બોર્ડની પરિક્ષા છે અને વાંચેલુ ભૂલી જવાય છે? તો ફોલો કરો આજથી જ આ ટિપ્સ…

પૂરાણોની કેટલીક વાતો વિદ્યાર્થીઓ માટે હોય છે બહુ ઉપયોગી, નારદ પુરાણની આ વાત તમને નહીં ખ્યાલ હોય…

image source

૧૦મા અને ૧૨મા ધોરણની પરીક્ષા આપતાં વિદ્યાર્થીઓએ નારદ પૂરાણમાં કહેલ આ વાતને કંઠસ્થ કરી લેવી જોઈએ, જવળંત સફળતા મેળવવામાં આવશે બહુ કામ…

ભારત એવો દેશ છે જેની સંસ્કૃતિ સદીઓ જૂની છે. સનાતન પરંપરામાં વેદો અપને પુરાણોમાં લખાયેલ વાતોને આજની તારીખે પણ અભ્યાસ કરવામાં ઉપયોગી માનવામાં આવે છે.

image source

તેમાં સમાવાયેલ જ્ઞાન અને ગૂઢ સંદેશાઓ વિશે અનેક સંશોધનો અને થિયરીઝ લખાય છે. નાના બાળકોથી લઈને મોટા વૈજ્ઞાનિકો અને વિદ્વાનો પણ આમાં રચાયેલ વાતોનો ઉકેલ શોધવામાં જીવનને સફળ સમજે છે.

આપણે જ્યારે આપણાં બાળકોને બુદ્ધિ અને શૌર્યની વાતો કહીએ છીએ ત્યારે અનેક પૌરાણિક કથાઓ અને પાત્રો વિશે આપણે બાળકોના મનમાં બૌધિક અને તાર્કિક વિચારણાના બીજ વાવતા હોઈએ છીએ.

image source

એવી જ રીતે એવી જ કોઈ વાતો આપણને મળી જાય જે પરીક્ષા વખતે વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ કામની બની જાય અને તેમને અપાસ સફળતા આપવામાં મદદરૂપ થાય તો?

આવો જાણીએ, વેદો અને પુરાણોમાં કહેવાલી વાતો, જે આપણાં વિદ્યાર્થીઓને આજના સમયે પણ કામ આવે. ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ જો આ કથનને કંઠસ્થ કરી લેશે તો તેમને જરૂર મળશે ધારેલી સફળતા..

જ્ઞાનની વાતો છુપાયેલ છે, નારદ પુરાણમાં…

image source

નારદ મુનિ ભગવાન વિષ્ણુના મહાન ભક્ત તેમજ પરમ જ્ઞાની હતા. તેમનું જ્ઞાન સંગ્રહ નારદ પુરાણમાં જોવા મળે છે, જેમાં ભાષા, વ્યાકરણ, ગણિત, જ્યોતિષ ઉપરાંત, કેટલીક ઉપયોગી સલાહો અને સૂચનો પણ છે જે ફક્ત સમાજના લોકો, આગેવાનો તેમજ પરિવારના સભ્યો માટે જ નહીં પરંતુ વિદ્યાર્થીઓ માટે પણ એટલી જ ફાયદાકારક નીવડી શકે તેમ છે.

જો વિદ્યાર્થીઓને આ બાબતોને યાદ રાખી શકશે તો તે નિશ્ચિત છે કે તેઓ જીવનની કોઈપણ પરીક્ષામાં સફળ થઈ શકે છે અને સારા માર્ક્સ સાથે પાસ થઈ શકે છે.

આવો જાણીએ, કેટલાક મહત્વના સૂત્રો, જે દરેક વિદ્યાર્થીને મદદરૂપ થશે, સફળતા મેળવવા માટે…

image source

અલ્પ નિંદ્રા લેવી જોઈએ…

જેમ સારા ઘોડા મધ્યરાત્રિની અડધી રાત ઊંઘે છે, તેવી જ રીતે સારા વિદ્યાર્થીઓ કે જેઓ સફળતા ઇચ્છે છે, તેઓ પણ ઊંઘના નિયંત્રણમાં ન આવવા જોઈએ.

અર્જુને નિંદ્રા પર વિજય મેળવીને શ્રેષ્ઠ ધનુર્ધારી હોવાનો પુરાવો પણ પ્રાપ્ત કર્યો હતો. એજ રીતે અલ્પ નિંદ્રાની ટેવ રાખવી જોઈએ. તેમજ જેઓ પોતાની ઊંઘ પર કાબુ મેળવી શકે છે તેમને વિજેતા સાબિત થવામાં મદદરૂપ થાય છે.

જીભ પર કાબુ રાખવો…

image source

જેઓ પોતાના જીવનમાં સફળતા ઇચ્છે છે તેઓ માટે આ વાત ખૂબ જ ધ્યાનમાં રાખવા જેવી છે. દરેકના દિલ જીતવા અને સૌ તમારી વાતને પણ માન્ય રાખે તે માટે તમારે તમારી જીભને નિયંત્રિત રાખવી જોઈએ, એટલે કે, શબ્દો અને ભાષા ઉપર કાબુ હોય તે ખૂબજ મહત્વનું છે.

જરૂર પડે તેટલું જ બોલવું અને સાથે જીભ પર કાબુ કરવો તેના બીજા અર્થમાં જરૂર પડે તેટલું જ ખાવું એવો પણ અર્થ કરી શકાય છે.

એટલે કે તમારા અભ્યાસના સમયે ખાવા પીવાની વસ્તુઓ પર અસર ન થવા દો. સ્વાદ અને ભૂખ ઉપર પણ કાબુ કરતાં શીખી લેવું જોઈએ.

image source

મોહ ન કરવો…

માણસનું મન એવું છે કે તેને દરેક બાબતોનો મોહ અને લોભ થાય છે. વ્યક્તિ મહેનત કરવા પહેલાં અનેક સ્વપ્નો જુએ છે. પછી તે ધન પ્રાપ્ત કરવાનો મોહ હોય કે મહિલાઓના પ્રેમનો મોહ હોય.

કોઈપણ વિદ્યાર્થી અભ્યાસના સમય પહેલાં કોઈપણ પ્રકારના મોહમાં ન ફસાઇ જવું જોઈએ, એટલે કે વિદ્યાર્થીઓએ પ્રેમ સંબંધોથી દૂર રહેવું જોઈએ. પ્રાચીન સમયમાં છોકરાઓ ગુરુ પાસે ભણવા માટે જતા હતા, તેથી નારદ મુનિએ કહ્યું છે કે સ્ત્રીઓના મોહમાં ન ફસાઇ જાઓ.

હાલમાં, નારદજીના શબ્દોનો અર્થ અભ્યાસ દરમિયાન પ્રેમ સંબંધમાં ન આવવાનો છે. એટલે જ પુરાણોમાં વિદ્યાર્થી કાળમાં ભ્રમચર્ય પાલન કરવાની બાબત લખાયેલ છે.

image source

વિષયને ઊંડાણથી સમજવું…

વિદ્યાર્થીઓએ ગરુડ અને હંસ પક્ષી જેવા થવું જોઈએ. કારણ કે ગરુડ અને હંસની ટેવ એવી હોય છે કે તેઓ પોતાના ખોરાકની શોધમાં લાંબા અંતરની મુસાફરી કરે છે, તે જ રીતે, વિદ્યાર્થીઓએ ઊંડાણપૂર્વક વાંચવું જોઈએ અને આના માટે ખૂબ દૂર સુધી અને ધ્યાનથી અભ્યાસ કરવાનો મોકો મેળવવો જોઈએ. અભ્યાસમાં આવતી દરેક મુશ્કેલીઓને દૂર કરીને સમજવું જોઈએ.

નિયમિત અભ્યાસ કરવો જોઈએ…

image source

એક બીજી એવી અગત્યની વસ્તુ, જે કોઈપણ વિદ્યાર્થી સમજીને તે મુજબ કરશે તો તેને જરૂર સફળતા મળશે.

તે છે, નિયમિતતા જાળવવી. જેમ કે કોઈપણ વ્યક્તિ દૈનિક રીતે દરરોજ થોડો પણ અભ્યાસ કરે તો તેને ખૂબ ઉપયોગી થાય છે જેમ કે એક ઉધઈ, દરરોજ થોડો થોડો કાદવ અને માટી ભેગી કરે છે અને ઊંચી લીટી બનાવે છે.

image source

તે જ રીતે, નિયમિત અભ્યાસ હશે તો તમે જે કંઇ વાંચ્યું છે, તેનો ઉપયોગ તમે યોગ્ય સમયે કરી શકશો, તમારું જ્ઞાન યોગ્ય સમયે એટલે કે પરિક્ષાના સમયે તમારી જીભમાંથી તમારી પેનમાંથી તે જ રીતે વહેવાનું શરૂ કરશે, જેમ કે નદી તેના પોતાના પર પર્વત પરથી ખળખળ કરતી નીચે ઉતરી આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

 

– તમારો જેંતીલાલ