આ છે એક એવુ ઝાડ જેને કાપવાથી નીકળે છે લોહી જેવુ પ્રવાહી, જાણો કયા દેશમાં છે જેની ભરપૂર માંગ

દુનિયાભરમાં અલગ અલગ પ્રકારના એવા અનેક વૃક્ષો અને છોડ હોય છે જેની દરેકની પોતાની કઇંક અલગ જ વિશેષતા હોય છે.

image source

અમુક પ્રકારના વૃક્ષો માનવજાતની અનેક પ્રકારની બીમારીઓના ઈલાજમાં મદદરૂપ થાય છે. અને માત્ર વૃક્ષો જ નહીં પરંતુ તેના ફળ, છાલ, પાન અને ડાળખીઓનો પણ જડીબુટ્ટી તરીકે ઉપયોગ થાય છે. જો કે અમુક પ્રકારના વૃક્ષો અને છોડ એનાથી બિલકુલ ઊલટું એટલે કે આયુર્વેદની દ્રષ્ટિએ કાંઈ કામ લાગતા નથી.

બીજું એ કે વૃક્ષો પણ માણસની જેમ સજીવ છે. જો તમને તમારા ભણવાના દિવસો યાદ હોય તો આપણને ભણાવવામાં આવતું કે વૃક્ષોનું પણ જીવન હોય છે ને તેનો પણ વિકાસ થાય છે.

image source

પરંતુ તમને એ જાણીએ નવાઈ લાગશે કે આ દુનિયામાં એક જગ્યાએ એવા પણ વૃક્ષો ઉગે છે જે વૃક્ષોને કાપો તો તેમાંથી એકદમ લાલ રંગનું લોહી જેવું પ્રવાહી નીકળે છે. જે નજરે જોતા એવું જ લાગે જાણે માણસનું લોહી ન હોય. તો વિશ્વમાં ક્યાં થાય છે આ પ્રકારના વૃક્ષો શું છે તેમાંથી નીકળતા લાલ રંગના પ્રવાહીની હકીકત ? આવો જાણીએ.

દક્ષિણ આફ્રિકામાં એક ખાસ પ્રકારનું વૃક્ષ મોટી સંખ્યામાં ઉગે છે જેને સ્થાનિક લોકો ” કિયાત ” મુકવા ” તથા ” મુનિંગા ” ના નામથી ઓળખે છે. એ સિવાય તેને ” બ્લડવુડ ટ્રી ” પણ કહેવાય છે તેનું કારણ એ કે આ વૃક્ષને કાપવાથી તેમાંથી માનવ લોહી જેવું પ્રવાહી વહેવા લાગે છે.

image source

ખાસ વાત છે કે આ બ્લડવુડ ટ્રી કાપવાથી જે લાલ પ્રવાહી નીકળે એ વળી બહુ કામની ચીજ છે. સ્થાનિક લોકો આ પ્રવાહીનો અનેક રીતે ઉપયોગ કરે છે. આ પ્રવાહીમાં જાનવરોબી ચરબી ભેળવી અનેક પ્રકારની કોસ્મેટિક બનાવવામાં આવે છે. એટલું જ નહીં પણ સ્થાનિક લોકો તેને ધાધર, કાપવા પર, આંખોની સમસ્યા, મલેરિયા અને પેટ સંબંધી સમસ્યાના ઈલાજ માટે પણ આ પ્રવાહી કામમાં લે છે.

image source

ઉલ્લેખનીય છે કે દક્ષિણ આફ્રિકામાં આ વૃક્ષોની ભારે માંગ રહે છે માટે આ વૃક્ષનો ત્યાં મોટી સંખ્યામાં ઉછેર કરવામાં આવે છે. 12 થી 18 મીટર સુધી લંબાઈ ધરાવતા આ વૃક્ષો દેખાવમાં પણ આકર્ષક દેખાય છે અને તેને કાપ્યા બાદ તેનું લાકડું અન્ય વૃક્ષોની જેમ સંકોચાતું પણ નથી અને ફર્નીચર બનાવવાના કામમાં પણ આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ