જલદી કરો ફેબ્રુઆરીની આ તારીખ સુધી Honda ની આ કાર પર મળી રહ્યુ છે બમ્પર ડિસ્કાઉન્ટ, જલદી ઉઠાવો આ ઓફરનો લાભ

હોન્ડા કાર્સ ફેબ્રુઆરીમાં પોતાની કારોમાં શાનદાર ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ ઓફરો આગામી 20 ફેબ્રુઆરી સુધી લાગુ રહેશે. જો તમે પણ નવી કાર ખરીદવાની ઈચ્છા ધરાવતા હોય તો એક વખત ડિસ્કાઉન્ટ સ્કીમ પર પણ નજર દોડાવી લેજો. જો કે કંપનીએ કારની ઉત્પાદન કિંમતમાં મોંઘવારીને કારણે કારની કિંમતોમાં 20,000 રૂપિયા સુધીનો વધારો પણ કર્યો છે. કંપનીએ સૌથી વધુ ભાવવધારો હોન્ડા સીટી કારમાં કર્યો છે.

Honda WR-V

image soucre

કંપનીએ આના ફેસલીસ્ટ ગયા વર્ષે જુલાઈમાં લોન્ચ કર્યા હતા. કંપની તેના પર 25,000 રૂપિયા સુધીનું કેશ ડિસ્કાઉન્ટ અને 15,000 રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ બધા વેરીએન્ટ પર આપી રહી છે. એ સિવાય ડિલર્સ ગ્રાહકો માટે એક વિકલ્પ એ પણ આપી રહ્યા છે જેમાં 29,427 રૂપિયાની એસેસરીઝ કેશ ડિસ્કાઉન્ટ બદલે લગાવી શકે છે. જ્યારે એક્સક્લુસીવ એડિશન ગ્રેડ પર મહત્તમ છૂટ 10,000 રૂપિયા છે અને 15,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ છે.

Honda Jazz

image soucre

હોન્ડાએ અપડેટેડ જેજને ગયા વર્ષે ઓગસ્ટમાં બજારમાં ઉતારી હતી. જેજ પર 25,000 રૂપિયા સુધીનું કેશ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે અથવા ગ્રાહક 29,365 રૂપિયાની એસેસરીઝ વિકલ્પ સ્વરૂપે લગાવી શકે છે. જ્યારે 21 ફેબ્રુઆરી બાદ ડિસ્કાઉન્ટ ઘટીને 15,000 રૂપિયા અને ફ્રી એસેસરીઝ 17,248 રૂપિયાની થઈ જશે.

Honda Amaze

image soucre

બીજી પેઢીનું હોન્ડા અમેઝ પર 15,000 રૂપિયા સુધીનું કેશ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. અથવા 18,106 રૂપિયાની ફ્રી એસેસરીઝ લગાવી શકે છે. સાથે જ સ્પેશ્યલ અને એક્સક્લુસીવ એડિશન સિવાય ચોથા અને પાંચમા વર્ષની ફ્રી એક્સ્ટનડેન્ટ વોરંટી મળશે. કંપની 10,000 રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ પણ આપી રહી છે.

image soucre

SMT અને S CVT સ્પેશ્યલ એડિશન ગ્રેડસ પર કંપનિ 7000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ અથવા વિકલ્પ રૂપે 7000 રૂપિયાની ફ્રી એસેસરીઝ તથા 15,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ આપી રહી છે. જો કે બંને ઓફર એક સાથે નહિ મળે. VX MT અને VX CVT એક્સક્લુસીવ એડિશન પર 12,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ અથવા એટલી જ કિંમતની ફ્રી એસેસરીઝ મળશે. 15,000 રૂપિયાનું બોનસ વધારા તરીકે મળશે.

Honda City

image soucre

કંપનીની પાંચમી પેઢીના હોન્ડા સીટીને ગત વર્ષે ઓગસ્ટમાં લોન્ચ કરી હતી. કંપની પોતાની આ કાર પર 10,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ અથવા 10,798 રૂપિયાની ફ્રી એસેસરીઝ આપી રહી છે. બધા વેરીએન્ટ પર 20,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ પણ મળશે. 21 ફેબ્રુઆરી બાદ આ બોનસ ઘટીને 10,000 રૂપિયા થઈ જશે.

અન્ય ઓફર્સ

image soucre

ઉપરોક્ત અન્ય ઓફર સિવાય હોન્ડા UIO લોયલ્ટી બોનસ આપી રહી છે જેમાં 6000 રૂપિયાનું વધારાનું બોનસ મળશે. આ એ લોકોને મળવાપાત્ર છે જેના નામ પર હોન્ડા કાર રજીસ્ટર્ડ છે અથવા માલિકના માતાપિતા, પતિ, સંતાન, ભાઈ કે બહેન હોન્ડા કારના મલિક હોય. સાથે જ હાલની હોન્ડા કારના બદલે નવી કાર ખરીદવા પર કંપની વધારાનું 10,000 રૂપિયાનું બોનસ પણ આપશે. જ્યારે ચોથી પેઢીની હોન્ડા સીટી અને સીઆરવી પર કોઈ છૂટ ઉપલબ્ધ નથી પરંતુ UIO ડિસ્કાઉન્ટ મળશે. કંપની પોતાના મોડલ્સ પર કોર્પોરેટ ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ