વજન ઉતારવાથી લઇને આ અનેક મોટી બીમારીઓમાંથી રાહત અપાવે છે ગુલકંદ, જાણો તેના ફાયદાઓ વિશે

ગુલકંદના ફાયદા અને નુકશાન

image source

ગુલકંદ એક પ્રકારનો મુરબ્બો હોય છે જે ગુલાબની પાંદડીમાંથી બનાવમાં આવે છે.

ગુલકંદ સ્વાસ્થ્ય માટે લાભદાયી અને આનું સેવન કરવાથી શરીરની અલગ અલગ ઘણી બધી બીમારીઓમાંથી છૂટકારો મળે છે. ગુલકંદ સ્વાદે ગળ્યું હોય છે અને આમાંથી ગુલાબની સુંગંધ આવે છે.

image source

ગુલકંદ સ્વાસ્થ્યને લગતી ઘણી બધી સમસ્યાને દૂર કરી શરીર માટે લાભદાયી નિવડે છે. તો આજે અમે તમને ગુલકંદના ફાયદા, નુકશાન અને તેને બનાવાની રીત જણાવીશું.

આને લગતી બધી જ માહિતી નીચે છે તો ચાલો સૌથી પહેલા જાણીએ ગુલકંદના ફાયદા વિષે.

ગુલકંદના ફાયદા

image source

ગુલકંદ સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે.

ગુલકંદ શરીરને સ્વસ્થ રાખે છે જે શરીરની ઘણી બધી બીમારીઓને દૂર કરીને લાંબા સમય સુધી શરીરને સ્વસ્થ રાખે છે.

મોઢામાં પડતાં ચાંદા માટે શ્રેષ્ઠ

image source

મોઢામાં ચાંદા પડે ત્યારે ગુલકંદનું સેવન કરો. ગુલકંદ ખાવાથી ચાંદામાં રાહત મળશે અને દુખાવામાં પણ રાહત મળશે.

ગુલકંદમાં વિટામિન-બી હોય છે જે ચાંદામાં રાહત આપે છે. એટલે જ્યારે ચાંદા પડે ત્યારે કોઈ પણ પ્રકારની દવા લીધા વગર દિવસમાં 2 વાર ગુલકંદ ખાઓ જેનાથી તમને રાહત મળશે.

image source

આંખો માટે લાભદાયી

આંખો માટે ગુલકંદ ઉત્તમ માનવામાં આવે છે જે આંખોને ઘણા બધા પ્રકારના રોગોમાં આંખોની રક્ષા કરે છે.

ગુલકંદ ઠંડી પ્રકૃતિનું માનવામાં આવે છે એટલે આંખોમાં બળતરાની તકલીફમાં રાહત મળે છે.

વળી ગુલકંદ પર કરેલ અભ્યાસ મુજબ આનું સેવન કરવાથી આંખોના સોજા અને આંખો લાલ થવાની સમસ્યા પણ હલ થાય છે.

image source

એટલે જે લોકોને આંખોના લગતી આવી તકલીફ રહેતી હોય તો ગુલકંદનું સેવન જરૂર થી કરો.

કબજિયાત અને ગેસની તકલીફ દૂર થશે

ગુલકંદ પેટને લગતી સમસ્યામાં પણ ફાયદાકારક છે. આને ખાવાથી પેટને લગતી ઘણી બધી સમસ્યામાંથી રાહત મળે છે.

image source

જે લોકોને કબજિયાતની તકલીફ છે એ લોકોએ રોજ એક ચમચી ગુલકંદ ખાવુ જોઇએ. આને ખાવાથી કબજિયાતથી છુટકારો મળશે. ગેસની તકલીફ હોય તો પણ ગુલકંદનું સેવન કરવાથી લાભ મળશે.

કારણકે ગુલાબની અંદર રહેલે તત્વોમાં પાચન તંત્રની પ્રક્રિયાને બરાબર રાખી અને ગેસ અને કબજિયાત જેવી તકલીફોથી છૂટકારો મળે છે.

યાદશક્તિ વધારે

image source

ગુલકંદ ખાવાથી યાદશક્તિ વધે છે અને મગજ બરાબર કાર્ય કરે છે. ગુલકંદ પર કરેલી શોધ મુજબ આમાં એંટી ઓક્સિડેંટના ગુણો હોય છે જે યાદશક્તિ વધારે છે નાના બાળકો માટે આનું સેવન ખૂબ જ ગુણકારી છે

હ્રદય સારી રીતે કાર્ય કરશે

ગુલકંદનું સેવન હ્રદયને લગતી તકલીફો પર સારો પ્રભાવ પાડે છે અને હ્રદય રોગને લગતા ભયને દૂર કરે છે. ગુલકંદની અંદર મેગ્નેશિયમ હોય છે જે હ્રદય માટે લાભદાયી છે.

image source

ગુલકંદથી બ્લડ પ્રેશર પણ કાબુમાં રહે છે. કારણકે વધુ પડતું બ્લડ પ્રેશર હ્રદય માટે ઘાતક સાબિત થાય છે અને હાઇ બ્લડ પ્રેશરને કારણે હ્રદય રોગનો હુમલો (અટેક) આવવાનો ભય વધી જાય છે.

થાક દૂર થાય

ગુલકંદમાં એન્ટી-ઓક્સિડેન્ટ હોય છે જે શરીરની ઉર્જા વધારવાનું કામ કરે છે. એટલે જે લોકો જલ્દીથી થાકી જાય છે એવા લોકો ગુલકંદ જરૂરથી ખાય.

image source

ગુલકંદ ખાવાથી શરીરને થાક અને કમજોરી અનુભવાશે નહીં. એટલુ જ નહીં આને ખાવાથી તણાવ પણ દૂર થશે.

જે લોકો વધુ પડતાં તણાવમાં રહેતા હોય એવા લોકોએ રાત્રે ઊંઘતા પહેલા એક ચમચી ગુલકંદ ખાઈને ઉપર દૂધ પી લો. આવું કરવાથી તણાવ દૂર થશે.

વજન ઘટાડે

image source

ગુલકંદથી વજન પણ ઓછુ કરી શકાય છે એટલે વજન ઘટાડવું હોય તો રોજ ગુલકંદ ખાઓ. આની અંદર ફેટ બિલકુલ નથી હોતું એટલે ચરબી જમા થતી નથી.

વજન ઘટાડવા માટે સવારે એક ચમચી ગુલકંદની ખાધા પછી ઉપર દૂધ પી લો. આવું કરવથી ભૂખ નથી લગતી અને ફેટ ઓછી થશે.

માસિક સમયે થતા દુખાવામાં રાહત

image source

મહિલાઓ માટે ગુલકંદ ખૂબ જ ફાયદાકારક છે. આને ખાવાથી માસિક સમયે થતા દુખાવામાં રાહત મળે છે.

માસિક સમયે થતા દુખાવા દરમિયાન મહિલાઓ ગુલકંદવાળું દૂધ પીવો. ગુલકંદવાળું દૂધ પીવાથી દુખાવામાં રાહત મળશે.

ત્વચાને લગતા ગુલકંદના ફાયદા

image source

ગુલકંદ સ્વાસ્થ્યની સાથે સાથે ત્વચામાં ફાયદાકારક છે

ખીલ મટાડે

ગુલકંદને ચહેરા પર લગાવવાથી ખીલ મટે છે અને વ્હાઇટ હેડ્સની સમસ્યા પણ દૂર થાય છે. આ માટે ચહેરા પર રોજ ગુલકંદ લગાવો.

ચહેરો મુલાયમ બને

image source

ચહેરાને મુલાયમ રાખવામા ગુલકંદ ખૂબ મદદરૂપ થાય છે આનાથી ચહેરા પર ડ્રાયનેસ દૂર કરી શકાય છે.

ત્વચા ડ્રાય થઈ જાય ત્યારે થોડું ગુલકંદ લઈને ચહેરા પર લગાવો અને 15 મિનિટ પછી પાણીથી ચહેરો ધોઈ દો.

કેવી રીતે કરશો સેવન

image source

ગુલકંદ ઘણી બધી રીતે ઉપયોગમાં લઈ શકાય છે તમે દૂધમાં નાખીને પણ લઈ શકો, પાણી સાથે પણ લઈ શકો અથવા બ્રેડની સાથે પણ ખાઇ શકો છો.

આવી રીતે તૈયાર કરો ગુલકંદ વાળું દૂધ

image source

ગુલકંદવાળું દૂધ બનાવવા માટે પહેલા એક ગ્લાસ દૂધ ગેસ પર ગરમ કરવા મૂકો. આ દૂધમાં ગુલકંદ મેળવી એને ઉકાળો પછી પીઓ.

યાદ રાખો કે ગુલકંદ ગળ્યું હોય છે એટલે આ દૂધમાં ખાંડ કે મધ નાખવું નહીં.

ગુલકંદ બનાવાની રીત

image source

ગુલકંદ ઘરે જ બનાવી શકાય છે. ગુલકંદ બનવાની સરળ રીત જાણી લો.

ગુલકંદ બનાવવાની સામગ્રી

ગુલાબની પાંદડીઓ- 250 ગ્રામ

સાકર- 250 ગ્રામ

પીસેલી ઈલાયચી

મધ

ગુલકંદ બનાવવાની રીત

image source

ગુલાબની પાંદડિયોને સારી રીતે ધોઈને એને તડકામાં સુકાવા માટે મૂકો. જ્યારે આ પાંદડિયો સુકાઈ જાય પછી એને મિક્ષરમાં નાખીને પીસી લો. આના પછી અંદર પીસેલી ઈલાયચી અને સાકર નાખો.

આ મિશ્રણને ડબ્બામાં બંધ કરીને 8 દિવસ સુધી તડકામાં મૂકો. આવું કરવાથી મિશ્રણ બરાબર પીગળી જશે અને ગુલાબની પાંદડિયોમાં સારી રીતે મિક્સ થઈ જશે. ગુલકંદ બનીને તૈયાર છે જ્યારે મન ત્યારે આનું સેવન કરી શકો છો.

ગુલકંદ ખાવાથી થતું નુકશાન

image source

ગુલકંદ ખાવાના ફાયદાની સાથે સાથે નુકસાન પણ છે

ડાયાબિટીસ હોય એ લોકો ગુલકંદનું સેવન ના કરો કારણ કે આમાં સુગર હોય છે જેનાથી શરીરમાં સુગરનું પ્રમાણ વધી શકે છે.

જે લોકોને ગુલાબના ફૂલની એલર્જી હોય એ લોકો પણ ગુલકંદનું સેવન કરવું જોઇયે નહીં.

image source

ગુલકંદની પ્રકૃતિ ઠંડી હોય છે એટલે આનું વધુ પડતું સેવન કરવાથી શરદી ખાંસી જેવી તકલીફનો સામનો કરવો પડે છે.

ગુલકંદના ફાયદા અને નુકશાન જાણ્યા પછી તમે આજથી જ આનું સેવન કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ