જાણો દેશના જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલા અંતિમ ક્ષણોમાં દેશ માટે શું કહી ગયા…

દેશના જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલાની અંતિમ ક્ષણોની વિડિયો દિકરાએ કરી શેર

થોડા દિવસો પહેલાં જ દેશના જાણીતા અને માનિતા એવા પ્રખર જ્યોતિષાચાર્ય બેજાન દારૂવાલાનું નિધન થયું છે. સમગ્ર દેશમાં તેમને સોશિયલ મિડિયા દ્વારા લાખો ફેન્સે શ્રદ્ધાંજલી અર્પણ કરી છે. તાજેતરમાં તેમના દિકરાએ તેમની અંતિમ ક્ષણોનો વિડિયો યુ ટ્યૂબ પર શેર કર્યો હતો.

image source

આ વિડિયોમાં તેઓ પ્લુટો અને ગુરુની યુતિ વિષેની વાતો જણાવી રહ્યા છે. તેમને વિડિયોમાં એવું કહેતાં પણ સાંભળવામા આવ્યા છે કે આવનારા સમયમાં બધું જ સરખું થઈ જશે. તેઓ જણાવે છે કે મકર રાશિમાં ગુરુ અને પ્લુટોની યુતિ ખૂબ જ અનુકુળ પરિણામો સર્જશે.

આ બે ભવિષ્યવાણી કરીને ચકચાર મચાવી હતી બેજાન દારૂવાલાએ – પી.એમ મોદીને લઈને કરી હતી આ ભવિષ્યવાણી

image source

બેજાન દારુવાલાના નામ પરથી જ તમને ખ્યાલ આવી જતો હશે કે તેઓ એક પારસી હતાં અને તેમ છતાં તેઓ ગણેશજીના પરમ ભક્ત હતા. તેઓ વિશ્વના વિવિધ જ્યોતિષશાસ્ત્રો જેમ કે વૈદિક, પશ્ચિમિ જ્યોતિષ સિદ્ધાંતો, ટેરો રિડિંગ, કાબાલા, હસ્તરેખા, આઇ-ચિંગ, અંકશાસ્ત્ર વિગેરેના સિદ્ધાતોનો ગુઢ અભ્યાસ કર્યા બાદ તેમાંથી એક સંયુક્ત ભવિષ્યવાણી કરવા માટે જાણીતા હતા. તેમનો ચાહક વર્ગ પણ મોટો છે અને તેમનામાં વિશ્વાસ ધરાવતા લોકો પણ હજારોની સંખ્યામાં છે.

ચાલો બેજાન દારૂવાલા વિષે થોડું જાણી લઈએ

તેમનો જન્મ 11 જુલાઈ 1931ના રોજ એક પારસી કુટુંબમાં થયો હતો.

તેમની ચોક્કસ ભવિષ્યવાણી માટે તેઓ ભારત તેમજ વિશ્વના બીજા દેશોમાં પણ જાણીતા હતા.

image source

અને ઉપર જણાવ્યું તેમ તેઓ પારસી હોવા છતાં ગણપતિજીના પરમ ભક્ત હતા.

તેઓ અમદાવાદ ખાતે અંગ્રેજીના પ્રોફેસર તરીકે પણ વિદ્યાર્થીઓને ભણાવી ચુક્યા છે.

બેજાન દારૂવાલાની જ્યોતિષની સમજ પૂર્વ તેમજ પશ્ચિમના જ્યોતિષશાસ્ત્રનો સંગમ છે. તેઓ વૈદિક, ટેરો, આઇચિંગ, હસ્તરેખા તેમજ અંકશાસ્ત્ર બધાનો અભ્યાસ કર્યા બાદ ભવિષ્યવાણી કરતા હતા.

image source

તેમણે પોતાના જીવનકાળમાં ઘણી બધી ચોક્કસ ભવિષ્યવાણી કરી છે અને તેમની આ જ ચોક્કસાઈ માટે તેઓ જાણીતા બન્યા હતા. અમદાવાદમાં તેમનો જન્મ થયો હતો અને તેમના પારસિ પિતા અમદાવાદની મિલમાં કામ કરતા હતા. તેમને અમદાવાદમાં જ ભણાવવામાં આવ્યા હતા અમદાવાદમાં જ તેઓ ઇંગ્લીશ વિષયના પ્રોફેસર પણ રહી ચુક્યા હતા.

તેમણે 25મી એપ્રિલ 2004ના રોજ પોતાની જ્યોતિષ વેબસાઇટ બેજાનદારુવાલા ડોટ કોમનો મુંબઈની તાજ હોટેલથી શરૂઆત કરી હતી. તેમણે સંજય ગાંધીના મૃત્યુ તેમજ 2014માં નરેન્દ્ર મોદીની ભવ્ય જીતની પણ ભવિષ્યવાણી કરી હતી.

image source

બેજાન દારૂવાલાને પોતાના જ્યોતિષશાસ્ત્રના જ્ઞાનના કારણે દેશ વિદેશમાં સમ્માનિત કરવામાં આવ્યા છે તેમને અત્યાર સુધીમાં ઘણા બધા દેશી વિદેશી અવોર્ડ્સ પણ મળી ચુક્યા છે. બેજાન દારૂવાલાને વિશ્વની સૌ પ્રથમ જ્યોતિષ વેબસાઇટ ગણેશાસ્પિક્સ.કોમ બનાવવાનું શ્રેય જાય છે. તેમને 27 ઓગસ્ટ 2000ના રોજ સદીના જ્યોતિષ તરીકેનો અવોર્ડ મળ્યો છે. આ ઉપરાંત તેમને ફેડરેશન ઓફ ઇન્ડિયન એસ્ટ્રોલોજીએ જ્યોતિષી મહાહોપાધ્યાયથી પણ સમ્માનિત કર્યા હતા.

image source

સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધિ પામેલા સમ્માનનીય જ્યોતિશાચાર્ય બેજાન દારૂવાલાનું 89 વર્ષની ઉંમરે નીધન થયું હતું. તેઓ છેલ્લા ઘણા સમયથી બીમાર રહેતા હતા અને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા. તેમના પુત્ર નસ્તુર દ્વારા મળેલી માહિતી પ્રમાણે તેઓ ન્યુમોનિયા અને ફેફસાના ઇન્ફેક્શનના કારણે બિમાર હતા, જો કે તેમને કોરોના ન હતો તેવી પણ તેમણે સ્પષ્ટતા કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ