તમારી સ્માર્ટનેસમાં વધારો કરવા આ રીતે કરો દેશી ઘીનો ઉપયોગ

દેશી ઘીના ફાયદાઓ

image source

દેશી ઘીના તો ઘણા ફાયદાઓ છે. આ હ્રદયની સમસ્યાથી લઈને કેન્સર સુધીની સમસ્યાઓમાં ખુબ મદદગાર સાબિત થાય છે. દેશી ઘીમાં એંટીઓક્સીડ્ન્ટ હોય છે, જે આપણા માટે ખુબ લાભકારક છે. દેશી ઘી ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે ખુબ ફાયદાકારક છે.

દેશી ઘી સ્કીન માટે પણ સૌથી સારું છે. દેશી ઘીના સેવનથી ત્વચામાં નિખાર તો આવે જ છે, પરંતુ કેટલાક અન્ય ઉપાયો પણ છે, જે આપની ખુબસુરતીને વધારવામાં વધારે ફાયદેમંદ છે. આવો જાણીએ એવા જ સાત ઉપાયો:

૧.દેશી ઘીનું ફેસપેક બનાવો:

image source

ચેહરાને નિખારવા માટે પણ દેશીનો ઉપયોગ કરી શકાય છે. એક મોટી ચમચી બેસન પાઉડરમાં કેટલાક ટીપાં દેશી ઘી અને દૂધ ભેળવીને પેસ્ટ બનાવી લો અને આ પેસ્ટને આપના ચેહરા પર લગાવો. અ પેસ્ટને ૧૫ મિનીટ સુધી આપના ફેસ પર રહેવા દઈને પછી ધોઈ લો. થોડાક જ દિવસમાં આપના ચેહરા પર નિખાર જોવા મળી શકે છે.

૨.ઝુરિયો દુર કરવામાં મદદગાર:

image source

દેશી ઘીના કેટલાક ટીપાં લઈને ચેહરા પર ઝુરિયો વાળી જગ્યા પર લગાવી દો. ચેહરા પર ઘી લગાવ્યાના ૧૫ થી ૨૦ મિનીટ પછી ઠંડા પાણીથી ચેહરો ધોઈ લો. અ ઉપાય કરવાથી ઝુરિયો ઓછી થવાની સાથે સાથે જ આપની સ્કીન પણ હેલ્ધી થશે.

૩.ડ્રાયનેસને આમ દુર ભગાવે છે દેશી ઘી:

image source

દેશી ઘીના કેટલાક ટીપાં મલાઈમાં ભેળવી લો. આ બંનેનું મિશ્રણ બનાવ્યા પછી તેને ચેહરા કે હાથ-પગ પર લગાવો અને લગભગ અડધા કલાક પછી પાણી થી સ્કીનને સાફ કરી લો. અઠવાડિયામાં આ ઉપાય ઓછામાં ઓછા ત્રણવાર કરવાથી ડ્રાયનેસ હંમેશા માટે દુર થઈ જશે.

૪. આંખોની નીચે કાળા ઘેરા કે ડાર્ક સર્કલ્સ:

image source

જો આપના ચેહરા પર ડાર્ક સર્કલ્સ છે તો રાત્રે સુતા પહેલા આંખોની નીચે થોડાક ટીપાં દેશી ઘી લગાવીને થોડીવાર મસાજ કરો. કેટલાક દિવસોમાં આપના ચેહરા પરથી ડાર્ક સર્કલ્સ (કાળા ઘેરા)થી મુક્તિ મેળવી શકો છો.

૫.હોઠોની ચમક માટે:

image source

શિયાળાની ઋતુમાં દરેક વ્યક્તિને સુકા કે ફાટેલા હોઠોની સમસ્યાનો સામનો કરવો પડે છે. રોજ રાતના સુતા પહેલા એક થી બે ટીપાં દેશી ઘીને હોઠો પર લગાવી લો, આનાથી જો આપના હોઠ ફાટી ગયા હશે, તો તે વ્યવસ્થિત થઈ જશે. ઉપરાંત ફરીથી હોઠ ફાટશે પણ નહી અને આપ જોઈ શકશો કે સમયની સાથે આપના હોઠો પર એક નવી ચમક જોવા મળી શકે છે.

૬. કમાલનું મેકઅપ રીમુવર છે દેશી ઘી:

image source

આધુનિક સમયમાં સ્ત્રીઓને મેકઅપ કરવો ખુબ જ પસંદ હોય છે પરંતુ મોટાભાગે આ જ મેકઅપના કારણથી આપણી સ્કીનને ખુબ નુકસાન થાય છે ઘણીવાર મેકઅપ દુર કરવાનું ભૂલી જવાય છે કે ખુબ અઘરું કામ છે પરંતુ દેશી ઘીથી મેકઅપ રીમુવ કરવાનું ખુબ જ સરળ થઈ જાય છે. દેશી ઘીના થોડાક ટીપાં લઈને આપ આપના ચેહરા પર લગાવો અને પછી અ ઘીને ટીશ્યુ પેપરથી સાફ કરી લો.

આમ કરવાથી આપની સ્કીનને કોઈ નુકસાન નહી થાય અને મેકઅપ સરળતાથી દુર કરી શકો છો. ઉપરાંત બજારમાં મળતા હાનીકારક કેમીકલયુક્ત મેકઅપ રીમુવરથી આપની સ્કીનને બચાવી શકો છો.

૭. બે મોઢાંવાળા વાળથી છુટકારો:

image source

ઘણા બધા લોકો બે મોઢાવાળા વાળની સમસ્યાથી હેરાન થતા હોય છે. એટલા માટે બે મોઢાવાળા વાળથી છુટકારો મેળવવા માટે દેશી ઘી ખુબ કારગત સાબિત થઈ શકે છે. વાળને ધોવાને એક કલાક પહેલા એક ચમચી દેશી ઘીને ગરમ કરીને બે મોઢાવાળા વાળ પર લગાવો. આ ઉપાય સતત કરવાથી આપને બે મોઢાવાળા વાળની સમસ્યાથી જલ્દી જ છુટકારો મળી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ