ગ્લેશિયર દુર્ઘટનાની ભયાનકતા જોઇ લો આ વિડીયોમાં, આખો વિડીયો જોતા-જોતા તમારા પણ રૂંવાટા થઇ જશે ઉભા

ઉત્તરાખંડના જોશીમઠમાં એક મોટી દુર્ઘટના થઈ છે. જોશીમઠમાં ગ્લેશિયર તુટી પડવાના કારણે ડેમ તૂટી ગયો છે, જેમાં ઘણા લોકો લાપતા થઈ ગયા હોવાનું કહેવાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તપોવન ઉપર ધૌલી ગંગા નદી બેકાંઠે થતાં આ ઘટના બની છે. જે સમયે આ ઘટના બની ત્યારે કેટલાક લોકો પણ ત્યાં હાજર હતા. તેઓ પણ આ દ્રશ્યો જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ બરફના તોફાનના ઘણા વીડિયો અને ફોટા પણ લોકોએ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.

image soucre

તોફાનના કારણે સર્જાયેલા વિનાશમાં બચાવ અને રાહત કામગીરી કરવા માટે રાહત ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે. ટ્વિટર પર પણ આ વીડિયો અને ફોટો સાથે હેશટેગ ચામોલી અને હૈશટેગ ધૌલીગંગા ટ્રેન્ડ થઈ રહ્યા છે.ગ્લેશિયર દુર્ઘટનાની ભયાનકતા જોઇ લો આ વિડીયોમાં, આખો વિડીયો જોતા-જોતા તમારા પણ રૂંવાટા થઇ જશે ઉભા

ગ્લેશિયર તુટવાના અને ત્યારબાદ આવેલા વધેલા પાણીના પુરના ઘણા વીડિયો અને ફોટા પણ લોકો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. જેમાંથી ઘણા નકલી પણ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં રાજ્યની પોલીસ અને મુખ્યમંત્રીએ પણ લોકોને અફવાઓને અવગણવાની અપીલ કરી છે. સરકાર દ્વારા ઘટનામાં ફસાયેલા લોકોની મદદ માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.

આ અંગે જાણવા મળતી માહિતી અનુસાર બચાવ કામગીરી દરમિયાન અત્યાર સુધીમાં 3 બોડી મળી આવી છે. આ પહેલા ઉત્તરાખંડના ચીફ સેક્રેટરીએ એક વાતચીત દરમિયાન કહ્યું હતું કે આ કુદરતી આપદામાં 100થી 150 લોકોના મોત થયાની આશંકા છે. આ ઘટના બાદ ઉત્તરાખંડમાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

આ ઘટના પર ગૃહમંત્રીથી લઈ વડાપ્રધાન પણ નજર રાખી રહ્યા છે. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે એનડીઆરએફની 3 ટીમ પણ પ્રભાવિત વિસ્તારમાં પહોંચી ચુકી છે. સાથે જ ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેંદ્ર રાવતે જણાવ્યું હતું કે હાલ કોઈપણ જગ્યાએ પુરની સ્થિતિ નથી. વધારાના જલપ્રવાહ અંગે કોઈ જાણકારી સામે આવી નથી. પ્રભાવિત વિસ્તાર નજીકથી પસાર થઈ જલ પ્રવાહ નંદપ્રયાગથી આગળ વહી ગયો છે. હાલ નદી સામાન્ય સ્તરથી 1 મીટર ઉપર વહી રહી છે. અલકનંદનાના કિનારાના ગામમાં પણ કોઈ નુકસાની નથી.

image soucre

અહીં રાહત કામગીરી માટે ભારતીય સેનાના 400 જવાન પહોંચી ચુક્યા છે. અહીં 2 મેડિકલ ટીમ અને એક ઈંજીનિયરિંગ ટાસ્ક ફોર્સને તૈનાત કરવામાં આવ્યા છે. સેનાનું કહેવું છે કે હેલીકોપ્ટર્સ પણ રાહત કાર્યમાં ઉપયોગમાં લેવાઈ રહ્યા છે.

image soucre

જો કે આ ઘટનાના જે વીડિયો વાયરલ થયા છે તેને જોતાં ગ્લેશિયર પડવાની ઘટનાની ગંભીરતાનો ખ્યાલ આવી શકે છે. પોલીસનું પણ કહેવું છે કે આ ઘટનામાં જાન અને માલની મોટી નુકસાની થઈ હોય તેવી આશંકા છે. જો કે હાલ સ્થિતિ સ્પષ્ટ નથી તેથી કંઈજ સત્તાવાર રીતે કહી શકાય નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ