બાળકોની દશા જોઈ આંતરડી કકળી ઉઠશે, કોઈ બારી-દરવાજા, ફ્રિજ સાથે કરે છે વાતો, તો કોઈને સંભળાય એમ્બ્યુલન્સનો અવાજ

હાલ કોરોનનાં મહામારીને કારણે શાળા-કોલેજો બંધ છે પણ શિક્ષકો દ્વારા હોમ લર્નિંગની પ્રક્રીયા થઇ રહી છે. સતત આવું શિક્ષણ લઈને બાળકો પણ કંટાળી ગયા છે. એક લહેર પૂરી થઈ શાળાઓ ખુલવાના અણસાર દેખાયાં ત્યાં બીજી લહેર ચાલુ થઈ ગઈ આથી બાળકો ઘરમાં જ પુરાઈ રહેવા મજબૂર બન્યાં છે. કેટલાક એવા કિસ્સાઓ સામે આવ્યાં છે જેનાથી બાળકોની માનસિક હાલત શું છે તેનો અંદાજો લગાવી શકાય છે. આ માટે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ અને મનોવિજ્ઞાન ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા હેલ્પલાઇન શરૂ કરાઇ છે.

image source

મળતી માહિતી મુજબ આમાં જેમાં કોરોનાથી ભય સંબંધિત સમસ્યાઓ અંગે પ્રશ્નો પુછી શકાશે અને નિરાકરણ આપવામાં આવશે. વધારે ગભીર હાલત જણાતાં કેસોમાં જરૂર પડ્યે રૂબરૂ બોલાવીને પણ માર્ગદર્શન અપવામાં આવી રહ્યું છે. તાજેતરમાં જ હેલ્પલાઈનમાં આવેલા કિસ્સાઓ વિશે અહી વાત કરવામાં આવી રહી છે. જેમાંથી એક કિસ્સામાં જાણવા મળ્યું હતું કે કોલેજનાં એક વિદ્યાર્થીને સતત એમ્બ્યુલન્સનો જ અવાજ સંભળાયા કરે છે તો બીજી તરફ એવાં કેસો પણ સામે આવ્યાં કે જેમાં સ્કૂલના એક બાળકને કોરોનાને કારણે બહાર રમવા જવા નહીં દેતાં હોવાને કારણે તે બાળક ઘરમાં બારી-દરવાજા, ફ્રિજ સાથે વાતો કર્યા કરે છે.

હવે વાલીઓ આવી બાબતો બનતાં ચિંતામાં મુકાયા છે. હેલ્પલાઈનમાં કામ કરતાં નિષ્ણાતો સાથે થયેલી વાત પરથી જાણવા મળ્યું હતું કે કોઈને કોરોનાનો ડર તો કોઈને મૃત્યુની ચિંતા સતાવે રહી છે. કોરોનાનાં કારણે લાંબા સમય સુધી ઘરમાં પુરાઈ રહેવાં મજબૂર બનતાં માનસિક અસર થઈ રહી છે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ અને મનોવિજ્ઞાન ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આવા અલગ-અલગ કિસ્સાઓ વિશે જાણવા મળ્યું છે જેની અહી વાત કરવામાં આવી રહી છે.

image source

કિસ્સો 1: 10માં ધોરણમાં ભણતી છોકરી સતત પરીક્ષાના ભયમાં જીવે છે અને નાપાસ થવાની બીકે બસ રડ્યા કરે છે. તેનામાં પરીક્ષાનો ભયન એટલો બધો પેસી ગયો છે કે તેના લીધે સતત ઊલટીઓ અને અનિદ્રાનો ભોગ બની છે અને ઊંઘમાં પણ રટણ કર્યા કરે છે.

image source

કિસ્સો 2: અત્યારની હાલત એવી છે કે કોઈ હોસ્પિટલમાં બેડ નથી, જગ્યા નથી તો મને એવું લાગે કે જો મને કોરોના થશે ને જગ્યા નહિ મળે તો શું થશે? બસ એ વિચારે બેચેની થયા કરે છે અને હવે હું ને મારો પરિવાર નહીં જીવીએ એવું લાગે છે અમને બચાવો આવો પણ કિસ્સો સામે આવ્યો છે.

image source

કિસ્સો 3: એક છોકરો જે કોલેજમાં અભ્યાસ કરી રહ્યો જેના એક સગાનું કોરોનામાં મૃત્યુ થયું હતું. આ પછી આ છોકરાને સતત મૃત્યુની ચિંતા સતાવે છે તેવું જાણવા મળ્યું છે. તેના પરિવારે કહ્યું છે કે આ છોકરાએ 3 દિવસથી કઈ ખાધું નથી અને આખી રાત જાગે છે. તે છોકરો તેને સતત એમ્બ્યુલન્સના અવાજો સંભળાય છે તેવું કહી રહ્યો છે.

image source

કિસ્સો 4: એક મહિલાએ કહ્યું કે ઘરમાં મારા બાળક સાથે કોઈ રમે એવું નથી કેમ કે મારે એક જ બાળક છે. મારુ બાળક હમણા ખૂબ વિચિત્ર વર્તન કરે છે. ઘણીવાર મેં જોયું છે કે એ બારી-દરવાજા કે ફ્રિજ, ટીવી સાથે વાતો કરતો હોય છે. એના આવા વર્તનથી મને ચિંતા થાય છે.

image source

કિસ્સો 5: એક માતાની ફરિયાદ હતી કે મારું બાળક આમ તો બધા વિષયો સારી રીતે સમજી અને શીખી લે છે પરંતુ આ ઓનલાઇન શિક્ષણ ચાલુ થયું હોવાથી તેને ગણિતમાં મુશ્કેલી પડે છે. અને ગણિતનો લેક્ચર આવે ત્યારે તે લેક્ચર એટેન્ડ કરવાની ના પાડે છે અને કઈ કહીએ તો રૂમમાં પુરાય જાય છે.

image source

કિસ્સો 6: એક વ્યક્તિએ કહ્યું કે સતત મોબાઈલમાં જે એમ્બ્યુલન્સ અને મૃત્યુના વીડિયો આવે એ જોઈ બહુ બીક લાગે છે. શું આ બંધ ન કરવું જોઈએ? વીડિયો રાત્રે જોયોને સવારે તાવ આવતાં રિપોર્ટ કરાવ્યો તો મને પોઝિટિવ આવ્યો તેવી આ વ્યક્તિની ફરિયાદ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!