કોરોના વાયરસ: ખબર છે તમને ભારતની કરોડોની વસ્તીને બચાવવા ભારતીયો માટે કેટલા દિવસ છે અત્યંત મહત્વના? જાણો તમે પણ

કોરોના વાયરસથી ભારતની કરોડોની વસ્તીને બચાવવા ભારતીયો માટે આ 30 દીવસ છે અત્યંત મહત્ત્વના

image source

ભારતમાં ચીન તેમજ ઇટાલી જેવી ત્રાસદી ન સર્જાય માટે ભારતીયો માટે આવનારા 30 દીવસ છે અત્યંત મહત્ત્વના

કોરોનાવાયરસના કેસ ભારતમાં પ્રકાશમાં આવવા લાગ્યા છે પણ તે હજું સુધી જોખમી સપાટીએ પહોંચ્યા નથી. તેમ છતાં ભારતીયો તેમજ ભારત સરકારે કેટલાક મહત્ત્વના પગલા લેવા અત્યંત જરૂરી છે અને કેન્દ્ર સરકાર તેમજ રાજ્યસરકાર તે કરી પણ રહી છે. જેમ કે સમગ્ર દેશમાં એક પરિપત્ર જાહેર કરવમાં આવ્યું છે કે એક જગ્યાએ 50થી વધારે લોકો ભેગા ન થઈ શકે, દેશના વિવિધ રાજ્યોમાં પણ શાળાઓ તેમજ યુનિવર્સિટીઓ બંધ કરી દેવામાં આવી છે તેમજ ગુજરાત સરકારે સિનેમાઘરો અને સ્વીમીંગપૂલ પણ બંધ કરી દીધા છે. ભારત સરકારે બધા જ ભારતીય વિઝા પણ કેન્સલ કરી દીધા છે. 

આ બધું જાણીને ઘણા બધા ભારતીયોને એવું લાગી રહ્યું છે કે સરકાર ઓવરરીએક્ટ કરી રહી છે. કારણ કે કોવીડ 19થી તો હજું 147 લોકો જ વાયરસગ્રસ્ત થયા છે અને ત્રણ લોકોના મૃત્યુ થયા છે. કેટલાક લોકો એવી પણ દલીલો કરશે કે કોરના વાયરસ કરતાં તો દર વર્ષે માત્ર ટી.બી.થી જ ચાર લાખ લોકોના મૃત્યુ થાય છે તો આપણે આટલો હોહલ્લો મચાવવાની ક્યાં જરૂર છે. પણ તમે જ્યારે વાસ્તવિક આંકડા પર નજર નાખશો ત્યારે તમને ખ્યાલ આવશે કે સરકારે હજું પણ કડક થવાની જરૂર છે.

ઇટાલીની સ્થિતિ પર એક નજર

image source

તમને જો ઇટાલીની સ્થિતિનો હાલ અંદાજો હશે તો ત્યાંના ડોક્ટર્સ અને નર્સની હાલત અત્યંત ખરાબ છે તેઓ સતત 10-15 કલાક કામ કરી રહ્યા છે અને તેના કારણે તેમની એફિશિયન્સી પર પણ અસર થાય તે સ્વાભાવિક છે. બીજી બાજું ઇટાલીમાં કોવીડ-19 થોડાંક જ સમયમાં કેટલી ઝડપથી ફેલાયો છે તે જોવા જઈએ તો 22 ફેબ્રુઆરીએ ઇટાલીમાં કોરોનાના માત્ર 9 જ કેસ હતા જ્યારે 11 માર્ચે 10000 કેસ થઈ ગયા હતા.

લોક ડાઉન શા માટે જરૂરી ?

image source

ઘણા બધા એક્સપર્ટનું એવું કહેવું છે કે કોરોનાવાયરસના ફેલાવાને અટકાવવું તે જ માત્ર તેનો એક ઉપાય છે. અને માટે જ કોરોનાવાયરસ જે દેશોમાં ફેલાયો છે ત્યાં જાહેર મેળાવડાઓને બંધ કરવામાં આવ્યા છે અને લોકોને ઘરે જ રહેવાની ફરજ પાડવામાં આવી છે.

હવે તમે જો એવી દલીલ કરશો કે કોવીડ-19નો ફેટાલીટી રેટ એટલે કે મૃત્યુ આંક માત્ર 3% છે તેની સરખામણીએ ઇબોલા જેવા વાયરસનો ફેટાલીટી રેટ 19% કરતાં વધારે છે. પણ ઇબોલા કરતાં કોરોના વાયરસ ફેલાવાનો રેટ ક્યાંય વધારે છે. દરેક વાયરસનો એક બેસિક રી-પ્રોડક્શન નંબર હોય છે જેને RO કહે છે. જે દર્શાવે છે કે એક વાયરસગ્રસ્ત વ્યક્તિ બીજા કેટલા લોકોને ચેપ લગાડી શકે છે.

image source

એક સંશોધન પ્રમાણે કોવીડ-19નો RO 2.7 છે એટલે કે 1 ઇન્ફેક્ટેડ વ્યક્તિ 2.7 લોકોને આ વાયરસનો ચેપ લગાવી શકે છે. બીજા વાયરસમાં આ રેટ ઓછો હોય છે. ચીન, ઇન્ડોનેશિયા, ઇટાલીમાં પણ આવું જ થયું છે. વાયરસગ્રસ્ત વ્યક્તિથી ચેપ લાગવાની સંખ્યા એકધારી રીતે નથી વધતી પણ ઉછાળા સાથે વધે છે. જેને એક્સપોનેન્શિયલ ગ્રોથ રેટ કહે છે. અને આ જ એક્સપોનેન્શિયલ ગ્રોથ રેટના કારણે મેડિકલ એક્સપર્ટ બધા જ દેશોને ઝડપી પગલા લેવાનું સૂચન કરે છે. જેથી કરીને આ એક્સપોનેન્શિયલ ગ્રોથ રેટ છે તેને ઘટાડી શકાય.

image source

ટુંકમાં સમજાવવા જઈએ તો જે એક લાખ લોકો ભારતમાં મહિનામાં ઇન્ફેક્ટ થવાના હોય તે એક વર્ષમાં ઇનફેક્ટ થાય જેથી કરીને સ્થિતિ પર કાબુ મેળવી શકાય. કારણ કે જો તેવું થયું તો ભારતનું મેડિકલ સિસ્ટમ ઓવરલોડ થઈ જશે.

શું ભારતીય મેડિકલ સીસ્ટમનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સક્ષમ છે ?

image source

હવે તમને કોવીડ-19 વિષે જણાવીએ તો મોટા ભાગના ચેપગ્રસ્ત લોકોને એટલે કે 81% લોકોને વાયરસની ખુબ જ હળવી અસર થાય છે જેમની વધારે ચિંતા કરવાની જરૂર નથી પણ બાકીના 14% લોકો કે જેમને ગંભીર અસર થાય છે અને 5% લોકો કે જેઓ ક્રીટીકલ રીતે અસરગ્રસ્ત થાય છે તેમનું સ્વાસ્થ્ય લથડી શકે છે. અને માટે આવા લોકોને યોગ્ય સારવારની જરૂર પડે છે જેના માટે તેમને હોસ્પિટલમાં બેડ જોઈશે, ડોક્ટર્સ તેમજ નર્સીસનું એટેન્શન જોઈએ, તેમને સાવાર આપવા માટે દવાઓ જોઈએ, સેનેટાઇઝર્સ જોઈએ અને ફેસમાસ્ક પણ જોઈએ.

image source

જો 10-12 લોકો હોસ્પિટલમાં કોવીડ-19ના વાયરસ સાથે પહોંચશે તો આપણું મેડિકલ સીસ્ટમ તેને પોહંચી વળશે પણ જો હજારો લોકો એક જ અઠવાડિયામાં વાયરસગ્રસ્ત થાય અને તેમને સારવારની જરૂર પડે તો તમને જણાવી દઈએ કે આટલા બધા દર્દીઓને પોહંચી વળે તેટલી આપણી મેડિકલ સીસ્ટમ સક્ષમ નથી.

ઇટાલી સાથે બીલકુલ આવું જ થયું છે. જો તમે એવી દલીલ કરતાં હોવ કે ભારતમાં હજારો હોસ્પિટલ છે તો તમને જરા ઇટાલીનો આંકડો પણ જણાવી દઈએ. ચાઈના બાદ કોરોના વાયરસે સૌથી વધારે મહામારી ઇટાલીમાં સર્જી છે. ઉત્તર ઇટાલીના લોમ્બાર્ડીમાં આવેલી બધી જ હોસ્પિટલની લગભગ 80% બેડ કોવીડ-19ના પેશન્ટ્સે લઈ લીધી છે.

image source

ઇટાલીની સ્થિતિ એટલી હદે બગડી ગઈ છે કે હોસ્પિટલમાં હાજર ડોક્ટર્સ તેમજ નર્સે એવા કપરા નિર્ણયો લેવા પડ્યા છે કે જે વિષે તેમણે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. ત્યાંના ડોક્ટર્સ એ નિર્ણય લેવા પર મજબૂર થઈ ગયા છે કે કયા પેશન્ટને એટેન્ડ કરવા અને કયાને નહીં. જેમને ડોક્ટર્સ એટેન્ડ નહીં કરી શકે તેમણે જાતે જ રીકવર થવું પડશે અથવા તો મૃત્યુ પણ પામે.

image source

ઇટાલીની હોસ્પિટલે આ મહામારીને લઈને કેટલીક આકરી ગાઇડલાઇન્સ પણ ઇશ્યુ કરવી પડી હતી જેમાં તેમણે ખેદ સાથે સ્પષ્ટતા કરી છે કે જે લોકો કોવીડ-19થી ગ્રસ્ત છે અને જેમના બચી જવાની શક્યતાઓ સૌથી વધારે છે તેમને જ સારવાર આપવામાં પ્રાથમિકતા આપવામા આવશે. આનો અર્થ એ થાય કે જે લોકો વૃદ્ધ અથવા તો જેમને પહેલેથી જ કોઈ બીમારી છે અને તેમની વાયરસમાંથી છુટકારો મેળવાની શક્યતા ઓછી છે તેમને તેમ જ છોડી દેવામાં આવશે.

માત્ર કોવીડ – 19 નહીં પણ અન્ય દર્દીઓને પણ થઈ રહી છે અસર

image source

અને આ સ્થિતિથી માત્ર કોરોનાવાયરસના ચેપગ્રસ્ત લોકોને જ અસર નથી થતી પણ બીજી બીમારીઓ ધરાવતા દર્દીઓને પણ અસર થાય છે. ચીનની જ વાત કરીએ તો ચીનના એચઆઈવી પેશન્ય માટે દવાનો પૂર્વઠો નથી કારણ કે બધું જ ધ્યાન હાલ ત્યાં કોવીડ-19ના પેશન્ટ પર જ આપવામાં આવે છે. તો વળી કેટલાએ કેન્સર પેશન્ટ્સની ટ્રીટમેન્ટ પણ ડીલે થઈ ગઈ છે.

અને આ જ કારણોસર ઇટાલીયન સરકારે કપરા નિર્ણયો લેવા પડ્યા છે અને આજે સ્થિતિ એવી છે કે આખોએ દેશ લોક ડાઉન કરી દેવામાં આવ્યો છે. અને તેનું માત્ર એક જ કારણ છે કે આ વાયરસના ફેલાવાને ધીમું પાડી શકાય. અને આવી જ સ્થિતિ બીજા દેશોમાં ન થાય માટે સાવચેતીરૂપે પહેલેથી જ સખત પગલાં લેવામાં આવી રહ્યા છે.

image source

સિંગાપોરમાં કેટલાક ખાસ દેશોમાંથી આવતા લોકો પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે તો યુ.એસ.એની વાત કરીએ તો ત્યાં પણ રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી દેવામાં આવી છે. સ્વિત્ઝરલેન્ડે પણ પોતાની બોર્ડર્સ સીલ કરી દીધી છે.

શા માટે ભારતે ચેતવાની જરૂર છે

image source

જો ઇટાલી જેવી સ્થિતિ ભારતમાં સર્જાય તો ભારતમાં વિશ્વની સૌથી મોટી મહામારી સર્જાઈ શકે છે. કારણ કે ઇટાલીની સરખામણીએ ભારતનું મેડીકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ જ નબળું છે. કારણ કે જો મોટા શહેરોને બાદ કરીને સમગ્ર દેશની વાત કરીએ તો એક સંશોધન પ્રમાણે દરેક 1 લાખ લોકોની સામે ભારત પાસે માત્ર 2.3 ક્રીટીકલ હોસ્પિટલ બેડ્સ છે. જ્યારે ઇટાલીની વાત કરીએ તો ઇટાલી પાસે દર 1 લાખ લોકો સામે 12.5 ક્રીટીકલ હોસ્પિટલ બેડ્સ છે. જે ભારતની સરખામણીએ 6 ગણું વધારે છે. માટે ભારત માટે કડક અને ઝડપવી પગલાં લેવા અત્યંત જરૂરી છે.

ચીને કેવી રીતે પરિસ્થિતિ સંભાળી

image source

ચીનની વાત કરીએ તો ચીનમાં ફેબ્રુઆરીમાં કોરોનાના એક લાખ કરતાં પણ વધારે કેસ હતા. પણ આ આંકડો 70 ગણો વધારે હોત જો ચીને આખાને આખા શહેરોને લોકડાઉન ન કર્યા હોત અને બીજા આકરા નિર્ણયો ન લીધા હોત તો. પણ સંશોધકો એવું પણ કહે છે કે જો ચીને આ પગલાં એક અઠવાડિયા પહેલાં લીધા હોત તો આ આંકડો 70 ગણો ઘટી પણ શક્યો હોત અને આવા કેસીસ 95 ટકા ઘટી પણ શક્યા હોત.

રોગચાળાના ચાર ચરણો

પ્રથમ ચરણમાં વાયરસ ગ્રસ્ત કેસીસ બીજા દેશોમાંથી પ્રવેશ કરે છે.

image source

બીજા ચરણમાં લોકલ ટ્રાન્સીઝન એટલે કે સ્થાનિક વસ્તીમાં તે ચેપ ફેલાવાનો શરૂ થાય છે.

ત્રીજા ચરણમાં આ સંક્રમણ આખીને આખી કમ્યુનીટીઝમાં ફેલાવાનો શરૂ થઈ જાય છે.

ચોથા ચરણમાં પરિસ્થિતિ એટલી હદે કથળી જાય છે કે આ રોગનો કોઈ અંત જ નથી દેખાતો.

તમને જણાવી દઈ કે ઇટાલી અને કોરિયા હાલ ચોથા સ્ટેજમાં છે અને ભારત હાલ બીજા સ્ટેજ પર છે.

નિષ્ણાતોના કહેવા પ્રમાણે ભારત પાસે 30 દિવસ છે

image source

નિષ્ણાતોનું માનવા જઈએ તો બીજા સ્ટેજથી ત્રીજા સ્ટેજ દરમિયાન ભારત પાસે માત્ર 30 જ દિવસ બાકી છે. માટે દેશ પહેલેથી જ કડક પગલાં લે તે અત્યંત જરૂરી છે.

ભારત સરકાર માટે આ પગલાં લેવા પણ અત્યંત જરૂરી છે

1. ટેસ્ટીંગ

2. કોન્ટેક્ટ ટ્રેસીંગ

3. ક્વોરેન્ટિન

ટેસ્ટિંગઃ

image source

ટેસ્ટિંગ અત્યંત જરૂરી છે કારણ કે તેના દ્વારા જ આપણને ખબર પડશે કે હાલ દેશની સ્થિતિ શું છે. સાઉથ કોરીયા વિષે નિણ્યાતોનું એવું કહેવું છે કે ત્યાં કોરોનાના કેસીસ એટલા માટે વધારે સંખ્યામાં જોવા મળ્યા છે કારણ કે તેમની સરકારે ખુબ જ આક્રમક રીતે ટેસ્ટિંગ કર્યા છે. બીજી બાજું ઇન્ડોનેશિયાની વાત કરીએ તો ઘણા લાંબા સમય સુધી ત્યાં પોઝિટીવ કેસ જોવા નહોતા મળ્યા. કારણ કે તેમાં ત્યાંની ટેસ્ટિંગ ક્વોલીટી અને ક્વોન્ટિટિ બન્ને નીચા છે અને માટે જ પોઝિટીવ કેસીસ પ્રકાશમાં નહોતા આવતા.

image source

હવે જો ભારતની સરખામણી બીજા દેશો સાથે કરવામાં આવે તો તમને જણાવી દઈ કે ભારતમાં જોઈએ તેટલા ટેસ્ટ નથી થઈ રહ્યા. અને તેની પાછળ એક કારણ એ પણ જવાબદાર હોઈ શકે છે કે ભારતમાં આ વાયરસ ઘણા સમય બાદ ફેલાયો હતો. પણ તેના પર કાબુ મેળવવા માટે તેમજ તેને વધારે ફેલાતો અટકાવવા માટે આપણે આપણી ટેસ્ટીંગ સ્પીડ વધારવી પડશે.

કોન્ટેક્ટ ટ્રેસિંગઃ

image source

કોન્ટેક્ટ ટ્રેસિંગ એટલે જો કોઈ કોરોનાવાયરસ ગ્રસ્ત કન્ફર્મ્ડ પેશન્ટ હોય તો તે બધા જ લોકોને શોધવાનો સઘન પ્રયાસ કરવાનો છે જે આ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોય. બની શકે કે તેમાંથી પણ કેટલાક પોઝિટીવ કેસ મળી શકે. આ જ અગ્રેસીન કોન્ટેક્ટ ટ્રેસિંગના કારણે સાઉથ કોરિયા ખૂબ જ ઝડપથી આ વાયરસના ફેલાવાને ધીમું પાડી શક્યું છે. જો આવું ન કરવામાં આવે તો આ રોગચાળો ખૂબ જ ફેલાઈ શકે છે. કારણ કે આવા પેશન્ટ એક –બે લોકોથી સેંકડો લોકોના સંપર્કમાં આવ્યા હોય તેવું બને.

image source

દા.ત. કોરિયાના એક દર્દીને પેશન્ટ 31 નામ આપવામાં આવ્યું છે અને તેને સુપર સ્પ્રેડર (એટલે કે જેણે સૌથી વધારે સંક્રમણ ફેલાવ્યું હોય) કહેવાયો છે. કારણ કે તે એક હજાર કરતાં પણ વધારે લોકોના કોન્ટેક્ટમાં આવ્યો હતો. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે સાઉથ કોરિયાના 2400 કેસ એક ચર્ચ સાથે સંબંધીત છે. કારણ કે અહીં આ પેશન્ટ 31 બે કલાક માટે સેંકડો લોકોના સંપર્કમાં રહ્યો હતો. અને આવા સુપર સ્પ્રેડર ભારતમાં પણ હોઈ શકે છે.

તમને જણાવી દઈએ કે મેંગલોરમાં કોરોનાવાયરસ શંકાસ્પદ વ્યક્તિ એરપોર્ટ પરથી મેડિકલ ચેકઅપમાંથી છટકી ગયો હતો. કેરેલામાં પણ આવું જ બન્યું હતું ત્યાં પણ એક અમેરિકન કપલ હોસ્પિટલમાંથી છટકી ગયું હતું. હવે તમે જ અંદાજો લગાવો કે જો આ લોકો પોઝિટિવ હશે તો તેઓ ત્યાર બાદ કેટલા બધા લોકોને સંક્રમીત કરી શકે છે.

image source

અને માટે જ ભારતે પણ કેટલાક લોકોને ક્વોરેન્ટિન એટલે કે અલાયદા આયસોલેશનમાં રાખવા પડશે જેથી કરીને ફેલાવાને અટકાવી શકાય. તમને જણાવી દઈ કે ઇન્ડિયન આર્મિએ કેટલાક ભારતીયોને ઇટાલીમાંથી ઇવેક્યુએટ કર્યા હતાં અને તેમને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા હતાં. પણ સમય જતાં તે લોકો પોતાના માટે અલગ ઓરડા વિગેરેની ડીમાન્ડ કરવા લાગ્યા હતા. અને છેવટે આર્મીએ તેમને કડક શબ્દોમાં સમજાવવું પડ્યું કે તેઓ કોઈ ફાઈવસ્ટાર હોટેલમાં નથી કે તેમને મોંમાંગી સગવડો મળે. અહીં તેમણે જ સ્થિતિને સમજવી જોઈએ.

માત્ર ભારત સરકાર જ નહીં પણ ભારતીયોએ પણ કડક પગલાં લેવા પડશે

image source

ઉપર જણાવ્યું તે પ્રમાણે ભારત સરકારે પોતાના ટેસ્ટીંગ વધારવાની જરૂર છે તો બીજી બાજું ભારતના લોકોએ સરકાર દ્વારા જે કોઈ પણ માર્ગદર્શીકા બહાર પાડવામાં આવી છે તેનું કડક પાલન કરવું જોઈશે. મેડિકલ એક્સપર્ટની વાત માનવી પડશે. આમ સરકાર અને દેશ બન્નેએ સાથે મળીને આ મહામારીને નાથવાની છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ