એક્સપર્ટે બાળકોને કોરોનાના ભરડામાં ન આવે એ માટે આપી સોનેરી સલાહ, આટલી કાળજી બાળકને બચાવી લેશે

કોરોનાની બીજી લહેરે આતંક મચાવી મૂક્યો છે. મોટી ઉમરનાં લોકોથી લઈને ઘણાં નવજાત શિશુ પણ આ વાયરસની જપેટમાં આવી રહ્યાં છે. કોરોનાના અજગરી ભરડાથી હવે બાળકો પણ નથી બચી શક્યા. અત્યાર સુધી નોંધાયેલા આંકડાઓમાં મોટી સંખ્યામાં બાળકોનો પણ સમાવેશ થયેલ છે જે ખરેખર ચિંતાનો વિષય છે. બાળકોને ચેપ લાગવાનાં કેસ સામે આવતાં સ્વાભાવિક રીતે જ માતા-પિતામાં ખૂબ ચિંતા જોવા મળી રહી છે. નાનાં બાળકોમાં થતા કોવિડ-19ના મા-બાપને મૂંઝવતા પ્રશ્નો અને ઉત્તરો લાવવાના પ્રયાસ કર્યો છે જેથી માતા-પિતાની ચિંતામાં ઘટાડો થાય.

imag source

આ માટે વૈજ્ઞાનિક ઢબે બાળકોને કેવી રીતે સુરક્ષિત રાખી શકાય તે અંગે વાલીઓને માહિતી આપવામાં આવી રહી છે. સુરતના જાણીતા બાળરોગ નિષ્ણાત ડોક્ટર વિમલ જરીવાલાએ કેટલાક મહત્ત્વનાં સૂચનો કર્યાં છે જેની અહીં વિગતે વાત કરવામાં આવી છે. આ સમયે માતા-પિતાને થતાં સવાલો પૂછવામાં આવ્યા હતા અને તેનાં જવાબો એક્સપર્ટ દ્વારા આપવામાં આવ્યાં હતાં કે જેનાથી તેઓને શું તકેદારી રાખવી જોઈએ તેની ખબર પડે.

image soucre

સવાલઃ બાળકમાં કોરોના રિપોર્ટ ક્યારે કરાવવો જોઈએ? જે અંગે લોકોને મુંઝવણ હતી જેનાં માટે ડોકટરે કહ્યું કે ઘરમાં કોઈપણ વ્યક્તિને કોરોનાનું સંક્રમણ થાય તો એ ઘરમાં રહેતાં તથા કાયમ વધારે સંપર્કમાં આવતાં તમામ સભ્યોએ કોરોના ટેસ્ટ કરાવવો જોઈએ અને જો ઘરમાં નાનાં બાળકો છે તેનો પણ રિપોર્ટ કરાવવો જરૂરી બની જાય છે કારણ કે બાળકોની ઇમ્યુની સિસ્ટમ આધારે તેને ચેપ લાગી શકે છે. હાલના સંજોગોમાં શહેરમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ ફેલાયું હોવાથી કોઈપણ બાળકને તાવ, શરદી-ખાંસી કે માથાનો દુખાવો જેવાં લક્ષણો દેખાય તો કોરોનાનો રિપોર્ટ તરત જ કરાવવો જોઈએ.

સવાલઃ શું કોરોનાનું ઈન્ફેક્શન બાળકોને થઈ શકે છે? જેનો જવાબ આપતાં ડોક્ટરે કહ્યું હતું કે ગયા વર્ષના કોરોના મહામારીની પહેલી લહેર કરતાં આ બીજી લહેરમાં બાળકો સંક્રમિત થયાં હોય તેવાં કિસ્સાઓ વધારે મોટી સંખ્યામાં સામે આવી રહ્યાં છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે તાજા જન્મેલા શિશુથી લઈને મોટાં બાળકો સુધી બધામાં કોરાનાનું ઈન્ફેકશન થઈ શકે છે. જાણવા મળી રહ્યું છે કે મોટા ભાગનાં બાળકો સારાં થઈ જાય છે છતાં ઘણાં બાળકોમાં ગંભીર લક્ષણો પણ જોવા મળ્યાં છે જે ચિંતાનો વિષય છે.

સવાલઃ નાનાં બાળકો માટેના કોરોનાથી બચવાના ઉપાયો જણાવશો? કે જેથી બાકી સમસ્યાથી બચી શકાય? મુદ્દે જાણકારો દ્વારા સલાહ છે કે ઘરમાંથી કામકાજ માટે બહાર જતી વ્યક્તિએ ખાસ ધ્યાન રાખવું કે પોતે અજાણતામાં ઇન્ફેક્શન ઘરે લઈને આવો છો તો તેનાથી બાળકને બચાવવું જોઈએ. બીજી એક મહત્વની વાત કે જાહેર જગ્યાઓ પર હંમેશાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું, નાક અને મોઢું બંને ઢંકાય એ રીતે ટ્રિપલ લેયર માસ્ક પહેરવાનું આગ્રહ રાખવો અને વારંવાર હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરવો. ઘરમાં પ્રવેશો ત્યારે તરત બાળક પાસે ન જતાં પહેલા સ્નાન કરી, પોતાના પહેરેલાં કપડા બદલીને પછી જ બાળકની નજીક જવું. ઘરમાં કોઈને પણ શરૂઆતનાં લક્ષણો દેખાય કે તરત ડોક્ટરની સલાહ લઈને તેમનો રિપોર્ટ કરાવો. વારંવાર રિપોર્ટ કરવો પડે તો પણ અચકાવું નહીં. 45 વર્ષ કે તેથી વધુ ઉંમરની દરેક વ્યક્તિએ કોરોનાની રસી અવશ્ય મુકાવી લેવી જોઈએ કે જેથી ઘરમાં રહેલાં બાળક પર ખતરો ઓછો થાય.

image source

સવાલઃ મારું બાળક કોરોના પોઝિટિવ હોવાથી 7 દિવસથી ક્વોરન્ટીન છે. તાવ પણ મટી ગયો છે. આજે મેં ફરી એન્ટિજન ટેસ્ટ કરાવ્યો તો એ નેગેટિવ આવ્યો છે. હવે હું તેને ઘરમાંથી બહાર કાઢી શકું? ત્યારે ડોકટરે કહ્યું હતું કે ના રિપોર્ટ નેગેટિવ આવે તોપણ 14 દિવસ ક્વોરન્ટીન રહેવું જરૂરી છે નહીં તો બાળક ( અથવા કોઈપણ વ્યક્તિ) બીજાને ઇન્ફેક્શન ફેલાવી શકે છે.

સવાલઃ મારી પત્નીને હાલમાં જ ડિલિવરી થઈ છે અને હવે કોરોના પોઝિટિવ આવ્યો છે. શું એ બાળકને ધાવણ આપી શકે ? શું બાળકને માતાથી અલગ રાખવું જોઈએ? શું બાળકનો કોરોના રિપોર્ટ કરાવવો જોઈએ? ત્યારે ડોકટરે કહ્યું કે મોટે ભાગે તો આવું બાળક કોરોનાથી સંક્રમિત થઈ જ ગયું હોય છે. રિપોર્ટ કરાવી શકાય પરંતુ જરૂરી નથી. જ્યાં સુધી બાળકમાં કોઈ ગંભીર લક્ષણો ન દેખાય ત્યાં સુધી કોઈ સારવારની પણ જરૂર નથી. બાળકને માતાનું ધાવણ ચાલુ રાખવું. કોરોના પોઝિટિવ માતા મોઢા પર માસ્ક પહેરીને બાળકને ઘાવણ આપી શકે છે.

image soucre

સવાલઃ બાળકોને કોરોનાનો ચેપ ક્યાંથી લાગી શકે છે ? આ અંગે ડોકટરે કહ્યું હતું કે ઘરમાં કોઈ એક વ્યક્તિ પણ કોરોનાથી સંક્રમિત થયો હોય તો એ ઘરમા અન્ય સભ્યોને વાયરસનો ચેપ લાગવાની પૂરી સંભાવના છે. આ માટે સૌથી સારો રસ્તો એ જ છે કે બાળકોને મોટો ભાગે ઘરમાંથી બહાર નોકરી-ધંધાર્થે આવ-જા કરતી વ્યક્તિ દ્વારા કોરોનાનું સંક્રમણ લાગે છે તો તેમનાંથી બાળકોને દૂર રાખવાં જોઈએ. આ ઉપરાંત બાળકોને મહોલ્લામાં સાથે રમતાં અન્ય બાળકો દ્વારા અથવા અન્ય કોઈ ભીડવાળી જગ્યાએથી અજાણી વ્યક્તિ દ્વારા પણ સંક્રમણ થઈ શકે છે જેથી બાળક બીજા લોકોનાં સંપર્કમાં જેટલુ ઓછું આવશે તેટલો જ ચેપ લાગવાનો ભય ઓછો રહેશે.

સવાલઃ શું કોરોનાની રસી બાળકોને આપી શકાય? તે પણ મોટો સવાલ છે આ અંગે હાલમાં ભારતમાં અપાતી કોરોનાની રસી 18 વર્ષથી નાની ઉંમરનાં બાળકોને આપી શકાતી નથી. જો બાળકો માટે કોઈ અલગથી રસી શોધાશે તો સરકાર તેની જાણ કરશે.

સવાલઃ નાનાં બાળકોમાં કોરોનાનાં શું લક્ષણો જોવા મળે છે? આ બાબતે નિષ્ણાતો દ્વારા મળતી માહિતી મુજબ તાવ, ગળું દુખવું, માથું દુખવું, શરીરનો દુખાવો, શરદી-ખાંસી, ઊલટી, ઝાડા, પેટનો દુખાવો વગેરે નાનાં બાળકોના કોરાનાનાં શરુઆતનાં લક્ષણો છે. જેમ જેમ સંક્રમણ વધારે ફેલાય તેમનાં તેમ ગંભીર લક્ષણો પણ જોવા મળે છે જેમ કે ખૂબ અશક્તિ લાગવી, ખોરાક બંધ થઈ જવો, ખૂબ ખાંસી આવવી, શ્વાસમાં તકલીફ પડવી વગેરે તકલીફ જોવા મળે છે.

સવાલઃ બાળકોમાં કોરોના જાણવા માટે કયો રિપોર્ટ કરવામાં આવે છે ? શું બાળકો અને મોટી ઉંમરના લોકો એટલે કે અલગ અલગ ઉંમરના લોકો માટે એક જ પ્રકારનો ટેસ્ટ કરવામાં આવે છે કે અલગ તે અંગે જ્યારે ડોકટરોને પૂછવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું હતું કે પુખ્ત વ્યક્તિની જેમ જ બાળકોમાં પણ કોરોનાનું સંક્રમણ જાણવા માટે નાકમાંથી સેમ્પલ લઈને કોવિડ રેપિડ એન્ટિજન ટેસ્ટ અથવા કોવિડ RT-PCR કરવામાં આવે છે.

તેમણે વધુ વાત કરતાં કહ્યું હતું કે કોવિડ RT-PCR વધુ ભરોસોવાળો ટેસ્ટ છે પરંતુ એનો રિપોર્ટ આવતાં 24થી 48 કલાક થઈ જાય છે જ્યારે રેપિડ એન્ટિજન ટેસ્ટનો રિપોર્ટ 10-15 મિનિટમાં આવી જાય છે. શરૂઆતમાં કરાવેલો રેપિડ એન્ટિજન ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવે તો પણ ડોક્ટરને બાળકમાં કોરોના ઈન્ફેક્શનની શંકા હોય તો RT-PCR ટેસ્ટ કરાવી શકાય. સામાન્ય લક્ષણો ધરાવતાં બાળકોમાં આનાથી વિશેષ અન્ય કોઈ પણ રિપોર્ટની જરુર હોતી નથી. ગંભીર લક્ષણો ધરાવતાં બાળકોમાં સારવાર માટે જરુરી એવા અન્ય રિપોર્ટ કરવાનાં હોય છે જેવા કે CBC, CRP, LFT, D-Dimer, S. Ferritin વગેરે રિપોર્ટ કરાવવામાં આવે છે.

image source

સવાલઃ મારા બાળકના કોરોના RT-PCR રિપોર્ટમાં CT વેલ્યુ લખેલી છે જે ખૂબ ઓછી છે અને નોટ્સમાં લખ્યું છે કે CT વેલ્યુ ઓછી એટલે ઈન્ફેક્શનનું પ્રમાણ વધારે શું આ ગંભીર બાબત છે ? આમાં ડોકટરની સલાહ હતું કે ના બાળકના કોરોના RT-PCR રિપોર્ટમા CT વેલ્યુનું ખાસ મહત્ત્વ નથી. સારવાર બાળકનાં લક્ષણો મુજબ કરવામાં આવે છે. CT વેલ્યુ પરથી રોગની ગંભીરતાનો કોઈ અંદાજ લગાવી શકાતો નથી.

સવાલઃ નાનાં બાળકોમાં છાતીનો સીટી સ્કેન કરાવી શકાય ? તે અંગે જાણવાં મળ્યું હતું કે મોટા ભાગનાં બાળકોમાં કોરોના થાય તોપણ તેનાં લક્ષણો ખૂબ સામાન્ય હોય છે. બાળકોમાં કોરોના એટલો ઝડપથી ફેફસાંમાં ફેલાતો નથી જેથી શરુઆતી લક્ષણો ધરાવતાં બાળકોમાં છાતીનો સીટી સ્કેન કરવાની જરુર હોતી નથી પરંતુ જો ખૂબ ખાંસી આવતી હોય અને છાતીમાં દુખાવો થાય, શ્વાસમાં તકલીફ પડે તો સીટી સ્કેન કરવાની જરુર પડી શકે છે.

સવાલઃ બાળકને કોરોના થાય તો શું સૌપ્રથમવાર કરવામાં આવે છે ? જેના જવાબમાં જાણકારોએ કહ્યું હતું કે મોટા ભાગનાં સામાન્ય લક્ષણો ધરાવતાં બાળકોમાં કોરાના કોઈ ચોક્ક્સ દવા વગર, જરૂર પૂરતી તાવની કે ખાંસીની દવા આપવાથી જ સારો થઈ જાય છે. ગંભીર લક્ષણો ધરાવતાં બાળકોને હોસ્પિટલમાં દાખલ કરીને રેમડેસિવિરનાં ઇન્જેક્શન આપવામાં આવે છે. અત્યારે આ દવા માટે લોકો લાંબી લાઈનો લગાવી રહ્યાં છે. પુખ્ત વયના દર્દીમાં વપરાતી દવાઓ જેવી કે Fevioaravir, Ivermectin, Doxycyclin, વગેરે બાળકોમાં વાપરવામાં આવતી નથી.

સવાલઃ કોરોનાનું સંક્રમણ ધરાવતું બાળક ઘરે હોય તો શું ધ્યાન રાખવું કે તેને ચેપનો વધારે ભય ન રહે? આ બાબતે સૌ પ્રથમ તો ડોક્ટરની સલાહ મુજબની દવાઓ આપવી જોઈએ ખૂબ પાણી પિવડાવવું, ઘરે જ બનાવેલો તાજો સંતુલિત ખોરાક આપવો, બહારનો ઠંડો અને વાંસી ખોરાક આપવો નહીં, હૂંફાળું પાણી પિવડાવવું અને શક્ય હોય તો મોટાં બાળકોને સવાર-સાંજ બાફ આપવો જોઈએ તે સૌથી વધારે ફાયાકારક સાબિત થયું છે.

image source

સવાલઃ નાનું બાળક કોરોનાથી સંક્રમિત થયું હોય તો તેને 14 દિવસ આઇસોલેટ કઈ રીતે કરવું? તે એકલું કઈ રીતે રહી શકે ? આ પ્રશ્ન મૂંઝવણ ભર્યો હતો જેના માટે ડોકટરની સલાહ છે કે નાનાં બાળકોને કોરોનાનું સંક્રમણ મોટે ભાગે ઘરની કોઈ મોટી વ્યક્તિમાંથી જ લાગ્યું હોય છે. જે વ્યક્તિ ઘણીવાર પોતે લક્ષણો ધરાવતો ન પણ હોય શકે એટલે કોરોના સંક્રમિત બાળકને મા-બાપની સાથે જ રાખવાનું હોય છે પરંતુ ઘરના 50 વર્ષથી વધુ ઉંમરના વડીલને અથવા કોમોર્બિડીટીવાળા (અન્ય બીમારીવાળા) વ્યક્તિને સંક્રમિત બાળકથી અલગ રાખવાં જરુરી છે.

સવાલઃ અમારા ઘરમાં દરેક મોટી વ્યક્તિ કોરોના પોઝિટિવ છે માત્ર બાળકનો રિપોર્ટ નેગેટિવ છે અને એને કોઈ લક્ષણો પણ નથી. તો શું અમારે આ બાળકને અમારાથી અલગ બીજા ઘરે મોકલી દેવો જોઈએ અને જ્યારે બાળક ખુબ નાનું હોય તો સમસ્યા ઉદભવે છે આવી હાલતમાં શું કરવું તે સૌથી મોટો પ્રશ્ન છે. આ મુદ્દે જાણકારોનું કહેવું છે બિલકુલ નહિ. આવું બાળક રિપોર્ટ નેગેટિવ હોવા છતાં કોરોનાથી સંક્રમિત હોય શકે છે. આવું બાળક બીજાના ઘરમાં પણ સંક્રમણ ફેલાવશે માટે આવા કિસ્સામાં બાળકને પોતાના ઘરે જ રાખો.

image source

સવાલઃ મારા બાળકને 5 દિવસ પહેલાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હમણાં બધું જ સારું છે તો હવે ફરી રિપોર્ટ ક્યારે કરાવું? જેમાં ડોકટરે સલાહ આપી હતી કે બાળક સારું હોય તો ફરીથી રિપોર્ટ કરવાની કોઇ જ જરૂર નથી. 14 દિવસ ક્વોરન્ટીનના પૂરા કરવા એટલે વધારે વાંધો નહિ આવે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!