અનેક રોગોનો રામબાણ ઈલાજ એટલે – વડ

વડનું વૃક્ષ આપણાં દેશમાં પૂજનીય વૃક્ષ તરીકે જાણીતું છે. તેનું આપણાં જીવનમાં પૌરાણીક, ધાર્મિક અને ઔષધિય મહત્વ પણ એટલું જ છે. દેશી દવાની તબીબી પદ્ધતિ આયુર્વેદમાં એનું એટલું જ મહત્વ છે. વડનું ઝાડ એ દિર્ઘજીવી વૃક્ષ તરીકે જાણીતું છે. આ અતિ વિશાળ વૃક્ષને હિન્દુ પરંપરામાં પણ બહુ આદરણીય માનવામાં આવે છે.

image source

વડના વૃક્ષની પૌરાણિક કાળમાં થઈ હતી ઉત્પત્તિ…

વેદો અને પુરાણોમાં દર્શાવેલ કથાઓ અનુસાર માનવામાં આવે છે કે વિવિધ દેવતાઓ દ્વારા જુદાં જુદાં વૃક્ષો ઉત્પન્ન થયાં હતાં, તે સમયે, યક્ષના રાજા મણિભદ્ર દ્વારા વટવૃક્ષ ઉત્પન્ન થયું હતું. એવું માનવામાં આવે છે કે તેની પૂજા કરવાથી અને તેના મૂળમાં પાણી ચડાવવાથી વ્યક્તિ પુણ્ય પ્રાપ્ત કરે છે.

image source

આ ઝાડ ત્રિમૂર્તિનું પ્રતીક છે, તેની છાલમાં ભગવાન શ્રી વિષ્ણુ, મૂળમાં બ્રહ્માજી અને ડાળીઓમાં મહાદેવ શિવનો વસવાટ રહેલો છે તેવું માનવામાં આવે છે. જેમ પીપળના ઝાડનેને વિષ્ણુજીનું પ્રતીક માનવામાં આવે છે, તેવી જ રીતે વડને શિવ માનવામાં આવે છે. તે પ્રકૃતિની રચનાનું એક મહત્વનું પ્રતીક છે, તેથી સંતાનની મનોકામના કરતા લોકો તેની પૂજા કરે છે. તે લાંબા સમય સુધી જીવે છે, તેથી તેને “અક્ષયાવત” પણ કહેવામાં આવે છે.

વડના વૃક્ષનું આ વજ્ઞાનિક મહત્વ તમે નહીં જાણતા હોવ…

આપણે ધાર્મિક અને પૌરાણિક મહત્વ જાણીએ છીએ. પરંતુ એ ખ્યાલ છે આપણે તેને સૌથી મહત્વનું વૃક્ષ શા માટે કહીએ છીએ? શા માટે તેને આયુષ્ય વર્ધક ઝાડ કહ્યું છે? આવો જાણીએ કે તેના વૈજ્ઞાનિક કારણોસર પણ અનેક ઘણું મહત્વ છે. તેનો પડછાયો સીધું આપણાં મન ઉપર અસર કરે છે, અને મનને શાંત રાખે છે.

image source

દુષ્કાળમાં પણ આ ઝાડ લીલોછમ રહે છે, તેથી આ સમયે પ્રાણીઓ માટે તેના પાંદડાઓ અને તેના ફળ પર લોકો રહેવાનું સહેલું છે. તેના થડમાંથી તેની શાખાઓ અને પાંદડામાંથી ક્ષીર જેવું દૂધ બહાર આવે છે, જેનો ઉપયોગ તાંત્રિક ઉપાસનામાં થાય છે. આ દૂધ અને તેની છાલ તેમજ પાંદડામાંથી પણ દવાઓ પણ બનાવવામાં આવે છે.

વડ એટલું બધું ઘટાદાર વૃક્ષ છે કે તેનો છાંયડો આજના સમયમાં લોકો અને પ્રાણીઓ માટે આશીર્વાદ રૂપ બની રહે છે. વડએ ઓક્સીજનનો કુદરતી બાટલો છે. દિવસ હોય કે રાત, વડની નીચે રહેવાથી આપને ભરપૂર ઓકસીજનનું પ્રમાણ મળી રહે છે.

image source

એક માન્યતા અનુસાર વડ સાવિત્રીની પૂજામાં સત્યવાનને જીવનદાન વડના ઝાડનીને સૂવરાવ્યા બાદ જ મળ્યું હતું. તેથી જેઓને શ્વાસની તકલીફ હોય કે પછી ઓક્સીજન ઓછું લઈ શકતાં હોય એમણે વડના ઝાડની આસપાસ જરૂર રહેવું જોઈએ.

આ ધાર્મિક વિધિઓ કરવાથી મનવાંછિત ફળની પ્રાપ્તિ થશે…

આ જાણવું પણ એટલું જ રસપ્રદ અને અગત્યનું છે કે કેવી રીતે આ ઘટાદાર વન્ય વૃક્ષની પૂજા કરવી જેથી શનિના પ્રકોપમાંથી મુક્તિ મળી શકે છે. ઝાડના મૂળમાં ભગવાન શિવનું ધ્યાન કરીને બાદમાં તેની ઉપર નિયમિત જળ ચડાવવું જોઈએ.

image source

જો તમને શનિની દશા હોય તો દર શનિવારે કાળા સૂતરના દોરાને આ ઝાના થડમાં લપેટવા જવું જોઈએ. ત્યારબાદ વૃક્ષ પાસે ત્યાં દીવો પ્રગટાવો અને ઝાડ પાસે કૃપાની પ્રાર્થના કરો. આ પછી, ઝાડની નીચે બેસીને શનિ મંત્રનો જાપ કરો. જો તમારી કુંડળીમાં કોઈ પણ ગ્રહની જો નડતર દશા હશે તો આ પ્રયોગ દ્વારા જાતકને ક્યારેય કોઈ મુશ્કેલી નડશે નહીં, પછી ભલે તે શનિ હોય કે રાહુ.

સંતાન પ્રાપ્તિ માટે વડના ઝાડની કેવી પૂજા કરવી એ પણ જાણી લઈએ. શક્ય હોય ત્યાં સુધી વડનું વૃક્ષ આપના ઘરની આસપાસ વાવો અને રોપાવો. દર સોમવારે વડના મૂળમાં પાણી રેડો. આ પછી, તેની નીચે બેસો અને “ૐ નમઃ શિવાય” મંત્રના જાપ કરો. ઓછામાં ઓછી ૧૧ માળા કરવી જોઈએ. આમ કરવાથી સંતાન જન્મની ઇચ્છા શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ થઈ જશે.

image source

વડના ઝાડની પૂજા દ્વારા લગ્ન જીવન કેવી રીતે સુખમય બનાવવા કઈરીતે ઉપાસના કરવી તે પણ જાણી લઈએ. અમાવસ્યાના દિવસે હળદર વડે કપાસને પીળું કરો, થોડાં ફૂલો લો અને પાણી લો. સવારે સ્નાનાદિ કરીને વૃક્ષ પાસે જઈને પહેલા તેની નીચે ઘીનો દીવો પ્રગટાવો. ત્યારબાદ ઝાડના મૂળમાં પાણી રેડીને ફૂલો ચડાવો. ત્યારબાદ વડના વૃક્ષને ફરતે નવ પ્રદક્ષિણા કરો અને તેના થડમાં પીળો સૂતરનો દોરો લપેટો. સુખી લગ્નજીવન માટે મંગળ કામનાની પ્રાર્થના કરો.

પૃથ્વી ઉપર આ વૃક્ષ છે વરદાન રૂપ…

આ વૃક્ષ અમરપટો લઈને આવેલ છે. તે નાશવંત વૃક્ષ કહેવાય છે. તેનું વનસ્પતિ નામ ફિકસ બેંગહેલેન્સિસ છે. તેનો ઉપયોગ ઘણી બધી દવાઓમાં થાય છે. આ સિવાય તેની છાલ અને પાંદડામાંથી નીકળતું દૂધ પણ સારવારમાં વપરાય છે. આજે અમે તમને તેના કેટલાક ઔlષધીય ગુણધર્મો વિશે જણાવીએ છીએ.

image source

આયુર્વેદ પ્રમાણે તેનામાં કફ – પિત્ત નાશ કરીને શરીરને ઠંડક પહોંચાડવાના ગુણ છે. વળી તે પીડાશામક, ગર્ભસ્થાપક, ઝખ્મ, ઝાડા – ઉલ્ટી, રક્તસ્ત્રાવને બંધ કરવા, આંતરડાંને સંકોચન આપનાર, સોઝો, તાવ અને રંગને સુધારનાર છે. વળી તે હાડકાં મજબૂત કરવા માટે અને પ્રદર રોગો નિવારવા માટે ખૂબ જ ઉપયોગી છે.

વડના દરેક અંગો છે ઔષધ…

image source

વડના મૂળ, તેની કોમળ કે રૂક્ષ વડવાઈઓ, તેના કૂણાં પાન તેમજ તેના થડ અને વડવાઈઓમાંથી ઝરતું ક્ષાર જેવું દૂધ, વડવાઈ, છાલ, શુંગ અને મૂળ એમ દરેક અંગોને દવા તરીકે કામ લઈ શકાય છે. જમીનમાં છેક ઊંડે સુધી ઉતરેલા મૂળિયાથી લઈને છેક ઘટાદાર વિસ્તરેલ વડની વડવાઈઓ સહિત બધાં જ અવયવો આપણી તંદુરસ્તી માટે લાભદાયી છે.

આવો જાણીએ કઈકઈ રીતે છે તે ઉપયોગી…

રક્તસ્ત્રાવ અટકાવવા…

image source

જેમને શરીરના આંતરિક ભાગમાંથી રક્તસ્ત્રાવ થતો હોય એમને માટે વડની કોમળ વડવાઈઓ આશીર્વાદ સમાન છે. જેમને ઝાડો – પેશાબના સ્થાનેથી રક્ત વહેવા લાગતું હોય એમને ચોખાના ધોવાણ સાથે તેની વડવાઈને વાટીને ચટાડવાથી આ તકલીફ દૂર થાય છે.

વડની શુંગ ગર્ભસ્થાપક છે…

આયુર્વેદ અનુસાર વડની કોમળ વડવાઈની શુંગ એ એવી ઔષધિ છે જેઓ સંતાન ઇચ્છુક હોય તેમને માટે આ દવા અક્સીર છે. શુંગ એટલે કે વડના વૃક્ષની ડાળીમાં ઉગેલા કૂણાં પાનના મૂળની શુંગા આમાં દવા તરીકે વપરાય છે. આને ગાયના દૂધ સાથે લેવાથી ગર્ભ રહી જવાની શક્યતા વધી જાય છે.

image source

કહેવાય છે કે આ પ્રયોગ પુષ્યનક્ષત્રમાં કરવાથી કે પછી આ નક્ષત્રમાં તે શુંગને તોડી લાવવાથી લાભ થાય છે. શુંગને વાટીને તેનું ચૂર્ણ બનાવવામાં આવે છે અને તેને દૂધ સાથે પીવાય છે. જેમાં સ્ત્રીને માસિક શરૂ થવાના પહેલા જ દિવસથી પીવરાવવામાં આવે છે.

ગાંઠ, રસોલી કે રક્ત વિકાર માટે ઉપયોગી છે…

image source

ચહેરા ઉપર ડાઘ દૂર કરવા…

image source

શરીરમાં થતી ઈજાની સારવાર કરવા…

image source

દિવસમાં બેથી ત્રણ વખત શરીર પર થયેલી કોઈપણ ઈજા, મચકોડ અને સોજા પર વડનું દૂધ લગાવીને માલિશ કરવાથી ઘણી રાહત મળે છે. જો કોઈ ઈજાનો ઘા ખુલ્લો રહી ગયેલો હોય છે, તો તમારે વડના ઝાડના દૂધમાં હળદર મિક્સ કરીને ઈજાની જગ્યાએ લગાવીને પાટો બાંધી લેવો જોઈએ. તેનાથી ઘા જલ્દી મટી જશે.

પગના વાઢિયા કે હથેળી ફાટવી…

image souce

હાથની હથેળીની ચામડી ફાટી જાય અથવા પગની પીંડીમાં વાઢિયા પડે તો તેની સારવારમાં વડના ઝાડનું દૂધ ખૂબ અસરકારક છે. એડીની તિરાડો પર તાજા દૂધની માલિશ કરવાથી તે થોડા જ દિવસોમાં મટી જાય છે. આની સારવાર માટે સૌથી પહેલા બંને પગની એડીઓને ગરમ પાણીથી ધોઈ લો, ત્યાર બાદ એક વાસણમાં વડનું દૂધ ભરો અને એમાં પગ રાખીને તેની માલીશ કરવાથી પગ મુલાયમ અને સ્વચ્છ થઈ જશે. આ એક કુદરતી પેડીક્યોર પેક છે.

બાળકોમાં દસ્તની તકલીફ

image source

જો બાળક પાતળા ઝાડા એટલે કે અતિસારથી પીડાઈ રહ્યું છે, તો વડનું દૂધ નાભિમાં લગાવવાથી ઝાડાથી રાહત મળે છે. આ સિવાય તેની દૂધની બોટલમાં વડના દૂધના બેથી ત્રણ ટીપાં ઉમેરીને, દિવસમાં ત્રણથી ચાર વખત પીવડાવવાથી પણ અતિસારમાં રાહત મળે છે.

કમરનો દુખાવો

image source

પીઠનો દુઃખાવો ઓછો કરવા માટે પણ વડના દૂધની માલિશ કરવાથી થોડા દિવસોમાં રાહત મળે છે. દિવસમાં ઓછામાં ઓછા ત્રણ વખત આમ કરવું પડશે. આ સિવાય વડના દૂધને અળસીના તેલમાં ભેળવીને માલિશ કરવાથી પીઠના દુખાવામાં રાહત મળે છે.

અતિશય પેશાબ

image source

વડના ઝાડની છાલ સુકાવી તેનો પાવડર બનાવો. હવે આ પાવડરનો અડધી ચમચી દિવસમાં બે વાર હળવા પાણી સાથે પીવો. આને સતત ૧૫ દિવસ આમ કરવાથી વારંવાર પેશાબ કરવા જવાની તકલીફથી ફાયદો થશે. કેળનાં ફળનાં બીજને બારીક પીસી લો અને ચોથા ભાગ જેટલી ચમચી સવારે ગાયનાં દૂધ સાથે ખાવાથી પણ આ તકલીફ મટે છે.

વાળમાં થતા રોગ

image source

ફ્લેક્સસીડના ૧૦૦ મિલી તેલમાં સૂકા વડનાં પાન સળગાવીને બનાવવામાં આવેલી ૨૦ ગ્રામ જેટલી રાખને મિક્સ કરવાથી માથાના ખરતા વાળ અટકે છે અને તે વધવા લાગે છે. વડના કૂણાં પાનના રસમાં સરસવના તેલને સમાન માત્રામાં ભેળવીને ધીમી આંચ પર પકાવો અને ગરમ કરો, આ તેલ હૂંફાળું કરીને વાળમાં લગાવવાથી વાળ મજબૂત બને છે.

નાકમાંથી નીકળતું રક્તસ્ત્રાવ

image source

સૂકા વડના મૂળને બારીક પીસી લો. હવે આ પાવડરનો અડધો ચમચી લસણ સાથે પીવાથી નાકમાંથી લોહી નીકળતું બંધ થાય છે. નાકમાં વડનાં દૂધનાં બે ટીપાં નાંખીને રાખવાથી નસ્કોરી ફૂટવાની તકલીફ (નાકમાંથી લોહી નીકળવું) પણ મટે છે.

અતિશય ઊંઘ આવવી

image source

વડના સખત અને સુકા થઈ ગયેલા પાંદડાઓનો પાવડર બનાવીને ૧૦ ગ્રામ એક લિટર પાણીમાં ઉકાળો ત્યાં સુધી તે પાણીના માપ કરતાં અડધું બાકી ન રહે ત્યાં સુધી. હવે તેમાં એક ચપટી મીઠું નાખી સવાર-સાંજ પીવાથી આળસ અને નિંદ્રા દૂર થાય છે અને શરીરમાં સ્ફુર્તિ જણાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ