શું તમારું બાળક સાવધાન ઇન્ડિયા જોવે છે? તો વાંચી લો આ આંખ ઉઘાડનારો કિસ્સો

ટીવી પર આવતા શો યુવાનો પર ઘેરી અસર કરે છે. આ અસર ક્યારેક સારી તો ક્યારેક ખરાબ પણ હોય છે. આ વાત સાબિત કરતી એક ઘટના તાજેતરમાં ગુજરાતના દાહોદમાં બની હતી. અહીં 3 સગીરએ સાથે મળી એક મોટા ષડયંત્રને અંજામ આપ્યો હતો. આ અંગે મળતી માહિતી અનુસાર અમદાવાદ-દાહોદ હાઈવે પર પોલીસને સપ્તાહની શરુઆતમાં ક 19 વર્ષીય યુવકની અડધી સળગેલી લાશ મળી હતી. આ લાશને કબજે કરી પોલીસે તપાસ શરુ કરી તો જાણવા મળ્યું કે હત્યાનું આ કાવતરું 3 સગીરે મળીને ઘડ્યું હતું અને તે પણ સાવધાન ઈંડિયા શો જોઈને.

image source

પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર દાહોદના 19 વર્ષીય મૃતક યુવાને સ્થાનિક 17 વર્ષીય યુવકને પૈસાની જરૂર હોવાથી વ્યાજે 20 હજાર રૂપિયા આપ્યા હતા. જો કે સ્વભાવે શોખીન એવો 17 વર્ષીય યુવક તે રૂપિયા ચુકવી શક્યો નહીં અને વ્યાજ સાથે 20 હજારની રકમ 1 લાખે પહોંચી ગઈ. જે યુવક 20 હજાર પણ પરત આપી શક્યો નહીં તેના માટે 1 લાખની રકમ એટલી મોટી બની ગઈ કે તેણે વ્યાજે રૂપિયા આપનારને મોતને ઘાટ ઉતારી દેવાનું જ ષડયંત્ર ઘડી કાઢ્યું.

image source

17 વર્ષીય યુવક સાવધાન ઈંડિયા જોવાનો શોખીન હતો આ શો જોઈ અને તેણે પણ કટકે કટકે જેણે વ્યાજે 20 હજાર આપ્યા હતા તેને મોતને ઘાટ ઉતારવા પ્લાન બનાવ્યો. આ પ્લાનમાં તેણે તેના 14 અને 15 વર્ષીય મિત્રોને પણ સામેલ કરી લીધા. ત્રણેયએ મળી અને હત્યાના દિવસ પહેલા હાઈવે પર ખાડો ખોદી અને ત્યાં કટાર દાટી દીધી. ત્યારબાદ તેણે વ્યાજે રૂપિયા આપનાર મૃતકને ફોન કરી જણાવ્યું કે તેની પાસે સોનું છે અને તેણે તેને હાઈવે નજીક છુપાવ્યું છે તેથી તે ત્યાં પહોંચી જાય અને તેના 1 લાખના બદલે સોનું લઈ જાય. તેણે મૃતકને સાથે હથોડી લાવવા પણ કહ્યું હતું.

image source

ષડયંત્રથી અજાણ 19 વર્ષનો યુવક ત્યાં પહોંચે છે. આ તકે ત્રણેય મિત્રો પહેલા તેને ચા પીવડાવી વાતો કરાવે છે અને પછી તેને કટાર છુપાવેલી હોય છે ત્યાં લઈ જાય છે. 17 વર્ષીય કિશોર લઘુશંકાના બહાને થોડો દૂર જાય છે અને અન્ય બે મિત્રો સોનું કાઢવા ખાડો ખોદવા લાગે છે. તે જ સમયે મૃતકના માથામાં 17 વર્ષીય કિશોર હથોડીના ઘા ઝીંકી દે છે. સાથે આવેલા અન્ય બે કિશોર જમીનમાંથી કટાર કાઢી અને મૃતક પર તુટી પડે છે.

image source

હત્યા બાદ 14 વર્ષીય કિશોર પેટ્રોલ લઈ આવે છે અને લાશને સળગાવવાનો પ્રયાસ કરે છે. જો કે લાશ બળતી નથી. બીજા દિવસે પોલીસને લાશ મળે છે અને તપાસનો ધમધમાટ શરુ થાય છે. જો કે સાવધાન ઈંડિયા જોઈ હત્યા કરનાર કિશોર એ વાત ભુલી ગયા કે પોલીસ આ શોમાં પણ હત્યારાને પકડી જ પાડે છે. પોલીસે આ ત્રણેય હત્યારાને પણ ઝડપી પાડ્યા છે. તેમની પુછપરછમાં તમામ સત્ય હકિકત બહાર આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ