બેંકમાં કેશ ઉપાડવા તેમજ જમા કરવાના સમયમાં ફેરફાર, જાણો જલદી વિગતો

બેંક ગ્રાહકો ખુશ થાઓઃ બેંકમાં કેશ ઉપાડવા તેમજ જમા કરવાનો સમય લંબાવાઈ રહ્યો છે.- વિગત અંદર વાંચો, સરકારી બેંકોના સમયમાં થયો ફેરફાર – હવે આટલા વાગ્યા સુધી લેવામાં આવશે કેશ

છેલ્લા ઘણા સમયથી સરકારી બેંકોમાં વિવિધ પ્રકારના ફેરફાર થઈ રહ્યા છે. ક્યાંક નિયમો બદલાઈ રહ્યા છે. તો ક્યાંક ચાર્જ વધારવામાં આવ્યા છે તો ક્યાંક ચાર્જ ઘટાડવામાં આવ્યા છે. તાજેતરમાં મળેલી માહિતી પ્રમાણે સરકારી બેંકોના ટાઈમીંગમાં કેટલોક ફેરફાર કરવામાં આવી રહ્યો છે. જો તમે એટીએમ નહીં વાપરીને બેંકમાંથી જાતે જ પૈસા ઉપાડવા તેમજ જમા કરાવવા જતા હોવ તો આ સમાચાર તમને ઉપયોગી સાબિત થઈ શકે છે. હાલ સરકારી બેંકોમાં ગ્રાહકો માટે ખોલવા તેમજ બંધ થવા સંબંધીત કેટલાક નિર્દેશનો જાહેર કરવામાં આવ્યા છે. અને તે પ્રમાણે જ બધી બેંકોએ કામ કરવાનું રહેશે.

image source

હવે સાંજે 5 વાગ્યા સુધી જમા થઈ શકશે રોકડ

એક અહેવાલ પ્રમણે સરકારી બેંકોનો ખુલવાનો સમય હવે બદલી નાખવામાં આવ્યો છે. મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં તેની શરૂઆત થઈ ગઈ છે. અહીં સરકારી બેંકોમાં હવે સવારના 11થી સાંજના સાત વાગ્યા સુધી બેંકિંગનું કામ ચાલુ રહેશે. પહેલાંના નિયમ અને સમય પ્રમાણે બપોરે 2 વાગ્યા સુધી જ રોકડ જમા થઈ શકતી હતી પણ હવે ગ્રાહક સાંજે પાંચ વાગ્યા સુધી રોકડ જમા કરાવી શકે છે.

image source

આ બદલાવની શરૂઆત રાજસ્થાન રાજ્યમાં તો શરૂ પણ થઈ ગઈ છે રાજસ્થાનના બાડીમાં 1 જાન્યુઆરી 2020થી બેંકનો કામકાજને સમય બદલી નાખવામા આવ્યો છે. એટલે કે હવે અહીંની બેંકોમાં 2 વાગ્યાની જગ્યાએ સાંજના પાંચ વાગ્યા સુધી રોકડ લેવામાં આવશે.

આ નવા નિયમ લાગુ પડ્યા બાદ સાંજે પાંચ વાગ્યા સુધી તમે રોકડ પણ ઉઠાવી શકશો. અને બેંકોનો બંધ થવાનો સમય પણ હવે છ વાગ્યાનો કરવામાં આવ્યો છે. આ નિર્ણય સ્ટેટ લેવલ બેંકર્સ કમીટીએ લીધો છે.

image source

જાણો શા માટે ટાઈમ બદલવામાં આવ્યો

નાણા મંત્રાલયે ગયા વર્ષે જ સરકારી અંકુશવાળી બેંકોના કામકાજના સમયને સમાન રાખવાનો નિર્દેશ કર્યો હતો. પણ વિવિધ બેંકોમાં તાલમેલ નહીં બેસી શકતાં તે આદેશનો અમલ નહોતો થઈ શક્યો. હાલ થઈ રહેલા પરિવર્તન બાદ બેંકોમાં કોમર્શિયલ એક્ટિવિટીનો સમય સવારે 11.00 વાગ્યાથી સાંજે 6.00 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. જો કે કેટલીક બેંકોમાં તે સમય 11.00થી સાંજના 5.00 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે તો કેટલીક બેંકોમાં તે સમય સવારના 10.00થી સાંજના 5.00 વાગ્યા સુધીનો છે.

image source

તમને જણાવી દઈએ કે પહેલા નવા ટાઈમ ટેબલમાં બેંકોને ખુલવા માટે ત્રણ વિકલ્પો આપવામા આવ્યા હતા. પ્રથમ વિકલ્પ હતો સવારના 9થી બપોરના 3 સૂધીનો, બીજો વિકલ્પ હતો સવારના 10થી સાંજના 4 સુધીનો અને ત્રીજો વિકલ્પ હતો સવારના 11થી સાંજના 5 વાગ્યા સુધીનો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ