જાણો શિયાળામાં રોજ એક જામફળ ખાવાથી કઇ બીમારીઓ શરીરમાંથી થઇ જાય છે છૂ

શિયાળામાં કોઈ વરદાનથી ઓછું નથી જામફળ! પાંચ ખતરનાક રોગોથી રાખે છે દૂર, જાણો આના અચૂક ફાયદા.

image source

વર્તમાન સમયે જ્યારે આપણી ચારો તરફ હવામાં ફ્લૂ વાયરસ ફેલાયેલો છે, આ સચોટ સમય છે કે આપળે એવા ઉપાય કરીએ જે આપણને બીમાર પડવાથી બચાવી શકે.

શિયાળામાં જામફળ ફ્લૂ વાયરસથી બચાવવામાં અત્યંત અસરકારક સાબિત થાય છે.

શિયાળો બેસી ગયો છે, ઠંડી દસ્તક દઈ ચૂકી છે અને ધૂંધળી સવાર સાથે ઋતુ પલટો થઇ ગયો છે.

image source

પાર્કની લીલીછમ ઘાસ પર પડેલા ભેજના ટીપાં અને સૂરજની નરમ કિરણો તમારી સવાર શાનદાર બનાવી શકે છે.

પરંતુ દુઃખની વાત એ છે કે આ સમય સ્વાસ્થ્ય માટે ઠીક નથી કેમ કે આ મૌસમ બેક્ટેરિયા અને વાયરસને અનુકૂળ છે, જે આસાનીથી તમને પોતાની જડપમાં જકડી શકે છે.

મોજુદા સમયેે આપણી ચારો તરફ ઘેરાયેલી હવામાં અનેક ફ્લૂ વાયરસ ફેલાયેલા છે, એટલે આ બિલકુલ યોગ્ય સમય છે કે એવા ઉપાય કરવા કે જે તમને બીમાર થવાથી બચાવી શકે.

image source

આ સમય એટલે વર્ષની સૌથી અધિક બેક્ટેરિયા સંભવિત સીઝન છે. એટલે પોતાને આ વાયરસ અને બેક્ટેરિયાથી બચાવવા પૂરી રીતે તૈયાર રહેવાની જરૂરત છે.

સાથે જ જરૂરત છે પોતાની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવાની. એવા ઘણા ફળો છે જે આપણી રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારે કરે છે. તેમાંથી જ એક છે જામફળ, જે શિયાળામાં આપણા સ્વાસ્થ્ય માટે કોઈ વરદાનથી ઓછું નથી.

જામફળ એન્ટી ઓકસિડન્ટ, વિટામિન સી, પોટૅશિયમ અને ફાઇબરથી સમૃદ્ધ હોય છે. આ પોષક તત્ત્વો આપણને ઘણા લાભ પ્રદાન કરે છે.

image source

તેના સિવાય જામફળના પાંદડાની હર્બલ ચા પણ બને છે. ડોક્ટર પણ ઠંડીમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે જામફળના જ્યૂસ પીવાનો આગ્રહ કરે છે.

એટલું જ નહિ, આ ફળના પોષક તત્ત્વો આપણી ત્વચા અને વાળને પણ પ્રદૂષણ થી બચાવે છે.

-આ શિયાળામાં જામફળ ખાય અને સેહતને દુરુસ્ત રાખો, બ્લડ શુગર પણ થાય છે કંટ્રોલ!

image source

કેટલાક શોધ રીપોર્ટસ બતાવે છે કે જામફળ બ્લડ શુગરમાં પણ સુધાર કરી શકે છે.

અનેક ટેસ્ટ ટ્યુબ અને જાનવરો પર કરવામાં આવેલા અભ્યાસમાં બહાર આવ્યું કે જામફળના પાંદડામાં રહેલું અર્ક બ્લડ શુગરને લાંબા સમય સુધી કંટ્રોલ કરી શકે છે તદુપરાંત ઇન્સ્યુલીન લેવલમાં પણ સુધાર કરે છે.

આ ફળ ડાયાબિટીસ પીડિત લોકો માટે અમૃત છે. મનુષ્યો પર કરવામાં આવેલા અભ્યાસમાં પણ તેનું પ્રભાવશાળી પરિણામ જોવા મળ્યું છે.

image source

૧૯ લોકો પર કરેલા એક અભ્યાસ બાદ બહાર આવ્યું છે કે ભોજન બાદ જામફળના પાંદડાની ચા પીવાથી બ્લડ શુગરનું લેવલ ઘટી જાય છે અને તેનો પ્રભાવ બે કલાક સુધી રહે છે.

-હૃદય સ્વાસ્થ્યને પણ બેહતર બનાવે છે જામફળ!

જામફળ અનેક રીતે આપણા દિલની સેહત સુધારવામાં મદદ કરી શકે છે. ઘણા વૈજ્ઞાનિકોનું માનવું છે કે જામફળના પાંદડામાં ઉચ્ચ સ્તરના એન્ટી ઓકસિડન્ટ અને વિટામિન છે જે આપણા દિલ ના મુક્ત કણોને નુકસાન થી બચાવી શકે છે.

image source

જામફળમાં પોટૅશિયમ અને ફાઇબરનું સ્તર પણ ઊંચું હોય છે, જે હૃદય સ્વાસ્થ્યમાં સુધારો કરી શકે છે.

તેના સિવાય તેના પાંદડાના અર્ક લો બ્લડ પ્રેશર, “ખરાબ” એલડીએલ કોલેસ્ટ્રોલમાં કમી અને “સારા” એલડીએલ કોલેસ્ટ્રોલ ને વધારવામાં મદદ કરે છે.

જેમ હાઈ બ્લડપ્રેશર અને એલડીએલ કોલેસ્ટ્રોલની અધિકતા હૃદય રોગ અને સ્ટ્રોકનું જોખમ વધારી દે છે, આ ફળના પાનનું અર્ક અત્યંત બહુમૂલ્ય સાબિત થઈ શકે છે.

image source

-માસિક ધર્મના દુખાવા માં પણ આપે છે રાહત!

વધારે પડતી મહિલાઓને માસિક ધર્મ દરમિયાન પેટના દુખાવાની શિકાયત રહે છે. જોકે અનેક એવા સબુતો છે જે દર્શાવે છે જામફળના પાનની અર્ક માસિક ધર્મના દુખાવાની તીવ્રતાને ઘટાડી શકે છે.

૧૯૭ મહિલાઓ પર કરવામાં આવેલા અભ્યાસમાં બહાર આવ્યું કે રોજ જામફળના પાનના ૬ ગ્રામ અર્કનું સેવન કરવાથી માસિક ધર્મના દુખાવામાં કમી આવે છે.

અધ્યયનમાં આ અર્કને ઘણી દર્દ નિવારક દવાઓથી અધિક શક્તિશાળી માનવામાં આવ્યું છે.

image source

-પાચન તંત્રને બેહતર બનાવે છે જામફળ!

જામફળ ફાઇબરનો ઉત્કૃષ્ટ સોર્સ છે. જેથી અધિક જામફળ ખાવાથી મળ ત્યાગ સારો રહે છે અને કબજિયાતની સમસ્યા રહેતી નથી.

રોજનું એક જામફળ તમારી રોજની ફાઇબર જરૂરિયાતનું ૧૨ ટકા પૂરું પાડે છે. તેના સિવાય તેના પાનના અર્કનો રસ પણ પાચન માટે લાભદાયક સાબિત થયો છે.

અભ્યાસમાં જણાવ્યા મુજબ આ ફળ મળની તીવ્રતા તેમજ અવધિ ઘટાડી શકે છે. તેના પાંદડાની અર્ક રોગણુરોધી હોય છે.

image source

તેનો મતલબ છે આ તમારી આંતરડીમાં રહેલા હાનિકારક રોગાણુઓને બેઅસર કરે છે જે મળનું કારણ બની શકે છે.

-કેન્સર રોધી ગુણોથી સંપન્ન છે જામફળ!

જામફળના પાનના અર્કમાં કેન્સર રોધી (એન્ટી કેન્સર) પ્રભાવ હોય છે.

image source

ટેસ્ટ ટ્યુબ અને જાનવરો પર કરવામાં આવેલા અભ્યાસમાંમાં બહાર આવ્યું છે કે જામફળનું અર્ક કેન્સર કોશિકાઓની વૃદ્ધિ રોકવામાં મદદરૂપ થઈ શકે છે.

જામફળમાં મળતા એન્ટી ઓકસિડન્ટ કેન્સરના હાનિકારક પ્રભાવોથી આપણી કોશિકાઓને બચાવે છે.

એક ટેસ્ટ ટ્યુબ અભ્યાસમાં જાણવા મળ્યું કે જામફળના પાનનું તેલ કેન્સરની દવાઓની તુલનામાં કેન્સર વિકાસને ચાર ગણા અધિક પ્રભાવ થી રોકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ