વાળને સિલ્કી અને લાંબા કરવા છે? તો આજે જ ઘરે બનાવો આ હેર પેક…

બનાના-કન્ડીશ્નર, ઘરે જ બનાવો વાળને પાર્લર જેવા જ સ્મુધ-શાઇની અને સોફ્ટ

ઘરે જ બનાના કન્ડીશ્નર બનાવી વાળને બનાવો સ્મૂધ-શાઇની અને સોફ્ટ-સ્ટ્રોંગ

કેળુ એક એવું ફ્રુટ છે જે નાના મોટા સહુને ભાવે અને તેને આપણે ઇન્સ્ટન્ટ એનર્જી ફ્રુટ પણ કહી શકીએ. જ્યારે ક્યારેય પણ ભુખ લાગી હોય અને એક-બે કેળા ખાઈ લેવામાં આવે કે તરત જ તમારી ભુખ 1-2 કલાક પાછળ ધકેલાઈ જાય છે.

image source

કેળાના શરીરને તો અઢળક ફાયદા છે પણ તેનાથી તમારા વાળને પણ ઘણા બધા લાભ થાય છે. પણ અહીં તમારે કેળાને ખાવાના નથી પણ કેળામાંથી વાળ માટે એક કન્ડીશ્નર બનાવવાનું છે.

સામાન્ય રીતે આપણે બજારમાંથી શેમ્પુ સાથે ફ્રીમાં આવતું અથવા જે શેમ્પુ વાપરતા હોઈએ તે જ કંપનીને કન્ડીશ્નર વાપરતા હોઈએ છે અને ઘણીવાર તો નથી પણ વાપરતા હોતા.

image source

પણ જો ઘરે જ તમે કન્ડીશ્નર તૈયાર કરી લો તો તે તમને એક સ્વસ્થ કેમીકલમુક્ત ટ્રીટમેન્ટ આપશે. અને તમારા વાળને નુકસન નહીં પણ લાભ જ લાભ થશે.

કેળાના કન્ડીશ્નરથી વાળને થતાં અદ્ભુત લાભો

-કેળામાં એન્ટી ઓક્સિડન્ટ્સ, વિટામિન્સ, ખનીજ તત્ત્વો પુષ્કળ પ્રમાણમાં હોય છે જે વાળ મટે પણ લાભપ્રદ છે. તે તમાર વાળને હેલ્ધી, સ્ટ્રોંગ, ગ્રોથી, શાઇની અને સોફ્ટ બનાવે છે.

image source

-આ સિવાય કેળામાંથી બનાવવામાં આવતું કન્ડીશ્નર વાળને મોઇશ્ચરાઇઝર પણ પુરુ પાડે છે. જે વાળને રુક્ષ થતાં અટકાવે છે અને વાળનું પીએચ લેવલ ઉંચુ લાવે છે.

-આ ઉપરાંત કેળાનું કન્ડીશ્નર તમારા વાળને એક અનોખી ચમક આપશે જે તમને કોઈ સીલ્ક એન્ડ શાઇન શેમ્પુ કે તેના કન્ડીશ્નરથી કે પછી બ્યુટીપાર્લરની ટ્રીટમેન્ટથી પણ નહીં મળે.

image source

-આ કન્ડીશ્નરમાં વાપરવામાં આવતી અન્ય સામગ્રી જેમ કે ઓલિવ ઓઇલ અને કોકોનટ ઓઇલ તેમજ કોકોનટ મિલ્ક તમારા વાળને ભરપુર પ્રમાણમાં પોષણ પુરુ પાડે છે.

-આ કન્ડીશ્નર સંપુર્ણ નેચરલ છે તેમાં કોઈ પણ જાતના કેમિકલનો ઉપયોગ નથી કરવામાં આવ્યો હોવાથી તે તમારા વાળને જરા પણ નુકસાન પહોંચાડશે નહીં.

image source

કેળાનું કન્ડીશ્નર

કેળાનું કન્ડીશ્નર બનાવવા માટેની સામગ્રીઃ

2 કેળા (તમારા વાળની લેન્થ પ્રમાણે તમે તેને વધારી પણ શકો છો)

1 નાની ચમચી નાળિયેરનું તેલ

2 નાની ચમચી ઓલિવ ઓઇલ

2 ચમચી દહીં (ઓપ્શનલ)

2 ચમચી મધ (અહીં પણ તમારે તમારા વાળની લેન્થ પ્રમાણે મધનું પ્રમાણ વધારવું)

½ નાની ચમચી ગુલાબજળ

2 ચમચી નાળિયેરનું દૂધ

image source

બનાના કન્ડીશ્નર બનાવવાની રીતઃ

તેના માટે તમારે સૌ પ્રથમ તો કેળાની છાલ ઉતારી ને કેળાને બરાબર મેશ કરી લેવા. જો કેળાના કણ તમારા વાળમાં અટકી ન જાય તેવું ઇચ્છતા હોવ તો કેળાને મેશ કરી લીધા બાદ તેની પેસ્ટને પાતળા કપડા વડે અથવા તો સોસની ચારણી વડે ચાળી લેવી.

image source

હવે કેળાની પેસ્ટ તૈયાર થઈ ગયા બાદ તેમાં મધ અને નાળિયેરનું દૂધ ઉમેરી તેને બરાબર હલાવી લેવું.

હવે તેમાં બન્ને તેલ એટલે કે નાળિયેર તેલ અને ઓલિવ ઓઇલ ઉમેરી લેવા તેને બરાબર મિક્સ કરી લેવું. તો તૈયાર છે બનાના કન્ડીશ્નર

પણ જો તમને કેળાની વાસ ન ગમતી હોય તો તમે તેમાં ગુલાબજળ પણ ઉમેરી શકો છો. અને તમારા વાળની શાઇન વધારવા માટે અને જો પેસ્ટ પાતળી ન થઈ હોય તો તેને વધારે પાતળી બનાવવા માટે તેમાં દહીં પણ ઉમેરી શકો છો.

બનાના કન્ડીશ્નરને આ રીતે વાળમાં લગાવો

image source

સૌ પ્રથમ તો વાળને ઓળી લેવા તેમાંથી ગુંચ કાઢી લેવી. હવે તેના બે ભાગ પાડી દેવા અને વ્યવસ્થિત રીતે દરેક મુળિયા પર પહોંચે તે રીતે બનાના કન્ડીશ્નર માથામાં લગાવી લેવું. હવે બાકીના વાળ પર છેક છેડા સુધી કન્ડીશ્નરને લગાવી લેવું.

કન્ડીશ્નર લગાવી લીધા બાદ વાળને અરધા પોણા કલાક માટે તેમજ રાખી મુકવા. તમે શાવર કેપ પણ લગાવી શકો છો.

અરધા પોણા કલાક બાદ માઇલ્ડ શેમ્પુથી વાળ ધોઈ લેવા. જો તમારી પાસે માઇલ્ડ શેમ્પુ ન હોય તો તમે શેમ્પુને પાણીથી ડાઇલ્યુટ કરીને પણ વાપરી શકો છો.

image source

જે દિવસે કન્ડીશ્નરનો ઉપયોગ કર્યો હશે તે જ દિવસથી તમને તમારા વાળ શાઈની-સોફ્ટ લાગવા લાગશે અને ધીમે ધીમે તમને તમારા વાળ મજબુત પણ થતાં લાગશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ