સિઝેરિયન ડિલિવરી પછી ખાઓ આ આહાર, ફૂલેલુ પેટ પણ બેસી જશે

જાણો કેવી સ્થિતિ સર્જાય તો તુરંત કરવી પડે છે સિઝેરિયન ડિલિવરી?

image source

સિઝેરીયન ડિલિવરી જેને સી-સેકશન પણ કહેવાય છે. દુનિયાભરમાં અનેક એવા દેશ છે જ્યાં સિઝેરિયન ડિલિવરી સાવ સામાન્ય ગણવામાં આવે છે.

આ ડિલિવરી ગર્ભાવસ્થામાં કે બાળકના જન્મ સમયે માતાને થતી તકલીફને ઓછી કરે છે. સિઝેરિયન કેટલાક કેસમાં બાળક અને માતાનો જીવ બચાવનાર પણ સાબિત થાય છે.

image source

વર્તમાન સમયમાં તો ફેમિલી પ્લાનિંગની જેમ બાળકનો જન્મ પણ પ્લાનિંગ અનુસાર કરવાનું ચલણ જોવા મળે છે. જો કે ક્યારેક એવી સ્થિતિ સર્જાતી હોય છે કે અચાનક સિઝેરિયન કરવું પડે છે.

ઓસ્ટ્રેલિયન ગર્વમેન્ટ અનુસાર દર 5 સિઝેરિયન ડિલિવરીમાં 2 બાળકોનો જન્મ ઈમરજન્સી સ્થિતિમાં થાય છે. તો ચાલો જાણીએ કે કઈ સ્થિતિમાં સિઝેરિયન કરવું અનિવાર્ય થઈ જાય છે.

image source

અનપ્લાંડ સિઝેરિયન આ સ્થિતિઓમાં કરવું પડે છે.

– ગર્ભમાં એક કરતાં વધારે બાળક હોય અથવા ડિલિવરી દરમિયાન કોઈ સમસ્યા સર્જાય.

– વધારે પડતું લોહી વહી જાય કે પ્રી ક્લેમ્પસિયા હોય.

– ગર્ભમાં બાળકને કોઈ નુકશાન થતું હોય ત્યારે.

– બાળક સામાન્ય કરતાં વધારે વજન ધરાવતું હોય.

સિઝેરિયન ડિલિવરી કેટલી ઝડપી?

સી-સેકશનની જરૂર નોર્મલ ડિલિવરી દરમિયાન પણ પડી શકે છે. જો માતા કે બાળક બંનેમાંથી કોઈપણના જીવનું જોખમ ઊભું થાય તો ડોક્ટર ઈમજન્સીમાં સિઝેરિયન કરી શકે છે.

આવી સ્થિતિમાં પરીવારના સભ્યોએ શાંતિ અને ધીરજથી કામ લેવું. કારણ કે ડોક્ટર બાળક અને માતાના જીવનને ધ્યાનમાં રાખી ઓપરેશનની સલાહ આપતા હોય છે.

સિઝેરિયન પછી શું કાળજી રાખવી?

image source

સિઝેરિયન પછી ચાલવામાં, બેસવામાં થોડી તકલીફ થાય છે. જોરથી હસવું આવે, છીંક કે ઉધરસ આવે તો ટાંકામાં તકલીફ થાય છે.

એટલા માટે તેની ખાસ સંભાળ લેવી જરૂરી છે. જો ધ્યાન રાખવામાં ન આવે તો ઈંફેકશનની શક્યતા વધી જાય છે.

image source

– ટાંકાની સફાઈ નિયમિત કરો.

– ટાંકા પર લગાવેલી ટેપ જાતે ન કાઢો.

– ઢીલા કપડા પહેરવા.

– સ્તનપાન કરાવો ત્યારે ધ્યાન રાખો.

સિઝેરિયન પછી આહાર કેવો લેવો?

image source

સ્તનપાન કરાવતી મહિલાએ કેલ્શિયમ અને વિટામિન ડીથી ભરપૂર આહાર લેવો જોઈએ.

વધારે પ્રમાણમાં દૂધ લેવાથી બાળક અને માતાનું સ્વાસ્થ્ય સારું રહે છે. તેના માટે લીલા શાકભાજી, મેથી, દૂધ, પાલક જેવી વસ્તુઓનું સેવન વધારે કરવું.

ડાયટમાં પ્રોટીનનો સમાવેશ કરવો પણ જરૂરી છે. સિઝેરિયન પછી ડાયટમાં પ્રોટીન મહત્વની ભૂમિકા ભજવે છે. તે કોશિકાઓને રીપેર કરે છે અને શરીરમાં શક્તિ જાળવી રાખે છે.

image source

પ્રોટીન ઉપરાંત આહારમાં વિટામિન સી પણ જરૂરી હોય છે. વિટામિન સી સ્નાયૂને મજબૂત કરે છે.

સિઝેરિયન બાદ તમારે વિટામિન સી સંતુલિત માત્રામાં લેવું જોઈએ. તેના માટે દિવસ દરમિયાન લીંબૂ શરબત, સંતરા, પપૈયું, સ્ટ્રોબેરી, ટામેટા જેવા ફળ ખાવા જોઈએ.

image source

આ ઉપરાંત ઘરનો સાદો ખોરાક પણ પૂરતા પ્રમાણમાં લેવો. ઓપરેશન બાદ તીખું કે ચટપટું ખાવું જોઈએ નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ