બાળકને ફોન આપતા પહેલા કરો આ સેટિંગ્સ, નહિં રહે પાછળથી કોઇ ચિંતા

બાળકોને ફોન આપવા પહેલા જરૂરથી કરી લો આ સેટિંગ્સ!

image source

આજ કલ બાળકોને રમકડાં કરતા એ વસ્તુઓ સાથે રમવાનું વધુ ગમતું હોય છે જેનો ઉપયોગ મોટા વડીલો કરતા હોય છે.

હવે જો સીધા શાળોમાં કહીએ તો તમારા બાળકો તમને ફોન વાપરતા જોવે એટલે તેઓ પણ ફોન વાપરવાની જીદ ચાલુ કરી દેતા હોય છે.

અને તેમાં કોઈ હેરાની ની વાત પણ નથી. હંમેશા એ દર બની રહેતો હોય છે કે બાળકો ફોન ને તોડી ના નાખે અથવા તો કોઈ અંજાણ વ્યક્તિને ફોન ના કરી દેકે પછી ક્યાંક તમારો જરૂરી ડેટા, ફોટોઝ કે કોઈ ફાઈલ ડીલીટ ના કરી દે.

image source

ફોનને હંમેશા બાળકોની નજરોથી છુપાવીને રાખવો પણ મુશ્કેલ છે. પરંતુ આ બધી સમસ્યાઓથી નિપટવાનો એક ઉપાય પણ છે જે છે “પેરેન્ટલ કંટ્રોલ”.

આ ફીચર લગભગ દરેક ફોનમાં હોય છે અને તેના માટે કોઈ ને પૈસે આપવાની કે કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જરૂરત નથી.

જો કે ગુગલ પ્લે સ્ટોર પર આ વિશેની ઘણી બધી એપ્લિકેશન પણ છે.

image source

જેને તે સમયમાં પ્રયોગ કરી શકાય છે જયારે તમારા ફોનમાં આ ફીચર હાજર ન હોય.

આપણે જણાવી દઈએ કે જો તમારા ફોનમાં એન્ડ્રોઇડ ૪.૨ કે તેનાથી ઉપરનું ઓપરેટિંગ સિસ્ટમ છે તો પેરેન્ટલ કંટ્રોલનો ઓપશન તમને તમારા ફોનની સેટિંગ્સ માં મળી જશે.

નવું યુઝર એકાઉન્ટ બનાવો.

image source

સૌથી પહેલા ફોનમાં એક નવું યુઝર એકાઉન્ટ બનાવવાનું રહેશે જે ખુબ જ સરળ છે. એક એવું એકાઉન્ટ જેમાં સેટિંગ્સ તમે તમારા હિસાબથી કરી શકશો.

તે માટે ફોનમાં Settings માં જઈને User માં જઈને Add User પછી Profile માં જઈને નવું ગુગલ એકાઉન્ટ બનાવવું પડશે.

એકાઉન્ટ માં શું ભરશો?!

image source

તમે ઇચ્ચો તો તમારા બાળકના નામથી એકાઉન્ટ બનાવી શકો છો. જેમાં તેનું નામ, તેની ઉમર વિશેની માહિતી ભરી શકાશે.

તે સાથે જ Alternative Mail Option માં પોતાની મેલ આઈડી નાખી શકો છો જેથી દરેક ગતિવિધિ પર તમારી નજર બની રહે.

પ્લે સ્ટોરમાં સેટિંગ કરો

image source

આ સિવાય અતંર ફોનમાં આપેલા પ્લે સ્ટોરમાં પણ કેટલાક સેટિંગ કરીને તમે તમારા ફોનને સિક્યોર કરી શકો છો. તે માટે સૌથી પહેલા ગુગલ પ્લે સ્ટોર ઓપન કરો.

ત્યાં ડાબી બાજુ ૩ લાઈનો આપેલી હશે. તેના પર ક્લિક કરી સેટિંગ્સના ઓપશન માં જાઓ અને પેરેન્ટલ કંટ્રોલના ઓપશન ને ઓન કરી દો.

ગુગલ પ્લે સ્ટોરમાં પિન સેટ કરો

image source

ત્યાર બાદ તમારે પિન સેટ એ કરવાનું રહેશે જેથી કરીને જો ભવિષ્યમાં તમે પેરેન્ટલ કંટ્રોલની સેટિંગ બદલવા માંગશો તો તમે બદલી શકશો.

ત્યાર બાદ કોઈ પણ જો ગુગલ પ્લે સ્ટોર પર થી એપ્લીએશન ડાઉનલોડ કરવા માંગશે તે માટે તેને પિન નાખવો પડશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ