ઘરની આ દિશાની દીવાલ પર ક્યારેય ન લગાડવી ઘડિયાળ, નહીં તો સહન કરવી પડશે પૈસાની તંગી

ઘરની આ દિશાની દીવાલ પર ક્યારેય ન લગાડવી ઘડિયાળ, નહીં તો સહન કરવી પડશે પૈસાની તંગી

image source

વર્તમાન સમયમાં નવી જનરેશન વાસ્તુશાસ્ત્ર પર ધ્યાન દેતી નથી. જેના કારણે તેમને અનેક સમસ્યાઓનો કરવો પડે છે.

આજે તમને વાસ્તુશાસ્ત્રની કેટલીક વિશેષ જાણકારી આપવામાં આવી છે. આ જાણકારી તમારા જીવનમાંથી ધનનો અભાવ દૂર કરી શકે છે.

image source

એવું કોઈ નહીં હોય જેના ઘરમાં ઘડિયાળ ન રાખેલી હોય. લોકોના ઘરના દરેક રુમમાં ઘડિયાળ રાખેલી હોય છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની દીવાલ પર ઘડિયાળ લગાવવાની નક્કી દિશા હોય છે. સાથે જ ઘરના ખાસ સ્થાન પર ઘડિયાળ લગાવવાની મનાઈ હોય છે.

image source

જો વાસ્તુ અનુસાર ઘડિયાળ લગાવશો તો સમય સારો આવશે જ્યારે તેના નિયમોનું પાલન નહીં કરો તો સમય અનેક સમસ્યાઓ અને દરિદ્રતાઓ લઈને આવશે.

દક્ષિણ દિશામાં ઘડિયાળ

image source

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘડિયાળ જો ઘરની દક્ષિણ દિશામાં લગાવેલી હોય તો તુરંત તેને હટાવો.

કારણ કે તેનાથી તમારે અને તમારા પરીવારના સભ્યોને આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

image source

વાસ્તુશાસ્ત્રના નિષ્ણાંતો અનુસાર દક્ષિણ દિશાને ઠહેરાવની દિશા કહેવાય છે, આ દિશામાં ઘડિયાળ હશે તો તમારા પરીવારના સભ્યો પર તેની ખરાબ અસર પડી શકે છે.

દરવાજા ઉપર ઘડિયાળ

image source

નિષ્ણાંતો જણાવે છે કે ઘરમાં દરવાજા ઉપર પણ ઘડિયાળ રાખવી નહીં. તમારા ઘરમાં કોઈ દરવાજા પર ઘડિયાળ લગાવેલી હોય તો તેને તુરંત દૂર કરો.

કારણ કે તે વાસ્તુશાસ્ત્રના નિયમ વિરુદ્ધ છે. તેના કારણે તમારા ઘરમાં આર્થિક સમસ્યાઓ આવતી જ રહેશે.

પૂર્વ દિશામાં રાખો ઘડિયાળ

image source

વાસ્તુના નિષ્ણાંતો જણાવે છે કે જો તમારી ઈચ્છા હોય કે તમારા ઘરમાં ધનની ખામી ન રહે તો ઘડિયાળને પૂર્વ દિશાની દિવાલ પર લગાવો. આ દિશામાં રાખેલી ઘડિયાળ સમૃદ્ધિ લાવશે.

કેવી ઘડિયાળ શુભ હોય છે?

image source

વાસ્તુ નિષ્ણાંતો અનુસાર ઘરમાં પેન્ડુલમવાળી ઘડિયાળ રાખવી શુભ ગણાય છે. આવી ઘડિયાળ પરીવારના દરેક સભ્ય માટે શુભ સાબિત થાય છે. તેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જા વધે છે.

બંધ ઘડિયાળ

image source

ઘરમાં બંધ ઘડિયાળ રાખેલી હોય તે દિવાલ પર લટકતી હોય તો તેને પણ તુરંત દૂર કરો અથવા તેને રીપેર કરાવી લો.

બંધ ઘડિયાળ તમારી પ્રગતિમાં બાધા ઊભી કરે છે અને પ્રગતિ અટકાવે છે. ઘરમાં જો ઝાંખા કાચવાળી અને વારંવાર બગડી જતી ઘડિયાળ લગાવેલી હશે તો તે ઘરના સભ્યોની સફળતામાં બાધા બની શકે છે.

image source

દરવાજાની ઉપરના ભાગે લગાવેલી ઘડિયાળ સુખ-શાંતિ માટે બાધારૂપ બને છે.

સમય કરતાં વહેલી ઘડિયાળ

image source

મોટા ભાગના લોકો કેટલીક ઘડિયાળને સમય કરતાં વહેલી રાખે છે. તેના કારણે ઘરની અન્ય ઘડિયાળોમાં એકસરખો સમય રહેતો નથી.

આમ કરવાથી પણ નકારાત્મક ઊર્જા વધે છે અને ઘરના સભ્યોની પ્રગતિ પણ અટકી જાય છે.

image source

ઓફિસ કે દુકાનમાં પણ બંધ ઘડિયાળ ક્યારેય રાખવી નહીં. બંધ ઘડિયાળ આવકને પણ અટકાવી દે છે. ઘડિયાળ પર ધૂળ પણ ન જામે તેનું ખાસ ધ્યાન રાખવું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ