ઉત્તરાખંડના પિથૌરગઢમાં સ્થિત પાતાળ ભુવનેશ્વરની ગુફા ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર છે.

હિન્દુ ધર્મમાં ભગવાન ગણેશને પ્રથમ પુજવામાં આવ્યા છે. ગણેશજીના જન્મ વિષે કેટલીએ વાર્તાઓ પ્રચલિત છે. કહેવામાં આવે છે કે એક વાર ભગવાન શિવે ક્રોધાવેશમાં આવીને ગણેશજીનું માથું ધડથી અલગ કરી દીધું હતું, પછીથી માતા પાર્વતીજીના કહેવા પર ભગવાન ગણેશના ધડ પર હાથીનું મસ્તક લગાવવામાં આવ્યું હતું, પણ તેમનું જે મસ્તક ધડથી અલગ થઈ ગયું હતું તે શિવજીએ એક ગુફામાં રાખ્યું હતું.


જ્યાં ગણેશજીનું મસ્તક રાખવામાં આવ્યું છે તે જગ્યાને પાતાળ ભુવનેશ્વરના નામથી ઓળખવામાં આવે છે. આ સ્થાન પર બીરાજેલી ગણેશજીની મૂર્તિને આદિગણેશ કહેવામાં આવે છે.

આ પથ્થર જણાવે છે કે કળયુગનો અંત ક્યારે થશે


ઉત્તરાખંડના પિથૌરગઢમાં સ્થિત પાતાળ ભુવનેશ્વરની ગુફા ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર છે. આ ગુફા એક વિશાળકાય પહાડની અંદર લગભગ 90 ફૂટ ઉંડી છે. એવી માન્યતા છે કે આ ગુફાની શોધ આદિશંકરાચાર્યએ કરી હતી. આ ગુફામાં ચારે યુગના પ્રતિક રૂપે પથ્થર સ્થાપિત કરવામાં આવ્યા છે. તેમાંનો એક પથ્થર જેને કળિયુગનું પ્રિતક માનવામાં આવે છે તે ધીમે ધીમે ઉપર આવી રહ્યો છે. માનવામાં આ છે કે જે દિવસે આ કળિયુગનો પ્રતિક સમાન પથ્થર દીવાલને અડી જશે તે દિવસે કળિયુગનો અંત આવશે.


ભગવાન શીવે અહીં 108 પાંખડિયોવાળા કમળની સ્થાપના કરી હતી


પાતાળ ભુવનેશ્વની ગુફામાં ભગવાન ગણેશની કપાયેલી પથ્થરની મૂર્તિ ની બરાબર ઉપર 108 પાંખડીવાળું શવાષ્ટક દળ બ્રહ્મકમળ સુશોભિત છે. તે બ્રહ્મકમળમાંથી ભગવાન ગણેશની મૂર્તિ પર દિવ્ય ટીપાં ટપકે છે. મુખ્ય ટીપું આદિગણેશના મોઢા પર પડતું જોવા મળે છે. એવી માન્યતા છે કે આ બ્રહ્મકમળ ભગવાન શિવે જ ત્યાં સ્થાપિત કર્યું હતું.


ગુફામાં કેદારનાથ, બદ્રીનાથ અને અમરનાથ પણ હાજર છે


આ જ ગુફામાં કેદારનાથ, બદ્રીનાથ અને અમરનાથના પણ દર્શન થાય છે. બદ્રીનાથમાં બદ્રી પંચાલની પથ્થરની મૂર્તિઓ છે જેમાં યમ-કુબેર, વરુણ, લક્ષ્મી , ગણેશ તેમજ ગરુડનો સમાવેશ થાય છે. તક્ષક નાગની આકૃતિ પણ ગુફામાંના પથ્થરમાં કોતરાયેલી જોવા મળે છે. આ પંચાયત ઉપર બાબા અમરનાથની ગુફા છે તેમજ પથ્થની મોટી-મોટી જટાઓ પણ ફેલાયેલી છે. આ જ ગુફામાં કાલભૈરવની જીભના દર્શન પણ થાય છે. તે વિષે એવી માન્યતા છે કે મનુષ્ય કાળભૈરવના મોઢાથી ગર્ભમાં પ્રવેશ કરી પૂંછડી સુધી પહોંચી જાય તો તેને મોક્ષ પ્રાપ્ત થાય છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ અવનવી ધાર્મિક માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ