કોટનની ચાદરને લોન્ગ ટાઇમ સુધી મુલાયમ રાખશે આ ટિપ્સ, ફોલો જરૂરથી કરજો…

દિન-પ્રતિદિન ગરમીનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યુ છે. આ કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે લોકો એ.સી તેમજ કુલરની ખરીદી કરતા હોય છે. ગરમીનુ પ્રમાણ વધવાને કારણે અનેક લોકોને ચક્કર તેમજ બીજા અનેક પ્રકારના હેલ્થ પ્રોબ્લેમ્સ થતા હોય છે. આ ગરમીથી બચવા લોકો અનેક વસ્તુઓનો સહારો લેતા હોય છે. જો તમે આ ગરમીમાં ખાવા-પીવા પર વધુ ધ્યાન નથી આપતા તો તમારી હેલ્થ તેમજ સ્કિનને અનેક પ્રકારનુ નુકસાન થાય છે.

image source

જો કે આ ગરમીથી રાહત મેળવવા માટે રાત્રે ઊંઘવામાં લોકો કોટનની ચાદરનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરતા હોય છે. કોટનની ચાદરમાં ઊંઘવાથી પરસેવો ઓછો થાય છે અને સાથે-સાથે ગરમી પણ ઓછી લાગે છે. જો કે મોટાભાગની લોકોની ફરિયાદ હોય છે કે, કોટનની ચાદર એક વખત ધોયા પછી તે ખૂબ જ કડક અને ટાઇટ થઇ જાય છે.

image source

જો કે સારામાં સારા ડિર્ટજન્ટનો યુઝ કરવાથી પણ કોટનની ચાદર કડક થઇ જવાના પ્રોબ્લેમ રહેતા હોય છે. આમ, જો તમને પણ આ સમસ્યા થતી હોય તો તમારી આ વાતનુ સોલ્યુશન આજે જ આવી જશે. તો આજે અમે તમને જણાવીશું કે, કોટનની ચાદરની કેવી રીતે કેર કરવાથી તે નહિં થાય જાય કડક અને ટાઇટ…

બેકિંગ સોડા

image source

કોટનની ચાદર ધોવા માટે બેકિંગ સોડા એક બેસ્ટ ઓપ્શન છે. આ માટે સૌ પ્રથમ એક ચમચી બેકિંગ સોડા લો. ત્યારબાદ ડોલમાં અડધા ભાગનુ પાણી ભરો. હવે તમારી કોટનની ચાદરને આ પાણીમાં એક કલાક માટે પલાળી રાખો. ત્યારબાદ કોઇ પણ ડિર્ટજન્ટથી નવાયા પાણીથી ચાદરને ધોઇ લો. જો તમે આ રીતે કોટનની ચાદર વોશ કરશો તો તે એકદમ મુલાયમ રહેશે અને કડક નહિં થઇ જાય. બેકિંગ સોડાથી કોટનની ચાદરનો મેલ પણ સારા પ્રમાણમાં કપાઇ જાય છે.

સિરકા

image source

ચાદરને મુલાયમ બનાવવા માટે સિરકાનો ઉપયોગ કરવામાં આવે છે. આ માટે ઠંડા પાણીમાં એક ચમચી સિરકા એડ કરીને તેનાથી કોટનની ચાદર વોશ કરો. ધ્યાન રહે કે, ચાદરને બહુ પલાળી રાખવાની નથી. આ સાથે જ તમને જણાવી દઇએ કે, જો તમારી બાથરૂમની ટાઇલ્સ વધારે પ્રમાણમાં ગંદી થઇ હોય તો તેને સાફ કરવા માટે તમે સિરકાનો ઉપયોગ કરી શકો છો. સિરકાથી ટાઇલ્સ એકદમ ચોખ્ખી થઇ જાય છે.

તડકામાં વધુ સમય ના રાખો

LIGHT WEIGHT SOLAPUR TRAVELLING BEDSHEET SPECIAL SUMMER OFFER
image source

કોઇ પણ પ્રકારના ડિર્ટજન્ટનો ઉપયોગ કર્યા વગર ચાદરને સાદા પાણીમાં થોડીવાર પલાળીને તેને તરત તડકામાં સુકવી દો. જ્યારે ચાદર સુકાઇ જાય ત્યારે તેને તરત જ લઇ લો અને ઘરમાં મુકી દો. ધ્યાન રહે કે, ચાદર સુકાઇ જાય પછી તેને વધુ સમય સુધી તડકામાં ના રાખો. આમ, કરવાથી ચાદર મુલાયમ રહે છે.

વોશિંગ મશીનમાં સુકવો

image source

જો તમે કોટનની ચાદરને વોશિંગ મશીનમાં ડ્રાયર કરીને સુકવશો તો ચાદર એકદમ મુલાયમ રહે છે. મશીનમાં ડ્રાયર કરવાથી ચાદર જલદી સુકાઇ જાય છે જેથી કરીને તેને તડકામાં વધુ સમય સુધી રાખવી પડતી નથી. આમ, કરવાથી ચાદર એકદમ મુલાયમ થઇ જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ