ઘરની અંદર પ્રગતિ લાવવા માંગતા હોય તો બેડરૂમમાં કરી લો આટલા ફેરફારો!

દરેક વ્યક્તિ આ નવા વર્ષમાં કંઈક નવું કરવાનું ચોક્કસ વિચારતું હોય છે ત્યારે આપણે લીધેલા સંકલ્પો અને નિયમોની સાથે આપણા ઘરની અંદર રહેલી કેટલીક એવી વસ્તુઓ પણ હોય છે જે નવા સંકલ્પો લેવા છતાં પણ આપણા જીવનમાં વૃદ્ધિ નથી કરી શકતી, એ વસ્તુઓ ઘરમાં નકારાત્મકતા જ લાવે છે, તો આજે અમે તમને એવી જ કેટલીક વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છે જેને જો તમારા ઘરમાંથી તમે દૂર કરી તેની સાથે નકારાત્મકતાને પણ દૂર કરી શકો છો. ઘરમાં બેડરૂમની પોતાની એક ખાસ જગ્યા હોય છે. જ્યાં વ્યક્તિ આરામ કરવાની સાથે જ વિચાર-વિમર્થ કરે છે.

image source

વ્યક્તિના દિવસની શરુઆત અને અંત બેડરૂમથી જ થાય છે. કહેવામાં આવે છે કે જો બેડરૂમથી ખુશ મનથી બહાર આવીએ તો આખો દિવસ સારો જાય છે. જ્યારે બેડરૂમમાંથી ચિંતત મને બહાર આવશો તો દિવસ ખરાબ જાય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, બેડરૂમ ફક્ત વ્યક્તિના જીવનમાં સુખ-શાંતિ જ નથી લાવતો પરંતુ તે આર્થિક સ્થિતિ પણ મજબૂત બનાવે છે. કહેવામાં આવે છે કે બેડરૂમ હંમેશા યોગ્ય સ્થાને હોવો જોઇએ કારણ કે તેનો પ્રભાવ તમારા જીવન પર પડે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, જો બેડરૂમનું વાસ્તુ બરાબર ન હોય તો વ્યક્તિ પાસે પૈસા નથી ટકતા.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર આ દિશામાં હોવો જોઇએ તમારો બેડરૂમ

image source

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરની ઉત્તર દિશામાં ગૃહ સ્વામીનો બેડરૂમ ન હોવો જોઇએ. કહેવામાં આવે છે કે રૂમમાં કોઇ પણ મૃત વ્યક્તિની તસવીર ન લગાવવી જોઇએ. આમ કરવાથી ધન હાનિ અને માન-સમ્માન પણ ઓછુ થાય છે. ઘરના સભ્યો માટે આ દિશામાં બેડરૂમ ઉત્તમ રહે છે.

image source

વાસ્તુ શાસ્ત્ર અનુસાર પૂર્વ દિશામાં પતિ-પત્નીનો બેડરૂમ હોવો અશુભ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે આ સ્થાન પર બેડરૂમ હોવાથી અશુભ ફળોની પ્રાપ્તિ થાય છે.

image source

પૂર્વ-દક્ષિણ દિશાને અગ્નિ કોણ કહેવામાં આવે છે. કહેવામાં આવે છે કે આ દિશામાં બેડરૂમ ન હોવો જોઇએ. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, આ દિશામાં બેડરૂમ હોવાથી અનિંદ્રા અને વ્યક્તિ ક્રોધી થઇ જાય છે. માનસિક શાંતિ પણ નથી મળતી. આ ઉપરાંત ધન સંબંધિત લેવામાં આવેલા નિર્ણયો પણ ખોટા સાબિત થાય છે.

image source

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, દક્ષિણ દિશામાં ગૃહ સ્વામીનો બેડ હોવો શુભ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે આ સ્થાનમાં ચુંબકીય શક્તિ અનુકૂળ હોવાના કારણે તન અને મન બંને સ્વસ્થ હોય છે. ધ્યાન રહે કે આ દિશામાં સૂતી વખતે માથુ દક્ષિણ અને પગ ઉત્તર દિશામાં હોવુ શુભ છે. તેનાથી ધન લાભની માન્યતા છે.

તૂટેલો પલંગ:

image source

જો તમારું દામ્પત્ય જીવન ખુશહાલ નથી ચાલી રહ્યું તો એકવાર તમારા ઘરની અંદર તમારા બેડરૂમમાં રહેલા પલંગ ઉપર પણ એક નજર કરી જુઓ, જો તમને એ પલંગ તૂટેલો દેખાય તો તરત જ તેને બદલી નાખો, કારણ કે તૂટેલો પલંગ પતિ પત્નીના સંબંધોમાં પણ વિખવાદ ઉભો કરે છે.

image source

પશ્વિમ દિશામાં બાળકો માટે બેડરૂમ શુભ માનવામાં આવ્યો છે. ફક્ત ઘરના મુખિયાનો બેડરૂમ આ દિશામાં ન હોવો જોઇએ. કહેવામાં આવે છે કે બાળકોનો આ દિશામાં બેટરૂમ હોવાથી અભ્યાસમાં મન લાગે છે અને ઉઁઘ પણ સારી આવે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ