેના લક્ષણો અને તેનાથી થતી સમસ્યાઓ વિશે..

શરીરમાં હાડકાં નહીં પરંતુ માસપેશીઓ અને સ્નાયુઓમાં દર્દ થવા લાગે તો ચેતી જાવ. જાણી લો આ તકલીફના લક્ષણો અને તેની સારવારના ઉપાયો…

image source

માસપેશીઓમાં થતો દર્દ બની શકે ક્યારે ઘાતક, જાણો તેના લક્ષણો અને તેના લીધે થતી સમસ્યાઓ…

સ્નાયુઓમાં થતી તાણ એક સામાન્ય સમસ્યા છે. ઘણી વાર એવું બને છે કે સ્નાયુઓ કંઈક ભારે વજન ઉપાડવાને કારણે, સીડી પર ઝડપથી ચડવા ઉતરવાને લીધે અથવા ઝડપથી દોડવાથી પણ ખેંચાઈ જઈ શકે છે.

image source

તેને મસલ્સ પૂલ કે મસ્ક્યુલર સ્ટ્રેચ પણ કહેવામાં આવે છે. સ્નાયુઓનું આ ખેંચાણ હાથ, પગ, સાંધા અથવા પીઠમાં થઈ શકે છે. આ સિવાય, ઘૂંટણ, ખભા, કોણીમાં સોજો અથવા દુખાવો પણ થઈ શકે છે.

આવી સ્થિતિમાં, અમે તમને જણાવીશું કે તે કેવા પ્રકારનો દુખાવો છે, તેના લક્ષણો શું છે, કયા પ્રકારના રોગો થઈ શકે છે અને કેવી સાવચેતી રાખવી જોઈએ.

રોજ થતી સામાન્ય પીડા

image source

તમારી ક્વાડ્રિસેપ્સ સ્નાયુઓ જાંઘની સામેના ભાગમાં આવેલ છે અને હિપ્સની ઉપરની તરફ નમે છે અને ઘૂંટણને સીધું રાખે છે. હેમસ્ટ્રિંગ્સ પાછળના ભાગમાં થાય છે.

હેમસ્ટ્રિંગ સ્નાયુઓ ઘૂંટણને વાળવામાં મદદ કરે છે. જાંઘની આંતરિક બાજુની જંઘામૂળ સ્નાયુઓ તમારા પગને અંદરની તરફ ખેંચે છે. ઘણી નસો જાંઘની નીચેથી પસાર થાય છે.

જેથી જાંઘના ભાગમાં દુખાવો રહેવો એ એક સામાન્ય સમસ્યા છે જેને ઘણા લોકો અનુભવે છે. આ પીડા ધીમે ધીમે અથવા તો અચાનક પણ થઈ શકે છે.

image source

આ પીડાને કારણે તમારે સામાન્ય કાર્યો કરવામાં, ચાલવું, દોડવું કે પછી સીડી ચડવું જેવા મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

પેટના સ્નાયુઓમાં દુખાવો

પેટની માંસપેશીઓમાં દુખાવો, જેને પેટના દુખાવા તરીકે પણ ઓળખવામાં આવે છે, તેને અવગણવું ક્યારેક જીવલેણ પણ સાબિત થઈ શકે છે.

image source

કેટલીકવાર લોકો પેટની પીડા કે પેટમાં ગડબડની ફરિયાદ પણ કરે છે. આંતરડાના કેન્સરની શરૂઆતમાં એ પેટની માંસપેશીઓમાં થતી મોટાભાગની પીડાનું લક્ષણ પણ હોઈ શકે છે.

નિષ્ણાતો માને છે કે જો આ ભાગમાં ચાર અઠવાડિયાથી વધુ સમય સુધી કોઈ ફરિયાદ રહે છે, તો પછી તબીબી સલાહ લેવી ખૂબ જરૂરી બની જાય છે.

કમરના કે પીઠના સ્નાયુઓનામાં રહેતો દુખાવો

image source

કમરના સ્નાયુઓમાં દુખાવો રહેવો એ ખૂબ સામાન્ય છે અને તે થોડા અઠવાડિયા અને મહિનામાં સારું પણ થઈ જતું હોય છે. સ્નાયુમાં રહેતો આ દુખાવો પીડાદાયક હોય છે, કમરમાં કે પીઠમાં મસલ્સમાં લબકારા પણ આવે છે.

આવી સ્થિતિમાં, લોકો પાછળના ભાગમાં તાણ અથવા જડતા પણ અનુભવે છે. પીઠનો દુખાવો ઘણા કારણોસર થઈ શકે છે. જેમ કે અચાનકથી જ અસામાન્ય પીડા અથવા બગાડ અને ઇજા અને તબીબી સારવાર પણ સામેલ છે.

image source

પીડા સામાન્ય રીતે હાડકાં, કરોડરજ્જુ, ચેતા, સ્નાયુઓ અને અસ્થિબંધન દ્વારા કરવામાં આવતી હિલચાલની પદ્ધતિ પર આધારિત છે.

શું આ રોગોનું કોઈ સંકેત છે?

ડાયાબિટીઝ શરીરમાં ઇન્સ્યુલિનના સંતુલનને કારણે થતું હોય છે. ડાયાબિટીઝમાં પણ મસલ્સ પેઇન જોવા મળે છે. ફ્લુના કારણે શરીરનું લોહીનું પરિભ્રમણ કથળે છે, જેના કારણે માંસપેશીઓમાં દુખાવો થવા લાગે છે.

image source

મલેરિયા વાયરસ શરીરમાં પ્રવેશ કરે છે જેના કારણે સ્નાયુઓમાં ખેંચાણ આવે છે. આ સ્નાયુના દુખાવા તરફ દોરી જાય છે. સંધિવાની સમસ્યાને કારણે શરીરનું લોહીનું પરિભ્રમણ અટકે છે.

તેનાથી સ્નાયુઓમાં દુખાવો થાય છે. સ્નાયુઓમાં ફ્લેક્સિબિલિટી ગુમાવવાનો વારો આવે છે ત્યારે વા જેવી અન્ય તકલીફ પણ થઈ શકે છે.

સ્નાયુઓમાં દુખાવાના લક્ષણો

image source

સ્નાયુમાં દુખાવોની અચાનક શરૂઆત થાય છે. સ્નાયુમાં અચાનક સોજો અથવા તો ચામડી લાલાશ પડતી થતી જાય છે. સૂતી વખતે કે આરામ કરતી વખતે પીડા અનુભવાય છે.

દર્દીઓની સમાન્ય કાર્યો કરવાની પ્રવૃત્તિઓમાં વિક્ષેપ પડે છે કે કામ કરવામાં અભાવ આવે અથવા અક્ષમતાની અનુભૂતિ થાય છે. સ્નાયુઓમાં સંધિવાને કારણે પણ ખેંચાણ અનુભવાય છે.

આ પીડા મટાડવા માટે શું કરવું જોઈએ?

image source

સ્નાયુઓના દુખાવાની સારવાર માટે દર્દ મટાડવાની દવાઓ, ફિઝિયોથેરાપી, ઇન્જેક્શન, જોઈંટ્સ ફેક્લ્સિબિલીટી એક્સરસાઈઝ, એક્યુપ્રેશરથી મટાડી શકાય છે.

પરંતુ પીડાના જુદા જુદા પ્રકાર અનુસાર, ડોકટરો ફક્ત સારવારની ભલામણ કરે છે. પીડા પણ ઘણી વખત માત્ર વ્યાયામ દ્વારા મટાડવામાં આવે છે. પરંતુ જો પીડા લાંબા સમય સુધી ચાલુ રહે છે, તો સારવાર પ્રારંભિક તબક્કેથી વધુ એડવાન્સ પ્રોસિઝર શરૂ થવી જોઈએ.

image source

આ સાવચેતીઓ લેવાથી માસપેશીઓમાં દર્દ થાય છે…

રોજબરોજના કામ કરતી વખતે માંસપેશીઓમાં ખેંચાણ આવવાથી ઈજા થાય છે. લાંબા સમય સુધી એક જગ્યા પર બેસી રહેશો નહીં.

પીઠના સ્નાયુઓનું તાણ ઓછું કરવા માટે વધારે સમય સુધી ઊભા રહીને કે વધારે સમય બેઠા રહ્યાં હોઈએ ત્યારે યોગ્ય સ્થિતિમાં બેસવું જોઈએ.

image source

જો તમારું વજન વધારે હોય તો તેને ઓછું કરવા પર ધ્યાન કેન્દ્રિત કરો. જો તમને શરીરના સ્નાયુઓમાં દુખાવો જણાતો હોય તો તમે નિયમિત કસરત શરૂ કરો તો ધીમેથી શરૂ કરવી જોઈએ.

સ્નાયુઓની પીડાનો ઇલાજ આઈસ બેગ્સથી પણ કરી શકાય…

image source

જો માંસપેશીઓમાં ખેંચાણ અથવા ઇજા થાય છે, તો અસરગ્રસ્ત વિસ્તારને તરત જ બરફ ઘસવો જોઈએ. તમે અનુભવશો કે દર્દ કે સોજો ઓછો થશે. ધ્યાન રહે કે બરફને સીધું ત્વચા પર ન લગાવવું જોઈએ.

ટુવાલ અથવા બરફના પેકેટમાં બરફના લપેટીને તેનો ઉપયોગ કરવો જોઈએ. લગભગ વીસ મિનિટ સુધી સ્નાયુઓ ઉપર ઠંડો શેક કરવો જોઈએ. પ્રથમ દિવસે તમે દર કલાકે આ પ્રક્રિયાને પુનરાવર્તિત કરી શકો છો અને પછીના કેટલાક દિવસો માટે દર ચાર કલાક બરફ લગાવવો જોઈએ.

કેલ્શિયમ અને પોટેશિયમ

image source

કેલ્શિયમ અને પોટેશિયમ માનવ શરીર માટે જરૂરી પોષક તત્વો તરીકે માનવામાં આવે છે. સ્નાયુઓના તણાવના કિસ્સામાં, તમારા આહારમાં આ તત્વોથી સમૃદ્ધ આહાર શામેલ કરો.

આ સ્નાયુઓની તાણ અથવા ખેંચાણ દરમિયાન હીલિંગની પ્રક્રિયામાં ખાસ રીતે મદદ કરે છે. દહીં, દૂધ, પાલક, બટાકા, બદામ તેમજ પ્રોટિનયુક્ત ખોરાક ખાવાથી જરૂરથી ફાયદો થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ