બાળકોના શરીર પર નિકળેલી ગરમીને આ ઘરેલુ ઉપાચારોથી ચપટીમાં કરી દો દૂર…

આ ગરમીમાં નાના બાળકોથી લઇને અનેક મોટા લોકો પણ હેરાન-પરેશાન થઇ જતા હોય છે. આ ગરમીમાં સ્કિન તેમજ હેલ્થને લગતા પ્રોબ્લેમ્સ વધુ પ્રમાણમાં થાય છે. ગરમીમાં સ્કિન બળવા લાગવી, રેશિસ થઇ જવા, સ્કિન લાલ થઇ જવી, ફોલ્લીઓ જેવી અનેક નાની-મોટી સમસ્યાઓ થવા લાગે છે. આ ગરમીમાં પરસેવો વધારે થવાને કારણે તેની સ્કિન પર અસર થાય છે. ગરમીની સૌથી વધારે અસર નાના બાળકોને થાય છે. બાળકોની સ્કિન સોફ્ટ તેમજ સેન્સેટિવ હોવાને કારણે ગરમીની અસર તેમને વધારે થાય છે. આમ, આ ગરમીમાં બાળકોને સ્કિન પર ફોલ્લીઓ થવા લાગે છે જેને કારણે તે આખો દિવસ રડ્યા કરે તેમજ તેને શરીરમાં મજા આવતી નથી.

image source

શરીર પર ફોલ્લીઓ થવાને કારણે બળતરા થવા લાગે છે અને સતત ખંજવાળ આવે છે. જો કે આ માટે માર્કેટમાં અનેક પ્રકારની મેડિસિન્સ તેમજ ટેલકમ પાવડર સરળતાથી મળી રહે છે, પરંતુ બાળકોની સ્કિન સેન્સેટિવ હોવાથી ટેલકમ પાવડરનો ઉપયોગ ઓછો કરવો જોઇએ જેથી કરીને તેને બીજા કોઇ સ્કિન પ્રોબ્લેમ્સ ના થાય. આમ, જો તમે તમારા બાળકોને બહારની પ્રોડક્ટ્સથી દૂર રાખવા ઇચ્છો છો તો આ ઘરગથ્થુ ઉપાયો તમારા માટે એકદમ બેસ્ટ છે. આ ઘરગથ્થુ ઉપાયોથી કોઇ પણ પ્રકારનુ નુકસાન નહિં થાય અને અને ફોલ્લીઓ જેવી સમસ્યાઓમાંથી જલદી રાહત પણ મળી જશે.

દહીં

image source

ગરમીમાં બાળકોની સ્કિન પર થતી ફોલ્લીઓને દૂર કરવા માટે દહીં એક બેસ્ટ ઓપ્શન છે. આ પ્રયોગ કરવા માટે દહીંનો લેપ આખા શરીર પર કરી લો અને પાંચ મિનિટ પછી તમારા બાળકને નવડાવી દો. દહીંનો લેપ કરવાથી બાળકને ઠંડક થશે અને ફોલ્લીઓ પણ દૂર થઇ જશે.

મુલ્તાની માટી

image source

આ પ્રયોગ કરવા માટે સૌ પ્રથમ મુલ્તાની માટી લો અને તેમાં ગુલાબજળ મિક્સ કરીને એક પેસ્ટ તૈયાર કરી લો. હવે આ પેસ્ટને શરીર પર લગાવી દો અને સુકાઇ જાય એટલે બાળકને નવડાવી દો. આ ઉપાય કરવાથી તમારા બાળકના શરીર પરની ગરમી બહાર નિકળી જશે અને સાથે-સાથે ઠંડક પણ થશે. જો તમે મુલ્તાની માટીનો આ પેક બાળકના શરીર પર લગાવશો તો તેનાથી બાળકને ખંજવાળ નહિં આવે અને બળતરા પણ બળશે નહિં.

ચંદન પાવડર

image source

ચંદન પાવડર શરીરમાં ઠંડક પહોંચાડવાનું કામ કરે છે. ચંદન પાવડરમાં એક ચમચી ગુલાબજળ મિક્સ કરીને એક પેસ્ટ તૈયાર કરી લો અને તેનાથી શરીર પર લેપ કરી લો. ત્યારબાદ અડધો કલાક પછી બાળકને થોડા હુંફાળા પાણીથી નવડાવી લો. ચંદન પાવડર અને ગુલાબજળની આ પેસ્ટથી શરીર પર થયેલી ગરમી ઓછી થઇ જશે અને ઠંડક પણ મળશે.

બાળકોનુ ગરમીમાં રાખો આ બાબતોનુ ખાસ ધ્યાન

– બાળકોને ગરમીમાં પાતળા અને ઢીલા કપડા પહેરાવો જેથી કરીને સ્કિન પ્રોબ્લેમ્સ થવાના ચાન્સિસ ઓછા થઇ જાય. જો તમે ગરમીમાં તમારા બાળકોને એકદમ ફિટિંગવાળા કપડા પહેરાવો છો તો તેનાથી વધારે પરસેવો થાય છે અને પછી સ્કિન પ્રોબ્લેમ્સ થવા લાગે છે.

– બને ત્યાં સુધી ગરમીમાં કોટનના કપડા પહેરાવાનો આગ્રહ રાખો

– બાળકોને તડકામાં બહાર લઇ જવાનું ટાળો

ગરમીમાં વારંવાર બાળકોને થોડું-થોડું પાણી પીવડાવો જેથી કરીને પાણી ખૂટવાના ચાન્સિસ ઘટી જાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ