નિર્ભયા કેેસ: વાંચો સતત સાત વર્ષથી મફતમાં કેસ લડી રહેલા અને આજે લોકોનુ દિલ જીતી લેનાર વકીલ સિમા કુશવાહ વિશે..

સોશિયલ મિડિયા પર નિર્ભયાની વકિલ બની હીરો – સતત સાત વર્ષથી મફતમાં કેસ લડી રહી હતી

image source

નિર્ભયાના ચારે આરોપીઓ મુકેશ, અક્ષય, વિનય અને પવનને શુક્રવારે સવારે વહેલાં ફાંસીના માચડે લટકાવી દેવામાં આવ્યા છે. અને આ સાથે જ નિર્ભયાના માતાપિતા તેમજ નિર્ભયાના આત્માને ન્યાય મળી ગયો છે. ગુરુવારે મોડી રાત્રે દિલ્લી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે પણ આ કેસને લઈને સુનાવણી કરી હતી અને છેવટે આરોપીના વકીલના તેમને બચાવવાના બધા જ પેંતરાઓ નિષ્ફળ ગયા હતા.

અને ત્યાર બાદ શુક્રવાર સવારે 5 વાગે દોષીતોને તિહાડ જેલમાં ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા છે. આ એક પહેલો એવો અવસર હશે જ્યારે તિહાડ જેલમાં ચાર આરોપિઓને એકસાથે ફાંસીએ લટકાવવામાં આવ્યા હોય.

image source

આ દરમિયાન ટ્વટિર પર #SeemaKushwaha ટોપ ટ્રેન્ડ કરી રહી છે. તમને જણાવી દઈ કે આ સીમા કુશ્વાહા છેલ્લા સાત વર્ષથી નિર્ભયાના કેસને લડી રહી છે અને તેને ન્યાયા અપાવવા માટે તેણીએ સતત પ્રયાસ કર્યા છે. જેવા જ આ ચારેને ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા કે તરત જ સીમા કુશ્વાહાને લોકો સોશિયલ મિડિયા દ્વારા શુભેચ્છાઓ પાઠવવા લાગ્યા છે.

સાત વર્ષથી નિર્ભયાનો કેસ મફતમાં લડી રહી હતી

image source

નિર્ભયા સાથે જે ગોઝારી ઘટના ઘટી ત્યાર બાદ તેણીએ નિર્ભયાના કેસને મફતમાં લડવાની જાહેરાત કરી હતી અને તેણીએ નીચલી કોર્ટથી માંડીને ઉપરની કોર્ટ સુધી નિર્ભયાના હેવાનોને ફાંસીએ લટકાવવા માટે સતત લડત કરી હતી. ફાંસી બાદ નિર્ભયાની માતાએ સૌથી પહેલાં સીમા કુશ્વાહાનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અમારી વકીલ વગર આ શક્ય નહોતું.

image source

તમને જણાવી દઈએ કે નિર્ભયા ઘટના બાદ રાષ્ટ્રકપતિ ભવન પર લોકોએ ખૂબ પ્રદર્શન કર્યું હતું. સીમા પણ આ વિરોધપ્રદર્શનમાં જોડાઈ હતી. સીમા જણાવે છે કે પ્રદર્શન દરમિયાન જ તેમણે નક્કી કરી લીધું હતું કે નિર્ભયાના દોષિતોને તે ફાંસીએ ચડાવીને જ રહેશે. ત્યાર બાદ તેણી 2014માં આ કેસ સાથે જોડાઈ. સીમા કુશવાહાનો આ પ્રથમ કેસ હતો અને આ કેસમાં સાત વર્ષ સુધી તેણી નિર્ભયાને ન્યાય અપાવવા લડી રહી હતી. નિર્ભયાનો આ સંપૂર્ણ કેસ સીમાએ મફતમાં લડ્યો છે. ચાલો સીમા કુશ્વાહા વિષે વધારે જાણીએ.

સિમા કુશ્વાહા એક લીગલ ટ્રસ્ટ સાથે જોડાયેલી છે

image source

વકીલ સીમા બળાત્કાર પિડિતો માટે બનેલા જ્યોતિ લીગલ ટ્રસ્ટ સાથે 2014થી જોડાયેલી છે. આ ટ્રસ્ટ બળાત્કાર પિડિતોને મફતમાં સલાહ આપે છે અને કોર્ટમાં કેસ લડે છે.

સિમાએ એક ટીવી ચેનલ સાથે વાત કરતી વખતે જણાવ્યું હતું કે તેણીનું સ્વપ્ન આઈએએસ બનવાનું હતું અને તેણી યુપીએસસી પરીક્ષા આપવા માટે તૈયારી કરી રહી હતી. હાલના સમયમાં તેણી સુપ્રીમ કોર્ટમાં એક પ્રેક્ટિસિંગ લોયર છે. સીમા જણાવે છે કે નિર્ભયાનો કેસ લડવો તેના માટે પણ એક મોટો પડકાર હતો. નિર્ભયાના કુટુંબને સાથ આપવો તે એક લાગણીભર્યો સંબંધ છે, ખાસ કરીને તેણીની મા સાથેનો સંબંધ

દોષિતોના વકીલને આપી ટક્કરની લડાઈ

image source

સીમાએ નિર્ભયાના દોષિતોના વકીલ એપી સિંહને પર કોર્ટની બહાર અને અંદર દરેક રીતે લડાઈ આપી છે. દોષિતોના વકીલ દ્વારા કેસને આંતરરાષ્ટ્રિય કોર્ટમાં લઈ જવા બદલ તેણે વકીલના આ પ્રયાસને ભારતના સમ્માન પર હૂમલો દર્શાવ્યો હતો.

કશું જ અશક્ય નથી

image source

સીમા જણાવે છે કે તેણી જે જગ્યાએથી આવે છે ત્યાં સ્ત્રીઓને વધારે આઝાદી નથી આપવામા આવતી. તેમ છતાં તેણી વકીલ બની. ત્યાર બાદ તેને કશું જ અશક્ય નથી લાગતું. સીમા જણાવે છે, ‘હું ગ્રામીણ વિસ્તારથી આવું છું. જ્યાંથી હું આવી છું ત્યાં છોકરીઓને ભણાવવામાં નથી આવતી, પણ તમારે તમારા હક્ક માટે લડવું પડે છે.’

હવે હાથ પર લીધો છે એક બીજો મહત્ત્વનો કેસ

image source

સિમા પોતાના આગળના કેસ વિષે જણાવે છે કે તેણી હવે રોકાવા નથી માગતી. તેણીએ જણાવ્યું કે હજુ પણ દેશમાં ઘણી બધી દીકરીઓને ન્યાય અપાવવાનો બાકી છે. તેણે પોતાના આગળના કેસનો ઉલ્લેખ કરતાં લખ્યું હતું કે પૂર્ણિમાંની દીકરીને હવે તેણી ન્યાય અપાવશે. આ કેસ પણ ઘણો સંવેદનશીલ છે. 11 વર્ષની બાળકી પર છ લોકોએ ગેંગ રેપ કર્યો અને તેણીનું ગળુ કાપી દેવામાં આવ્યું હતું.

પિતા બદ્રીનાથ સિસ્ટમથી છે અસંતુષ્ટ

image source

નિર્ભયાના દોષિતોને ફાંસી મળ્યા બાદ નિર્ભયાના પિતા બદ્રીનાથે જણાવ્યુ હતું કે, ‘લડત લાંબી રહી છે, હું સંતુષ્ટ છું. સમાજથી નહીં પણ સિસ્ટમથી ફરિયાદ છે. ખુબ લાંબી લડાઈ લડી છે. લોકોને એટલું જ કહું છું કે દીકરા અને દીકરી વચ્ચે ભેદ ન રાખો. મારી દીકરી જીવતી નથી પણ મેં તેને દીકરો જ માની હતી. આખી રાત સુનાવણી ચાલી પણ અમને કોર્ટ પર વિશ્વાસ હતો. હું સંતુષ્ટ છું. પણ શાંતિથી ઉંઘી તો નહીં જ શકું. આજે પણ મને મારી દીકરીની સિંગાપુરની તસ્વીર યાદ છે. માત્ર કલ્પના જ કરી શકું છું કે ફાંસી પર તેઓ કેવી રીતે લટકી રહ્યા હશે. હું બધાનો આભાર માનું છું.’

નિર્ભયાના ચારે દોષિતોને શુક્રવારે સવારે તિહાડ જેલમાં ફાંસી આપ્યા બાદ ડોક્ટરે તેમને મૃત ઘોષિત કર્યા હતા. જેલના એક અધિકારીએ આ જાણકારી આપી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે ચારે દોષિતોના શવ લગભગ અરધા કલાક સુધી ફાંસીના ફંદે લટકતા રહ્યા હતા. જેલના ડીરેક્ટર સંદીપ ગોયલે જણાવ્યું ‘ડોક્ટરે તપાસ કરી અને ચારેને મૃત ઘોષિત કર્યા હતા.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ