બીજાની જેમ તમારા વાળને પણ લાંબા અને સિલ્કી કરવા છે? તો પહેલા રાખો આ ધ્યાન…

વાળને લાંબા અને સ્વસ્થ રાખવા માટે ધ્યાનમાં રાખવા જેવી સાત મહત્વની બાબત

image source

લાંબા કાળા ચમકતા અને લિસ્સા વાળ સ્ત્રીનું મુખ્ય સૌંદર્ય આભૂષણ કહેવાય છે.પણ વાળને સ્વસ્થ જાળવી રાખવા માટે મહેનત પણ એટલી જ કરવી પડે છે.

વાળ પ્રત્યેની બેદરકારી ,વધતી જતી વય ,બાહય પ્રદૂષણ ,અનિયમિત જીવનશૈલી અને સમતોલ આહારનો અભાવ માત્ર શારીરિક કે માનસિક આરોગ્ય પર જ નહીં પરંતુ વાળના આરોગ્ય પર પણ દુષ્પ્રભાવ ઊભો કરે છે.

image source

વાળની જાળવણી માટે કેટલીક મહત્વની ધ્યાનમાં રાખવા જેવી વાતો પર નજર નાખીએ

વાળની જાળવણી માટે માઈલ્ડ શેમ્પૂ અને કન્ડિશનર વાપરવા.

વધુ પડતા સ્ટ્રોંગ અને કેમિકલયુક્ત શેમ્પૂથી વાળને નુકસાન કરે છે. વાળની વાળની ત્વચામાં રહેલી તૈલીયગ્રંથીને કેમિકલયુક્ત શેમ્પુ સુકી અને બેજાન બનાવે છે.

image source

જેને કારણે વાળમાં રહેલું મોઇશ્ચ્યુરાઇઝર ઓછું થાય છે અને વાળ વધુ પડતા ડ્રાય થવા લાગે છે. શેમ્પૂમાં રહેલા sodium lauryl sulphate ને કારણે વાળ સૂકા અને નબળા બનાવે છે જેને કારણે વાળ ખરવાની સમસ્યા પણ વધે છે.

વાળ ને અનુરૂપ માઇલ્ડ શૅમ્પૂથી માથાની સેંથીમાં હળવા હાથે મસાજ મસાજ કરવું. શેમ્પુ વાળની ચામડીના છીદ્ર ખોલીને ત્વચાને અંદરથી સાફ કરે છે.સારા શેમ્પુથી વાળ સાફ કર્યા બાદ વાળમાં ઉપરથી લઈને નીચે છેડા સુધી સારૂં કંડીશનર લગાવવું.

image source

કન્ડિશનર ડેમેજ થયેલા વાળને સુધારે છે અને મજબૂત કરે છે.નુકસાન પામેલા વાળને પુનર્જીવીત કરવા માટે હેર માસ્કનો ઉપયોગ પણ કરી શકાય છે.

વાળને હુંફાળા પાણીથી ધોયા બાદ ઠંડા પાણીથી વાળ ધોવા જોઈએ.હૂંફાળું પાણી પણ વાળના છિદ્રોને ખોલી અને શેકીને અને ચામડીને ચોખ્ખા કરે છે.મોઇશ્વર અને કુદરતી તેલને ચામડીમાં ઉતારવામાં હૂંફાળું પાણી મદદરૂપ છે.

image source

ચામડીમાં ઉતરેલા તેલ અને મોઈશ્ચર ને ટકાવી રાખવા માટે વાળને છેલ્લે ઠંડા પાણીએ ધોવા જોઈએ.હોટ એન્ડ કોલ્ડ ટોવેલ થેરાપી પણ વાળની તન્દુરસ્તી જાળવવામાં ઉપયોગી છે.

વિવિધ પ્રકારની હેર સ્ટાઈલ કરવા માટે વપરાતા સાધનો આડ અસરથી વાળને બચાવવા સારા સિરમનો ઉપયોગ કરવો જોઈએ.હેર ડ્રાયર, સ્ટ્રેટનર, રોલર જેવા યાંત્રિક સાધનોની ગરમીને કારણે વાળની ગુણવત્તા પર અસર પડે છે.

આ સાધનોનો વપરાશ કરતાં પહેલાં વાળ પર સિરમ લગાવવાથી વાળ તૂટતા અટકે છે અને વાળનું રક્ષણ થાય છે.

image source

વાળની સ્વચ્છતા માટે બાહ્ય ઉપચારો ની સાથે સાથે આંતરિક ઉપચાર પણ એટલો જ જરૂરી છે. પોષણયુક્ત આહાર પૂરતી ઊંઘ અને હળવી કસરત થી શારીરિક અને માનસિક સ્વસ્થતા પ્રાપ્ત થાય છે.

શરીરને મળતું યોગ્ય પોષણ વાળને પણ સ્વસ્થ રાખે છે. હળવી કસરત કરવાથી માથામાં રક્તસંચાર યોગ્ય પ્રમાણમાં થાય છે જેને કારણે પણ વાળ મજબૂત બને છે. તણાવયુક્ત જીવન શૈલી થી દૂર રહેવું જોઈએ. તણાવને કારણે વાળ ખરવાની સમસ્યા થઈ શકે છે.

image source

સૂતી વખતે પણ સુવાળા કાપડનું ઓશીકુ વાળને સ્મૂધ સરફેસ આપે છે ,જેને કારણે વાળ તૂટતા બચે છે. સૂતી વખતે વાળને ટાઈટ બાંધવાથી પણ વાળ તૂટવાની અને ખરવાની સંભાવના રહે છે.

ભીના વાળને ટોવેલ દ્વારા હળવા હાથે લૂછી ને સૂકવવા. ભીના વાળમાં કાંસકો ફેરવો નહીં.વાળ સૂકવવા હેર ડ્રાયરનો વપરાશ કરવો પડે તો હેર ડ્રાયર ને વાળ થી ૬ ઈંચ દૂર રાખવું.

image source

લાંબા, ચમકતા , સુંવાળાં વાળ સ્વસ્થ આરોગ્યની નિશાની છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ