દિલ્હીના આ મંદિર માટે ફૂલો આવે છે દક્ષિણ ભારત થી – જાણો કેમ..

કહે છે કે દિલ્હીના છતરપુર મંદિરમાં જઈને એકવાર માથું ટેકવો એટલે બેડો પાર થઈ જાય.દિલ્હીનું છતરપુર મંદિર શ્રી આધ્યાશક્તિ કાત્યાયની શક્તિપીઠ દક્ષિણના નામે પણ જાણીતું છે.આ દેશનું બીજું સૌથી મોટું મંદિર છે.

image source

અતિ સુંદર અને અતિ ભવ્ય મંદિર 70 એકર જેટલી જમીનમાં ફેલાયેલું છે .છતરપુર મંદિરની વાસ્તુકલા અને તેની કોતરણી આબેહૂબ દક્ષિણ ભારત ના મંદિરો ને મળતી આવે છે.દિલ્હીના છતરપુર મંદિરને દક્ષિણ ભારતની કળાનો બહેતરીન નમૂનો કહેવામાં આવે છે.

image source

માત્ર દિલ્હી જ નહિ પરંતુ આજુબાજુના પ્રદેશના લોકોને પણ દેવી દુર્ગાના છઠ્ઠા સ્વરૂપ માતા કાત્યાયનીના છતરપુર મંદિર પર ભરપૂર આસ્થા છે. શ્રદ્ધાળુઓ માને છે કે માતાજીના મંદિરમાં માથું ટેકવવાથી માતાજી ક્યારેય ખાલી હાથે પરત કરતા નથી.

image source

આ મંદિરમાં સૌની મનોકામના પૂર્ણ તો થાય જ છે પણ લગ્નની ઉંમર વીતી ગયેલી કુવારી કન્યાના લગ્ન પણ આ મંદિરની માનતા રાખવાથી પૂર્ણ થાય છે. એટલું જ નહીં લાંબા સમયથી સંતાન ન થતું હોય તેવી મહિલાઓને પણ છતરપુર મંદિરના કાત્યાયની માતાના આશીર્વાદથી સંતાન પ્રાપ્તિના દાખલા પણ બન્યા છે.

image source

કાત્યાયની માતાના મંદિરની ખાસ વિશેષતા એ છે કે તેમને ચઢાવવામાં આવતા વિવિધ પ્રકારના ફૂલ અને ફૂલની માળા માટેના રંગબેરંગી ફૂલ ખાસ દક્ષિણ ભારતથી આવે છે. ખાસ કરીને નવરાત્રીના દિવસોમાં છતરપુર મંદિરને અને માતાજીની મૂર્તિને વિવિધ રંગના ફૂલોથી સજાવવામાં આવે છે.

image source

મંદિરમાં વિરાજમાન માતા કાત્યાયનીની મૂર્તિ બેહદ આકર્ષક અને સુંદર છે, જેને જોવા માટે લોકો ખાસ દૂર-દૂરથી આ મંદિરની મુલાકાતે આવે છે. માતાજીને ચઢાવવામાં આવતી ફૂલોની માળા પણ વિવિધ પ્રકારે ગૂંથવામાં આવે છે.

image source

મંદિરની બાંધણી દક્ષિણ ભારતના મંદિરની કલાકૃતિ ને મળતી હોવાથી ત્યાં માતાજીને ચઢાવવામાં આવતા ફૂલ પણ ખાસ દક્ષિણ ભારતથી મંગાવવામાં આવે છે.

image source

છતરપુર મંદિરની સ્થાપના 1974માં કર્ણાટકના સંત બાબા નાગપાલે કરી હતી. સાવ નાનકડા મંદિરમાંથી મંદિરનું પરિસર આજે 70 એકર જમીનમાં ફેલાયેલું છે અને એમાં કાત્યાયની આ મંદિરમાં રૌદ્ર સ્વરૂપમાં બિરાજમાન છે. માતાજીના એક હાથમાં ચંડ મુંડ નામના રાક્ષસના મસ્તક અને બીજા હાથમાં ખડગ છે.

image source

માનવામાં આવે છે કે માતાજીનું આ રુદ્ર સ્વરૂપ શ્રદ્ધાળુ ભક્તજનોની સઘળી પીડા દૂર કરી ભક્તોને સુખ શાંતિ અને સમૃદ્ધિના મનવાંછિત  આશીર્વાદ આપે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ